________________ 20. સતી મલે સુંદરી શિબિકા કેમ છે?” રાજાએ કહ્યું એ પછી હું સર્વ જણાવીશ પણ હે પ્રિયે ! “તમારો વૃત્તાંત પ્રથમ જણાવે.” પ્રથમ મને સારી જગ્યાએ બેસાડે પછી બધી વાત કરું.” રાણીએ કહ્યું. તુરત એક આસોપાલવના વૃક્ષ નીચે સુંદર આસન પર રાણને બેસાડ્યા. લેકે પણ એમનું વૃત્તાંત જાણવા અધીર ઉત્સુક અને એકાગ્ર બન્યા. અને રાણીએ શરૂ કર્યું. - " નાથ ! પ્રભાતે મારી જમણી આંખ ફરતી હતી. મને ચેન પડતું ન હતું. વેગવતી સાથે મેં થોડીવાર વનવાટિકામાં પરિભ્રમણ કર્યું પણ એથી પણ સુખ ન થયું. એટલે હું પલંગ પર આવીને સૂતી. મને ક્ષણિક નિંદ્રા આવી. ત્યાં કેઈ રાત્માએ મને ત્યાંથી ઉપાડી. અને એક પડાડના શિખર પર લાવીને મુકી. મારૂ શરીર ભયથી કંપી રહ્યું હતું. એકાંત નિને પ્રદેશ જોઈને મને ભય લાગ્યો. મને હરનાર કેણ હશે, આ કયું સ્થાન હશે એમ વિચારતી હતી ત્યાં શિખર પર વભદેવનું ભવ્ય મંદિર જોયું. મારામાં હિંમત આવી. હું ત્યાં મંદિરમાં ગઈ પ્રશમરસનિનગ્ન સૌમ્ય એવી ભગવાન ઋષભદેવની પ્રતિમા નિડાળી અને મારામાં ભાલાસ જાગ્યો. મેં એકાગ્ર ચિત્તે પ્રભુની પ્રાર્થના કરી. રસુંદર મનથી કરેલી પ્રાર્થના જાણે ફળી હોય તેમ એક તેજસ્વી આભામંડળને પ્રસારતી દેવી ચકેશ્વરી દશ્યમાન થયાં અને મધુર અવાજે કહ્યું “હે બાલા ! તારા પર દુઃખનું વાંદળ છે છતાં તારી પ્રભુભક્તિ જોઈ હું તારા પર પ્રસન્ન થઈ છે. આ ત્રાષભદેવ પ્રભુની હું અધિષ્ઠાતા દેવી ચકેશ્વરી છું. આ પહાડનું નામ મલયગિરિ છે. તેથી મારું બીજું નામ મલયદેવી છે. તું આ મલયગિરી પર આવી છે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust