________________ mu સતી મલય સુંદરી “હજુ તું ન સમજી, પ્રિયે ! જેમ ગુણવર્માએ પિતાના વડીલને બંધનમુક્ત કર્યા એવા ગુણવર્મા જેવા પુત્રને-કુલદિપક પુત્રને હું પણ ઈચ્છું છું. આવું મેટું વિશાળ રાજ્ય છે, છતાં વંશવારસ નથી એ મારી ચિંતા છે. જેને ત્યાં કુળને ઉજાળનાર પુત્ર જન્મ નથી તેને જન્મ પણ વ્યર્થ છે. અને વંશને ઉચછેદ અને કાળજામાં કંટકની જેમ ખૂંચે છે. આ મારી ચિંતાનું કારણ!” વીરધવલે વાત પૂર્ણ કરી અને ચંપકમાલાના હદયમાં પણ પુત્ર કાજે નું દર્દ ઉત્પન્ન થયું. એ બોલી “નાથ ! એ. દુઃખ આપણું બનેલું છે. એમાં તે ભાગ્યની જ કે કોઈ દેવની જ સહાય જાઈએ. એ વિના આ બનવું મુશ્કેલ છે. વળી તણખલા જેવા દશ પુત્ર હોય તે પણ સ્ત્રી વંધ્યા જ ગણાય છે. અને કુલદિપક એકજ પુત્ર હોય તો તે સ્ત્રી, જનેતા ગણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે. જનની જણ તો ભક્ત જન -કાં દાતા કાં શૂર. નહિ તે રહેજે વાંઝણી–મત ગુમાવીશ નૂર. આમ આ પુત્ર પ્રાપ્તિના મને રથમાં બનને વિષાદમાં વહી રહ્યા હતા અને હવે કાર્યસિદ્ધિ ક્યારે કેમ થશે તેને અને વિચાર કરી રહ્યા હતા. અને રાત્રી પણ રૂમઝુમ વહી રહી હતી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust