________________ પ્રથમ મિલન BEBEC3333333333 સુખના દિવસ ભલે ટૂંકા હોય છતાં નિમેષ માત્રમાં વહી જાય છે, દુઃખની એક કાળરાત્રી પણ જતાં વર્ષ જેવો ભાર લાગે છે. રાજાએ પુત્ર જન્મના કારણે મંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ રચા. બંદિજનને મુક્ત કર્યા. નગરમાં અમારી પડહ વગડાવ્યો. લોકે પણ રાજાની આગળ અવનવા ભેટાં મુકી હર્ષ વ્યક્ત કરવા લાગ્યા. - રાજાએ સમગ્ર નગરજનેને ભોજન વિગેરેથી સંતુષ્ટ કરી દશમા દિવસે પુત્ર-પુત્રીનું નામકરણ વિધિ કર્યો. રાજાએ કહ્યું. “હે નગરજનો! આ સંતાન અમને મલયદેવના પરમ ઉપકારથી પ્રાપ્ત થયાં છે તેથી તેના નામની ભવ્ય સ્મૃતિ રહે તેથી પુત્રનું નામ મલયકેતુ અને પુત્રીનું નામ મલય સુંદરી રાખીએ છીએ.” પ્રજાજનેએ જયકાર ગજાવી એ નામને અક્ષતથી વધાવ્યું. સૌનું યથા એગ્ય બહુમાન કરી રાજાએ રાજદરબાર વિસર્જન કર્યો. નગરજને પણ રાજાના સૌભાગ્યની પ્રશંસા કરતા વિખરાયા, અને સંતાન ધાવમાતાથી પાલન કરાતા બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા અને માતાના હર્ષને વૃદ્ધિ કરવા લાગ્યા. આમ સુખના પાંચ વર્ષ જોત જોતામાં વહી ગયા. બને સંતાન પાંચ વર્ષના થયા ત્યારે ઉત્તમ ઉપાધ્યાય પાસે બન્નેને અભ્યાસ કરવા મૂકયા. રાજકુમાર પણ જોતજોતામાં 72 કલામાં પારંગત થયા. રાજકુમારી પણ 64 કલામાં વિચક્ષણ બની. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust