________________ ઓરમાન માતા 31 રાજકુમારને વિચારમાં પડેલ જોઈ કનકવતીએ ફરી પિતાની માંગણી આગળ કરી. રાજકુમારે સમયાનુસાર જવાબ આપ્યો. - “હે નારી! હું મલયસુંદરીની એક ચીજ લઈને આપવા આવ્યો છું. પ્રથમ એને ખંડ બતાવે પછી તમે કહેશે તેમ કરીશ. કનકવતીએ ઉપર જવાને દાદર બનાવ્યા. કુમાર ત્રીજા માળે રાજ કન્યાના ખંડમાં આવ્યું. કનકવતી પણ હળવે પગલે ગુપ્તપણે પાછળ આવી બારીમાંથી જેવા લાગી શું બને છે. - કુમારે મલયસુંદરીને પૂર્વે જેયેલ તેજ સ્થળે કંઈક વિષાદમાં કંઈક વિચારમાં મસ્તક પર હાથ ટેકવી બેડલી નિહાળી. તે રાજકુમારના વિચારમાં જ લીન હતી તેથી તે તેના આગમનને જાણી ન શકી. કુમારે ધીરેથી છતાં સ્પષ્ટ મધુર આવજે કહ્યું “મૃગાક્ષી! આ તરફ જરા જો તારા હૃદયમાં જેનું તું ચિંતન કરે છે તે હું તારી સન્મુખ પ્રત્યક્ષ થયો છું.” - આવાં અમૃત વચન શ્રવણ થતાં સહસા કુમારીએ ડેક પાછી વાળી. કુમારને પ્રત્યક્ષ જોતાં તે આશ્ચર્ય મુગ્ધ બની ગઈ. અને લજજાથી નમ્ર મુખ કરી સન્મુખ આવીને ઉભી. મહાબલે કહ્યું, “સુલેચને! તારા પ્રશ્નનો જવાબ આપવા જ મેં આટલું સાહસ કર્યું છે. હું પૃથ્વીસ્થાન પુરના રાજા સુરપાલને પુત્ર મહાબલકુમાર છું. મારી માતાનું નામ પદ્માવતી દેવી છે—હું ચંદ્રાવતી જેવા મંત્રીઓ સાથે આવેલ ત્યાં તારું પ્રથમ મિલન થયું અને આજે જ વળી અમારે. P.P. Ac. Gunratnasuri Me:Gun Aaradhak Trust