________________ ઓરમાન માતા 33 લાગી લુચ્ચા મહાબળ! તે મને ઠગીને રાજકુમારીને મને તેનું ફળ તને હમણાં જ બતાવું છું” - આમ બોલી તે રાજા પાસે દોડી અને બધે વૃતાંત કહ્યો. અને મલયાનું સ્વછંદી વર્તન મીઠું મરચું નાખી વિસ્તારથી કહ્યું જે સાંભળી રાજા પોતે ક્રોધથી લાલ નેત્રો કરતે સુભટોને લઈ ત્યાં આવવા નિકળ્યા. આ બાજુ મલયસુંદરીએ કહ્યું. પાસ એ તારી પાસે જઇ ઉપાસના કનકવતા છે કે મારા પિતાજી પાસે જઈ ઉત્પાત મચાવશે.” કુમારે કહ્યું “હે પ્રિયે! એ તારી માતા જ પ્રથમ મને મળી હતી. અને મારી પાસે કામાતુર થઈ વિષય યાચના કરતી હતી.” પશ્ચાતાપ કરતી એવી મલયસુંદરી વિચારવા લાગી. અરે! આ મારી કેવી ગફલત ! આ મારા પ્રિયતમ સાથે હજુ પ્રથમ દૃષ્ટિ મેળાપ જ થયો છે ત્યાં આ અનર્થ સ . ખરેખર એ ઓરમાને માતા શું નહિ કહે તે વિચારે તેને ભય લાગ્યો અને આ મારા યુવાન કુમારને રાજા મારી નાંખશે તે શું થશે ? આમ વિચારે તે ઉદાસ બની ગઈ. ઉદાસ એવી તે કન્યાને મહાબલે સ્વસ્થ મધુર અવાજે કહ્યું. “હે મૃગલેચના! તું ચિંતા ન કર. જે પુરૂષ આવું સાહસ કરવા ઉદ્યમી હશે તેની પાસે તેના રક્ષણને પણ ઉપાય હશે.” આમ કહી તેણે પિતાના કેશમાં રાખેલ એક ગુટીકા બહાર કાઢી અને રાજકન્યાના દેખતાં જ મુખમાં મુકી અને રાણી ચંપકમાલાનું રૂપ પિતે વિચાર્યું. ક્ષણવારમાં તે રાણું ચંપકમાલાના રૂપે તેની પાસે બેઠે આ જોઈ રાજકન્યા નિર્ભય બની ગઈ એજ સમયે તાળું ઉઘાડી આગળ રાજા પાછળ કનકાવતી અને સુભટો બૂમાબૂમ કરતા ખંડમાં ધસી આવ્યા. P.P.AC. Gunratnasuri ULS.Gun Aaradhak Trust