________________ 263 સતી મલય સુંદરી અને ટુંક સમયમાં જે અવસ્થાનું દરેકને આકર્ષણ છે તે યૌવન અવસ્થાને બન્નેએ પ્રાપ્ત કરી. આ યુવાનીમાં દરેકને રૂ૫-જોમ અને સ્વપ્નાં મલી જ જાય છે. મલયકેતુનું રૂપ કામદેવ સમાન ખીલી ઉઠયું. કેઈ વાર તે અશ્વકીડા અને કુંજર કીડાતા કેઈવાર ખડગ વિદ્યા વિગેરેથી બીજા કુમાર સાથે તે કડા કરે અને તે નિહાળી માતા પિતાના મન પ્રભેદથી પ્રફુલ્લિત થતા. મલયસુંદરી પણ યૌવન વયને પામી અને તેના રૂપમાં વસંતે વૃદ્ધિ કરી. તેના અંગ પ્રત્યંગ કેમલ અને સ્નિગ્ધ બન્યા. તેના પર લાવણ્યનાં તેજ પથરાયાં. તેના નેત્ર હરિણીના નેત્રની સ્પર્ધા કરવા લાગ્યા. તેના સ્તનયુગલ ઉત્તમ ઉમનુષ્યના મને રથની જેમ હૃદયમાં સમાતા ન હતા. સન્મિત્રની મિત્રતાની જેમ તેને વેણ દંડ લંબાયેલે હતે. તેના અધર પરવાળાના રંગની લાલાશને હરાવતા હતા. તેને કટિ ભાગ ઘણેજ લઘુ હતું. દરેક અવયવ સપ્રમાણ સુડોળ અને મેહક હતાં, છતાં તેનામાં જે અસાધારણ ધાર્મિક ગુણ હતા તે સમસ્ત નારી જગતના આદર્શરૂપ હતા. અને તેજ વિશેષ મેહક હતા. તેનામાં શીલવ્રતની દઢતા-સ્વભાવની નિર્મલતા-સહજ નમ્રતા–બુદ્ધિની તેજસ્વીતા અને સહનશીલતા હતી અને આ સર્વ ગુણોથી તે માતા પિતા અને સમસ્ત પ્રજાજનને અત્યંત પ્રિયંકર બની હતી પ્રિયદશિની બની હતી. આ જ આ બાજુ જેમ ચંદ્રાવતીની નામના હતી તેમ ભારતમાં બીજું એક નગર જેનું નામ પૃથ્વીસ્થાનપુર હતું તે શેભામાં રમણિય અને સમૃદ્ધિમાં અજોડ નગર તરીકે વિખ્યાત હતું. આ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust