________________ મલય ગિરિપ.. રાણીની પાલખી છે. પાછળ ઉદાસીન રડતાં પ્રજાજનોની હારમાળા છે. અને એમ તેઓ ગેળાનદીને કિનારે આવ્યાં. રાણીની પાલખીને એક બાજુ પર મુકાવી પોતે સ્નાન કરવા માટે રાજા નદીમાં ઉતર્યો. રાજાના ઉષ્ણ અશ્રુ જળથી નદીનું પાણી પણ ગરમ થઈ ગયું. લેકે, અમાત્ય મંડળ વિગેરે રાજાના ગુણોની યાદે ચેધાર રડી રહ્યાં છે. એ સમયે નદીમાં તરતું એક મેટુ કાષ્ટ રાજાની નજરે પડ્યું. રાજાએ તુરતજ ચિતા માટે એ કાષ્ટ સુંદર છે એમ સમજી સૈનિકે પાસે તે બહાર કઢાવ્યું. કાષ્ટ બહાર કીનારાપર જ્યાં સુકયું અને ઉપર બાંધેલું બંધન દૂર કર્યું ત્યાં તેના બે ભાગ થઈ ગયા. અને કાષ્ટના પિલાણમાં રાણું ચંપકમાલા જોવામાં આવી. ગળામાં સુંદર હાર છે. કસ્તુરી આદિ સુગંધી દ્રવ્યોની સુવાસ આવી રહી છે. કપાળમાં તિલક છે. રાજા અને પ્રજા આશ્ચર્ય પામ્યા. કારણકે એકજ ક્ષણમાં એ ચંપકક્ષાલાએ પિતાના નેત્રે ઉઘાડયા. એકજ સાથે બે ચંપકમાલા કઈ રીતે મનાય ? અને છતાં આ હકીકત હતી. આનું રહસ્ય શું ? રાજાએ શિબિકામાં રાણીનું મુડદું હતું તે જોવા સેવકે મોકલ્યા. તેવામાં તે શિબિકામાં રહેલ મૃતક હાથથી હાથ ધસતું-દાંતથી દાંત પીસતું “હું ઠગાયો છું.” એમ બોલતું ભડકે થઈ આકાશમાં ઉડી ગયું. આ બનાવ જોઈ લેકે ભયભીત થઈ ગયા. રાજાએ કાષ્ટમાં રહેલ ચંપકમાળાને બહાર કઢાવી અને પૂછયું. “પ્રિયે સાચી વાત શી છે તે જણાવો?” અને રાજાના નેત્રે તે વાત જાણવા આતુર થયા. રણ ચોળતી કહેવા લાગી. “નાથ! પ્રથમ એ જણાવેલ કે આ ચિતા શા માટે છે ? આપે ભીનાં વસ્ત્રો કેમ પહેર્યા છે. અહિં પેલી P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust