________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિભીષણ
૬૫
અર્થ નથી. એ એવી કામપરવશ સ્થિતિમાં મુકાયેલા છે કે જે સ્થિતિમાં હિતઅહિત, ઉચિત-અનુચિતનો નિર્ણય કરી જ ન શકે, માટે અમાત્ય-વર્ગને બોલાવી, એ વર્ગને આ પરિસ્થિતિથી જ્ઞાત કરવો જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ. પછી આગામી કાર્યક્રમ યોજવો જોઈએ.
બિભીષણના ભવ્ય મહાલયમાં લંકાનું મંત્રીમંડળ એકત્ર થયું. બિભીષણ આવી રીતે મંત્રીમંડળને ભેગું કરતા ન હતા. વળી આ મંત્રણાને ગુપ્ત રાખવાના પણ પ્રબંધ થયેલા હતા. બિભીષણના મુખ પર છવાયેલી ગંભીરતા, ઉદાસીનતા અને ઝીણી વ્યથા મંત્રીઓ વાંચી શકતા હતા.
બિભીષણે કહ્યું :
‘હે રાક્ષસકુળનું હિત ચાહનારા મંત્રીશ્વરો, આજે એક મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિથી જ્ઞાત ક૨વા મેં તમને બોલાવ્યા છે. તમે રાક્ષસકુળના ગૌરવવંત ઈતિહાસને જાણો છો. બનેલી ધટના હું પછી કહીશ. એ પૂર્વે હું આપને પૂછું છું કે કામ, ક્રોધ, લોભ, મત્સર વગેરે અંતરંગ શત્રુઓ ભૂતની જેમ ભયંકર છે. એમાંનું એક પણ ભૂત કોઈ પ્રમાદીને વળગે તો શું કરે?'
'વિનાશ!'
અંતરંગ શત્રુઓમાં એક કામવાસના પણ સર્વનાશ કરવા શક્તિમાન છે. તેમાંય પરનારીની અભિલાષા? તમે કદાચ જાણતા હશો. મેં ગઈ કાલે જ જાણ્યું કે મહારાજા દશમુખ, એક પરસ્ત્રીને અપહરણ કરી લાવ્યા છે. શ્રી રામની એ ધર્મપત્ની છે, મહાન સતી છે.
આ સ્ત્રી નિમિત્તે સ્વર્ગસમાન લંકા સંકટના સાગરમાં ડૂબી જશે. લંકાનો અધિપતિ પરાક્રમી હોવા છતાં, શ્રી રામ-લક્ષ્મણથી બચી શકશે નહીં.’
અમાત્યો વિચારમાં પડી ગયા. મહામાત્ય બોલ્યા :
‘સ્વામિન્, આ વિષયમાં અમે શું સલાહ આપીએ? આપ દીર્ઘદ્રષ્ટા, ગંભીર અને લંકાનું હિત ચાહનાર છો. અમે તો નામના જ મંત્રી છીએ. આપ આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ માર્ગ કાઢો.'
‘શું કરવું? લંકાપતિ કામ૫૨વશ છે, એમને કોઈ સલાહ આપવી, તે વ્યર્થ છે. મિથ્યાદષ્ટિને જિનેશ્વરનો ધર્મ નથી સમજાતો. ખેર, મને સમાચાર મળ્યા કે શ્રીરામની પાસે સુગ્રીવ, હનુમાન, વિરાધ વગેરે રાજાઓ ભેગા થયા છે. સીતાની શોધ થઈ રહી છે. ન્યાયી મહાત્માઓનો પક્ષ કોણ ન લે? શ્રી રામલક્ષ્મણ સાચે જ મહાન છે. એક લક્ષ્મણે દંડકારણ્યમાં ખર વિદ્યાધરનો ચૌદ
For Private And Personal Use Only