________________
'. ૨૫ થઈ શકે તેવા પણ વખતમાં ધર્મની ક્રિયા મોક્ષના ઉદેશથી જ કરવાની છે, અને તેથી જ શાસ્ત્રકારો મેક્ષબુદ્ધિથી થતી ધર્મની આરાધના માટે આઠ ભનું નિરંતરપણું માને છે.
એ અપેક્ષાએ વર્તમાન પાંચમા આરામાં પણ દરેક ભવ્યઆત્માએ સર્વકર્મના ક્ષયરૂપી મોક્ષને ઉદ્દેશ રાખીને દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મમાં પ્રવર્તવાનું હોય છે તે ધર્મ અન્યમતની અપેક્ષાએ ભલે એકલા તત્વજ્ઞાન સ્વરૂપ કે કિયાસ્વરૂપ ભલે હોય, પરંતુ જનધર્મની અપેક્ષાએ એકલી ક્રિયામાં પૂર્ણ ધર્મ નથી. તેમજ એકલા જ્ઞાનમાં પણ ધર્મ નથી, કિન્તુ જૈનધર્મની અપેક્ષાએ તે જગતમાં જેમ રથમાં બે ચક જોઈએ અને તે બન્ને સરખાં જ હોવાં જોઈએ. તેવીજ રીતે જ્ઞાન અને ક્રિયા બને તેવા સાથે બનેની સરખાવટ હેવી જોઈએ.
આ કારણથી શ્રી જૈનશાસનમાં દ્વાદશાંગીની ઉત્પત્તિ સાથે જ સંયમધર્મરૂપી ક્રિયાની પ્રવૃત્તિ માનવામાં આવી છે અને પાંચમા આરાના છેડે સંયમધર્મની સ્થિતિ માનતાં છેલ્લાં દુષ્ણસહસૂરિને શ્રી દશવૈકાલિક વગેરે આગમના જાણકાર માન્યા છે અને તેથી જ તેમને સંયમધર્મવાળા પણ માન્યા છે. એટલે સંયમધર્મના વ્યુચ્છેદની સાથે જ મૃતધર્મને વિચ્છેદ માનવામાં આવ્યું અને કૃતધર્મના વ્યુચ્છેદની સાથે જ સંયમધમને મ્યુચ્છેદ માનવામાં આવ્યું, એટલે મૃતધર્મ અને સંયમધર્મની પ્રવૃત્તિ જેમ સાથે થાય, તેમ નિવૃત્તિ પણ સાથે જ થાય. માટે સંયમધર્મની કે જૈનધર્મની જેને જેને રક્ષા કરવી હોય તેને મૃતધર્મની પ્રવૃત્તિમાં પ્રથમ નંબર રાખવું જોઈએ. આ વાત જેઓના ધ્યાનમાં હેય તેઓ ભગવાન જિનેશ્વર મહારાજે અર્થ થકી પ્રવર્તાવેલા અને ભગવાન ગણધર મહારાજે સૂવથકી ગૂંથેલા આગમને જૈન ધર્મના આધાર તરીકે માનવામાં કદી પણ કચાશ રાખશે નહિ.
આ વસ્તુ જ્યારે વિચારવામાં આવશે ત્યારે મહારાજા કુમારપાળે મંત્રી વસ્તુપાલ તેજપાલે અને સંગ્રામની વગેરે ભાવિક શ્રાવકેએ