________________ લક્ષ્મીપૂજ હાર PS353 35 32 33 35 SEES SE5EREછે 32 33 મહાબલ કુમાર ખરેખર મનથી મહાબલ હતો. શીધ્ર પ્રયાણ કરતા મંત્રી મંડળની સાથે મહાબલ કુમાર ભળી ગયા અને માર્ગમાં પણ રાજકુમારીની પ્રાપ્તિના ઉપાયો વિચારતો તે અવિચ્છિન્ન પ્રયાણ પ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યા. મંત્રીઓ સાથે તે રાજમંદિરમાં આવી માતાપિતાને નમસ્કાર કરી ઉભો રહ્યો. રાજાએ કુમારને આશીર્વાદ આપી ચંદ્રાવતીના સમાચાર પૂછડ્યા. કુમારે પણ ત્યાં ઘણો આનંદ આ વિગેરે વાત કહી. અચાનક રાજાની દૃષ્ટિ કુમારના ગળામાં ચમકતા લક્ષ્મી પૂજ હાર ઉપર પડી, પૂછ્યું “આ હાર ક્યાંથી મેળવ્યું ?" કુમારે મૂળ વાત છુપાવી કહ્યું “પિતાજી! ચંદ્રાવતીના રાજપુત્ર મલયકેતુએ મને એ ભેટ આવે છે. અને તે હાર રાજાના હાથમાં મૂક્યો. હારની સુંદર કોતરણી રત્ન વિગેરે નિહાળી રાજાએ કહ્યું, “વાહ! તે તે ત્યાંના રાજકુમાર સાથે થોડા સમયમાં સુંદર મિત્રતા પણ બનાવી લીધી.” કુમાર અને મન હસી રહ્યો. એ મિત્રના મલયકેતની કે મલય સુંદરીની એ તે એનું મન જ જાણતું હતું. પણ વડીલ આગળ એ વાત કહેવાય તેમ ન હતી. રાજાએ તે હાર કુમારની માતા પદ્માવતીને આપે. માતાએ તે ગળામાં પહેર્યો. કુમારે કહ્યું “માતાજી ! તમને આ હાર સુંદર શોભે છે તમેજ પહેરજો....અહો ! હારમાં રહેલા વિવિધ રંગના રને જાણે દિશાઓને ચમકાવી રહ્યા છે...એની ચાકતી વિવિધરંગી ઝાંય તમારા દેહને તથા કંઠને બહુ સેહામ બનાવે છે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust