________________ મલય ગિરિપર 33333333333333333 રાત્રી વહી રહી હતી અને ચંપકમાલાને પણ સંતાનના. અભાવે નેત્રમાંથી જલધારા વહી રહી હતી. મોહની પ્રબળતા. જગતમાં એવીજ હોય છે. છેવટે તે બોલી. “નાથ ! પુણ્ય એ જ પુત્ર પ્રાપ્તિનો માર્ગ છે. કેઈદેવની આરાધના કરવી જોઈએ અને મને ખાત્રી છે. આપણું વાંઝીયા મેણું ટળશે.” " દુઃખમાં પણ સતી નારીઓ આવાજ આશ્વાસન શોધે છે. વિરધવલ રાજાએ કહ્યું. “પ્રિયે! કાષભદેવ ભગવાન આપણા ઈષ્ટ દેવ છે એમની જ આરાધના કરીએ. આમ બન્ને વાત કરી રહ્યાં છે ત્યાં પ્રભાત કાલની ઝાલરી વાગી, ઉઠતાં જ ચંપકમાલા કહે છે, “નાથ! આજ મારૂં જમણુ નેત્ર ફરકે છે. કંઈક અશુભ નિમિત્ત થવું જોઈએ. શું થશે એ હું જાણતી નથી પણ મને ચેન પડતું નથી.” સ્ત્રીનું જમણું નેત્ર ફરકે એ અશુભ ગણાય છે વીરધવલે કહ્યું “દેવી ! સ્ત્રીનું જમણું નેત્ર ફરકે એ સારું નથી પણ તું ચિંતા ન કર. બધું સારૂં જ થશે છતાં પણ અશુભ થશે તે હું પણ તારી સાથે ચિતા પર અગ્નિનું શરણ કરીશ. અને આમ આશ્વાસન આપી રાજા પ્રાતઃ કાર્ય પતાવી રાજસભામાં ગયા. માત્ર ચાર જ ઘટીકા પછી વેગવતી દાસી દોડતી રાજસભામાં આવી. અને રાજાના ચરણે હાથ જોડી ધ્રુજતી બોલવા લાગી “મહારાજ ! જલદી મહેલે પધારે. રાણી ચંપકમાલાબા નિચેતન પડ્યાં છે. જલદી કરો.” રાજ તુરત જ મહેલે આવ્યો. શયન ખંડમાં પ્રવેશ કરતાં જ રાણીને નિચેતન લાકડાની જેમ જોતાંજ તે રૂદન: કરવા લાગ્યા. અને થોડીવારમાં મૂચ્છ ખાઈ ઢળી પડ્યો. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust