________________ કાર્યની સિદ્ધિ , 13 કરવા બેસી ગયા અને ટુંક સમયમાંજ રાક્ષસ નિંદ્રાધીન થવા લાગ્યો. આ બાજુ વિજયચંદ્ર પણ થંભન વિદ્યાના મંત્રને, જાપ જપવા લાગ્યો. વારંવાર સુંદર પગમર્દનથી જ્યાં રાક્ષસ સંપૂર્ણ નિદ્રા વશ થઈ ગયે ત્યાં વિજયચંદ્રને જાપ પણ પૂર્ણ થઈ ગયે.. રાક્ષસ થંભિત થઈ ગયે. ગુણવર્મા પણ પગમર્દન છેડી ઉભું થઈ ગયું. રાક્ષસ જ્યારે જાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠી જ શકતું નથી. ઘણું બળ કરવા માંડયો છતાં જ્યારે તે પૂતળાની જેમ સ્થિર થઈ ગયે ત્યારે વિજયચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા. રાક્ષસ પરિસ્થિતિ સમજી ગયા. એ પાંજરામાં પૂરાયેલ સિંહની સ્થિતિ પામ્યો હતો, તે ધીરેથી બેલ્યો. “એય યુવાને ! તમે મને સ્થભિત કર્યો લાગે છે. મને શીધ્ર છૂટો કરે-મારી શક્તિ તમે વશ કરી છે તે બદલ ધન્યવાદ પણ થંભન દૂર કરશે તે તમે કહેશે તેમ કરીશ.” - વિજયચંદ્ર હસીને બોલ્યા, “હે રાક્ષસેન્દ્ર! જે તું આ નગરી પ્રત્યેનું તારું પૂર્વ વેર મૂકી દે, અને નગરીને વસ્તી યુક્ત બનાવે તે જ તને છૂટો કરૂં.” રાક્ષસ બન્નેના પરાક્રમથી ખૂશ થયો હતો. તેણે તરત જ તે વાત સ્વીકારી. વિજ્યચંદ્ર સ્થંભન વિદ્યા પાછી ખેંચી લીધી. રાક્ષસે પણ શરત મુજબ ફરીવાર નગરી હરીભરી નવ પલ્લવિત કરી દીધી. અને બનેની પીઠ થાબડી દાસની જેમ, ઉભો રહ્યો. વિજયચંદ્ર નગરીમાં પિતાને રાજ્યાભિષેક કરવાનો હુકમ કર્યો. અને મૂળ પ્રધાનને મંત્રીપદ સ્વીકારવા વિનંતી કરી.. K. C . P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust