________________ પ્રવાસીની શોધ 33333333333333333 ગુણવર્માના મનમાં વિષાદને પાર નથી. પોતાના વડિલે ભલે ગુણહીન હોય પણ પિતાની ફરજ એમને દુઃખમાંથી મુક્ત કરવાની છે. બસ ! આ એક જ ભાવનાથી એ યુવાન પ્રવાસીની શોધ કરવા લાગ્યા. અનુક્રમે અનેક ગામ, નગર, વન ઉપવનમાં શોધ કરતે. એક નિર્જન નગરમાં આવ્યો. માર્ગના શ્રમથી તેનું મન અતિખિન્ન થયું ન હતું. પણ આટલા શ્રમ બાદ પણ એ યુવાનની પ્રાપ્તિ ન થઈ તેથી તેના મનને રંજ થયો હતો. જ્યાં એ એક ભવ્ય મહાલય પાસે વિશ્રાંતિ લેવા બેઠો ત્યાં એક સુંદર વ્યક્તિ તેને જોવામાં આવી. તે યુવાન તેની પાસે જ આવીને ઉભે. ગુણવર્માનું ભવ્ય મુખારવિંદ અને સૌમ્યપ્રભા જોઈ તે યુવાને પૂછયું. “હે વીર નરોત્તમ! તું કોણ છે અને અહીં કેમ આવ્યું છે?” ગુણવર્માએ વિચાર્યું, હાલ તે આ વ્યક્તિ કોણ છે તે જાણી લેવું. તે આશયે તેણે કહ્યું. “હું એક પ્રવાસી છું. વેપાર કાજે પરદેશ જાઉં છું. પણ આ નગર કેમ નિર્જન છે? તમે કેમ એક્લા જ અહી છે? જે વાંધો ન હોય તે જણાવે.” તે યુવાને આ નગરનો અને પિતાને ઇતિહાસ કહ્યો...... આ કુશવર્ધન નામે નગર છે, અહિં સુર નામે રાજા રાજ્ય કરતું હતું. તેને બે રાજકુમાર હતા. એક મોટો જયચંદ્ર, નાનો વિજયચંદ્ર. મારા પિતા એ સુર રાજા. એ દેવગત થયા અને રાજ્ય મારા મોટાભાઈ જયચંદ્રને મળ્યું. મને રાજ્યભાગ મોટાએ P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust