________________ ભવ્ય શ્લોકની પ્રાપ્તિ 3533333333333333333333353533 માનવી વિચારે છે કંઈ અને ભાગ્ય પરિણામ લાવે છે જુદુ જ. માત્ર કનકવતીને માટે નહિ સમગ્ર સંસારી જીવ માત્રને માટે આ વિધાન છે. “રે ઉત્સુક મન ઇચ્છિત કાજે બહુ ઉપાયો ચિંતવે પણ નવ થાય હૃદય વિચાર્યું ધાર્યું વિધિનું સંભવે” બધા વિખરાયા પછી મહાબલે ગુટિકા મુખમાંથી બહાર કાઢી, રાજકન્યા પાસે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. રાજકન્યા સંકટ પાર થતાં હર્ષ પામી અને વિશેષ તો એટલા માટે હર્ષ પામી કે પોતાને ભાવિ સ્વામિ પરનારી સહોદર છે. પરાક્રમી છે અને સંકટ પર વિજય મેળવનાર તેની પાસે વિઘાઓ પણ છે. તેણે કુમારને પૂછ્યું “પ્રિય ! જેના પ્રભાવથી તમે સંકટને પાર પામ્યા તે ગુટિકા તમે કયાંથી મેળવી?” કુમારે કહ્યું. “અમારા નગરમાં એક સિદ્ધ પુરુષ આવ્યા હતા. તેમની કૃપાથી બે ગુટિકા મને મળી છે. બીજી ગુટિકા એવી છે જે આમ્રરસમાં ઘસીને સ્ત્રીના કપાળમાં તિલક કરવાથી તે પુરુષ રૂપે બની જાય. હવે રાજકન્યા ! મને મેડું થાય છે. પણ ચોક્કસ કહું છું કે ભાગ્ય આપણે જરૂર મેળાપ કરાવશે. માટે ચિંતા ન કરીશ. વિપરીત સંગમાં P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust