________________ 14 સતી મલય સુંદરી Saa રાક્ષસે ઘડીના છઠ્ઠા ભાગમાં. રાજ્યાભિષેકની તૈયારી કરી. અને “વિજ્યચંદ્ર રાજાની જય ના ગગન ભેદી નાદે એ નગરી ગાજી ઉઠી. સુંદર મુતે રાજ્યાભિષેક થયા બાદ વિજયચંદ્ર રાજાએ ગુણવર્માને કહ્યું “મિત્ર! તારી સહાયથી આ કાર્ય સિદ્ધિ થઈ છે. હવે તું જે મનમાં આવે તે વરદાન માગી લે. જોઈએ તે અર્ધ રાજ્ય તું સ્વીકાર.” | ગુણવર્માએ નમ્રતાથી કહ્યું “રાજન્ ! મારે રાજ્યની જરૂર નથી. તમારી નિર્મળમિત્રી જ મારે મન રાજ્ય છે. પણ તમે જે ચંદ્રાવતીમાં બન્ને શેઠને સ્થંભન કરીને આવ્યા છે તે મારા પ્રિય વડીલ પિતા અને કાકા છે. તેમને મુક્ત કરે. એમને અપરાધ ક્ષમા કરે.” આ શબ્દ સાંભળી વિજયચંદ્ર આશ્ચર્ય પામ્યા. અહ! ક્યા તે બને ધૂર્ત શેઠીયા ! અને કયાં ગુણશાળી ગુણવર્મા તેમને પુત્ર! ખરેખર કાદવમાં કમલ નિપજે તે ઉતિ બરાબર છે. તુરત વિજયચંદ્રએ જવાબ અપે. “મિત્ર ! તારા ઉપકાર - આગળ એ વાત તે કેાઈ વિસાતમાં જ નથી–પણ એ કાર્ય તું પણ કરી શકે છે. અહીંથી નગરની બહાર એકઝંગ નામે પર્વત છે. તેની ગુફામાં દેવ અધિષ્ઠિત એક ગુપ્ત કુપિકા છે. તેનાં પાણી નેત્રપાંપણની જેમ વારંવાર વિકસ્વર બંધ થાય છે. તેનું પાણી જે થંભન થયેલ પુરુષને પુત્ર લઈ લાવે અને સ્થભિત પિતાને છાંટે તે તે તત્કાળ મુક્ત બને. આ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. પણ એ પાણું લેતાં જે કંઈ ભય પામેતે તે -મરણ પામે. માટે તમે સાહસિક અને ગુણવાન છે તમે જરૂર -એ કરી શકશે. . . . P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust