________________
કર્મવાદના સૂત્રે ઉપર રચાયેલ જૈનશાસનના મુમુક્ષુ છવ માટે લકિક દૃષ્ટિએ એક સનાતન પ્રશ્ન એ રહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ હશે કે કેમ ? ઈશ્વર, જગન્નિયતા તરીકે સૃષ્ટિના અણુ અને પરમાણુ, માનવ અને પશુ જીવન, સ્વર્ગ અને નર્ક, આ બધાનું ખરેખર નિયમન કે નિયંત્રણ કરતા હશે કે શું ? મહાભારતમાં પણ, પ્રાણું કર્મોથી બંધાયેલ છે તેમ કહેવામાં આવ્યું હોય, તે ઈશ્વરનું સાચું સ્થાન શું? આ તે માટી અને ગહન ફિલસુફી છે, અને અનેક પંડિતએ, આચાર્યોએ અને ઝષિમુનિઓએ આ ગહનતા સરળ કરવા કેશિશ કરી છે. સાચે જૈન તે એમ જ માનશે કે ઈશ્વરના અસ્તિત્વ કરતાં આત્માના અસ્તિત્વનું સાતત્ય છે અને આત્મા એ જ પરમાત્મા છે. કર્મને બંધનથી બધું નિયંત્રણ થાય છે, અને શુભ અશુભ કર્મનું ફળ એ અતિ સ્વાભાવિક છે. “અનેકાન્ત સમીક્ષા અને કર્મ સાધના પણ અતિ વિદ્વતાભર્યા ખંડ છે, અને મુકિત ઝંખતાં મુમુક્ષુઓને પિતાની સાધના સહાયક બને તેવી તેમાં જ્ઞાનગંગા ભરી છે. તમે ગુણ માનવ સહજ છે. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તેમ તેની મુખ્ય નિશાની નિષ્કિયતા છે, પ્રમાદ છે. પ્રમાદ, આળસ, ઊંઘ, કાર્યથી ગભરાઈ જવું, એ તમોગુણના સ્પષ્ટ ચિહને છે. અને પ્રમાદ–આળસને જ્ઞાનીઓએ મનુષ્યમાં રહેલ મેટામાં મોટો દુશમન માન્ય છે. જ્ઞાની પુરુષે આળસને હમેશાં દૂર રાખવા બાધ આપે છે. મનની જાગ્રત અવસ્થા રાખવી હોય તે પ્રમાદ–આળસ-ઊંઘને જીતી લેવી એ પ્રથમ જરૂરિયાત છે. સતત જાગ્રત રહે, સાવધાન રહેતો, અને પ્રત્યેક ક્ષણ પિતાનું સાચું સ્વરૂપ દષ્ટિ સમક્ષ રાખતો મુમુક્ષુ જીવ, સિદ્ધ દશાને અવશ્ય પામે છે. જ્યાં સાધનાની પરાકાષ્ટા હોય, પ્રચંડ પુરુષાર્થને ભગીરથ પ્રયાસ હોય તે સિદ્ધિ સામે ચાલી આવી રહે છે. એ સિદ્ધાત્માઓના જીવનને પ્રસાદ છે, અને તેથી જ તમોગુણના ત્યાગમાં સિદ્ધિનું સંપાન છે. છેવટનાં ખંડમાં, ધનતેરસથી શરૂ કરી, ભાઇબીજના તહેવારને ૨પર્શતા લૌકિક ખ્યાલોને ઉલેખ કરી, આ બધા ખંડમાં આખરે જે જ્ઞાતા છે, જે દષ્ટા છે, તેનું જ સર્વથી વિશેષ પ્રભુત્વ છે તેનું પૂ. મહારાજ સાહેબે સુંદર દર્શન કરાવ્યું છે. અંતમાં, ભકિતની ભવ્યતાને વિસ્ફોટ કરી, ભક્તિ એ સાર્વભૌમ સાધન છે, અમેદ્ય બ્રહ્માસ્ત્ર છે અને ભક્તિ દ્વારા આત્મન્નતિ વિશેષ સરળ બને છે, એવી અમૃતવાણી છેલા ખંડમાંથી પ્રાપ્ત થાય છે. સર્વ જી સિદ્ધ થઈ શકે છે. માત્ર જીવને આ વાત સમજવાની જરૂર છે. આવું રૂડું સત્ય સમજયા પછી તેને જરૂર રહે છે જીનદશાની, એટલે કે જૈનધર્મના પ્રબોધેલ આચરણની, અને સાથે સાથે સદ્દગુરુ આજ્ઞાની. આ અતિ મૂલ્યવાન ગ્રંથમાં સદ્દગુરુ આજ્ઞા તે મુમુક્ષુ જી માટે પડી જ છે અને મુકિતના ભાગ માટે પ્રત્યક્ષ સગુરુ સમાગમ આવશ્યક મનાય છે. પરંતુ જ્યારે સદૃગુરુ પ્રત્યક્ષ ન હોય ત્યારે તેમણે બેધેલા વચનનું અવગાહન પણ એટલું જ પુણ્યકારી અને પાવનકારી બને છે. આવું પાવનકારી આ પ્રકાશન પણ બનશે, કારણ કે તે દ્વારા પૂ. મહારાજ સાહેબે બોધેલા અનેક વચનેને અવગાહન અતિ સરળ રીતે થઈ શકશે. જ્ઞાની, અજ્ઞાની સ્ત્રી પુરુષ સૌ કેઈને માટે આ ગ્રંથની વાણી આ ન્નતિને માર્ગે વાળી શકે તેમ છે. તેથી પ. પૂ. મહારાજ સાહેબનું, વિશાળ જૈન સમાજ ઉપરનું અતિગણું