________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨.૩
જેન રામાયણ હજાર સુભટો સાથે ઘાત કર્યો! ખરેખર, મને તો લાગે છે કે સીતાના નિમિત્તે રાક્ષસકુળનો સર્વનાશ થશે.'
નહીં સ્વામિનું, આપ કોઈ ઉપાય કરો અને લંકાની રક્ષા માટે સુયોગ્ય પ્રબંધ કરો.”
તમારી વાત ઠીક છે, પરંતુ શસ્ત્ર, અસ્ત્ર, યંત્ર કે મંત્ર દ્વારા કરેલું રક્ષણ પવિત્રતા અને ચારિત્ર્યની આગળ ટકી શકતું નથી. શ્રી રામની પાસે પવિત્રતા છે, ન્યાય છે, ચારિત્ર્ય છે. તેમની સતી સ્ત્રીનું મહાન સતીત્વ શ્રીરામનું અભેદ કવચ છે, રાક્ષસ સુભટો એ દુર્ભેદ્ય કવચને ભેદી શકશે નહીં,
“જે બનવાકાળ હશે તે તો બનવાનું જ છે રાજન' પરંતુ મનુષ્ય પોતાના શક્ય પ્રયત્નો તો કરવા જ જોઈએ ને? લંકાપતિને કોણ સમજાવવા સમર્થ છે?
જ્યાં આપ જેવા મહાત્મા પુરુષની હિતકારી વાત પણ તેમણે તિરસ્કારી કાઢી, તો પછી તેમની ઇચ્છાવિરુદ્ધ સલાહ આપવાની, નૈતિક હિંમત બીજા કોનામાં છે?
પણ જો લંકાપતિ નહીં સમજે, પોતાની જીદ નહીં ત્યજે, તો લંકા સ્મશાનભૂમિ બનશે. આજનું નંદનવન કાલે ગીધડાંથી ચૂંથાતાં મડદાંઓથી ગંધાઈ ઊઠશે.”
બિભીષણે એક મોટો નિસાસો નાંખ્યો. મંત્રીવર્ગને નગરની સુરક્ષાના યોગ્ય આદેશો આપી, બિભીષણ ચિન્તાના સાગરમાં ડૂબી ગયો.
૦
૦
૦
For Private And Personal Use Only