________________ સતી મલય સુંદરી પરસ્પર સ્નેહ દષ્ટિથી જોઈ રહ્યાં. કારણકે ઘણા સમયે પરસ્પરનું મિલન થયું હતું અને વિશેષમાં મલયદેવીનું સંતાન પ્રાપ્તિનું ભવ્ય વરદાન પણ પ્રાપ્ત થયું હતું. - બન્નેને હર્ષાન્વિત નિહાળી લોકેએ રાજારાને કાર ગજા. એવામાં બંદીજનેએ ખુશાલીના પિકાર કર્યા. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું. “રાજન! હવે મહેલે પધારો. બન્ને ઘણા શ્રમિત થયા છે.” રાજાએ પણ મહેલે જવા તૈયારી કરી. તે યાદગાર કાષ્ટની બે ફાડ ભટ્ટારિકા મંદિરમાં રાજાએ મુકાવી. એ સમયે સેવકેએ ખુશાલીના વાદ્ય વગાડી, બિરુદાવલી ગાઈ. “હે રાજન! તમે વિપત્તિનો સાગર તરી ચૂકયા છે.” વિકસ્વર પદ્મ લેનવાળી પ્રિયાને પામ્યા છે. હવે જેમ સૂર્યદેવ વિશ્રાંતિને અવધારે તેમ આ રાજમાર્ગના પંથને તમે પ્રકાશિત કરી રાજમહેલમાં વિશ્રાંતિ લે. આ રીતની બિરદાવલી શ્રવણ કરી રાજા રાણું ભવ્ય દબદબાપૂર્વક દાન દેતાં દેતાં, પુષ્પ ઉછાળતાં પિતાના મહેલે આવ્યાં. અને ભગવાન રાષભદેવની ભાવથી પૂજા કરી ભજન કર્યું. અને ઘણા સમયની વિયેગની રાત્રીએ દૂર કરી. એ રાત્રી ચિર મિલન રાત્રી રૂપે વિતાવી. અને એજ રાત્રીએ રાણીને ગર્ભ રહો. દેવી મલદેવીનું વરદાન તકાળ સફલ બન્યું. રાજાના હર્ષની માફક ચંપકમાલાને ગર્ભ વૃદ્ધિ પામ્યા અને એને સુંદર દેહદ થવા લાગ્યા એ સર્વ દેહદ રાજાએ પૂર્ણ કર્યા. અને એક મંગલ રાત્રીએ ચંપકમાલાએ પુત્ર પુત્રી યુગલને જન્મ આપ્યું. વધાઈ લાવનાર વેગવતીને રાજાએ મુગુટ સિવાય શરીરના બધા અલંકાર ભેટ આપ્યાં. અને સમગ્ર રાજ્યમાં દશ દિવસને મહોત્સવ રચવાની આજ્ઞા કરી, -રાજ્યમાં દરેકના મનમાં પણ હર્ષને સાગર લહેરાત થયા. P.P. Ac. Gundam@suri Aaradhak Trust