________________ 40 સતી મલય સુંદરી આવેલે. ઘડીમાં મારા વસ્ત્ર શસ્ત્ર કે ઘડીમાં આભૂષણ ખેંચવા લાગ્યો અને હું સજાગ થાઉં એ પૂર્વે ગળામાંથી તે હાર કાઢી અદશ્ય થઈ ગયો. મારી માતાને આ વાત જણાવી એ તે અત્યંત વ્યાકુળ બની ગઈ અને તેણે પ્રતિજ્ઞા કરી કે જે પાંચ દિવસમાં એ હાર નહિ મળે તે અગ્નિ પ્રવેશ કરે. અને જે કે મેં પણ એવી જ પ્રતિજ્ઞા કરી. આ ઉપદ્રવ કરનાર કઈ જન્માંતરને વૈરી દેવ કે ભૂત કે રાક્ષસ હોય એમ લાગે છે. સુરપાલ નરેશ પ્રથમ તે સ્તબ્ધ થઈ ગયા પછી ધીરેથી બોલ્યા હાં...પછી શું વિચાર કર્યો?” પિતાજી! મેં વિચાર કર્યો છે કે આજની રાત્રે એ રાક્ષસ કદાચ ફરી આવશે જ, અને એ સમયે તેને પકડીને કે જીતીને તે હાર હું પાછો મેળવીશ અને રાત્રીના ત્રીજા પહોરે સૈન્ય લઈ ચંદ્રાવતી પ્રતિ પ્રયાણ કરીશ.” રાજા મહાબલની નિર્ભયતાને મને મન વંદી રહ્યો. પ્રગટ બેલ્યો “સારું, તું મહાન પિતાને પુત્ર પણ મહાન થવા જ સર્જાયો છે. જરૂર તારી મનોકામના સિદ્ધ થશે” અને તે પિતાના મહેલે શયનખંડ તરફ વળ્યા. મહાબલ પણ હારની પ્રાપ્તિનો ઉપાય શોધો પિતાના સુવર્ણ પલંગ પર રેશમી શૈયાને આધિન થયો. રાત્રી વેગે વહી રહી હતી. આકાશમાં તારલા ટમટ રહ્યા હતા... ' P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust