________________ સતી મલય સુંદરી પાછું જવાનું છે, મારા માણસે તૈયારી જ કરતા હશે. માટે ક્ષણવાર સમય છે. તમારે વળી કંઈ પૂછવું હોય તે પૂછી લે. બાકી તમારા નેત્રે જે જવાબ આપ્યો છે તે સાચે છે. કેઈ ભવાંતરને એ દઢ રાગ પરસ્પર મને પણ લાગે છે. જેથી મારાથી આવું સાહસ થયું છે. હવે મને રજા આપ.” રાજકુમારને જવાની તૈયારી કરતે જાણી મલયસુંદરી લા દૂર કરી બેલી ઉઠી. “હે પ્રિયકુમાર ! હું તમને હાથમાં આવેલા હવે નહિ જવા દઉં. તમે હવે અહિંજ રહે. અને ગાંધર્વ વિવાહથી લગ્ન કરી મને સાથે લઈ જાવ-હવે ક્ષણવાર પણ તમારે વિયેગ સહન કરવા તૈયાર નથી. અને નિષ્ફર થઈને તમે ચાલ્યા જશે તો આ પ્રાણ પણ ચાલ્યા જશે. માટે મારા મનોરથ પૂર્ણ કરે.” આમ કહી મલયસુંદરીએ (માતાએ આપેલ) લક્ષ્મી પૂંજ હાર-જે પોતાના ગળામાં હતું તે કાઢીને પહેરાવ્યો અને કુમાર પણ મીઠું સ્મિત કરતે તે હાર પહેરી વધુ મનહર રૂપવાન બને. “પ્રિયકુમાર! આ સામાન્ય માળા નથી અને વરમાળાજ માનજે.” આમ કહી મલયસુંદરી કુમારના ભવ્ય વદનને નિહાળવા લાગી. મહાબલે કહ્યું “હે પ્રિયકુમારી ! તમારું કહેવું સત્ય છે, હું પણ ક્ષણવાર તારો વિરોગ સહી શકું તેમ નથી. પણ જ્યાં સુધી માતાપિતાની સાક્ષીએ તારી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી કુલીન મનુષ્યએ આ રીત અંગીકાર કરવી ઉચિત નથી. માટે જરૂર હું એકવાર તમારી સાથે વિધિપૂર્વક લગ્ન કરીશ અને તમારા મનોરથ સફલ કરીશ.” હવે મને રજા આપો. - આમ અને પરસ્પર સ્નેહદાનના કેલ આપી છૂટા પડવાની તૈયારી કરે છે તે સમયે કનકવતીએ બહારના મુખ્ય દ્વાર બંધ કરી તાળું મારી દીધું. અને મોટેથી બેલવા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust