________________
આગમ અને તેની અવિચ્છિન્નતા.
સકલ જૈન જનતાને આ તે ધ્યાનમાં જ છે કે જૈનશાસનનું મુખ્ય ધ્યેય મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નથી. જો કે અન્ય મતવાળાઓ પણ જેનાથી ઉન્નતિ અને મોક્ષની સિદ્ધિ થાય તેને ધર્મ કહે છે, અને જૈનશાસ્ત્રકારે પણ તે જ પ્રમાણે મેક્ષ અને સ્વર્ગની સિદ્ધિને કરનાર એટલે સ્વર્ગ અને અપવર્ગને દેનાર ધર્મ છે એમ કહી ધર્મના સ્વર્ગ અને મક્ષ બન્ને ફળે જણાવે છે. છતાં જૈનશાસ્ત્રકારે સ્વર્ગને ઉદ્દેશ તરીકે નહિ જણાવતાં ખેતીમાં પરાળ થાય તેની માફક માત્ર આનુષંગિક જણાવેલ છે, એટલું જ નહિ, પરંતુ જિનેશ્વર મહારાજના કેઈપણ શાસ્ત્રમાં દેવપણું, ઇંદ્રપણું, ચકીપણું કે રાજા પણું વગેરે માટે ધર્મક્રિયા કરવાનું જણાવાયું નથી, જે કે શુદ્ધધર્મના આચરણથી દેવપણું વગેરે પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્રકારે પણ તપ સંયમથી દેવતાપણું, સમ્યકત્વથી વૈમાનિકપણું, એક દિવસના ચારિત્રથી પણ વિમાનિકપણું, ઉપશમશ્રેણિમાં કાળ કરવાથી લવસતમ દેવપણું વગેરે જણાવી ધર્મનું ફળ સ્વર્ગ છે એમ જણાવે છે. વળી શ્રી જિનેશ્વર મહારાજની પૂજા, સામાયિક, પૌષધ અને શ્રાવકપણાથી પણ દેવપણું થવાનું જણાવે છે. પરંતુ તે બધાં ફળને તેઓ પરાળની માફક આનુષગિક ફળ તરીકે જણાવે છે, એટલું જ નહિ, પરંતુ એ સ્વર્ગાદિપ્રાપ્તિરૂપ આનુષગિક ફળને જેઓ મુખ્ય ફળ તરીકે ગણે તેને સમ્યકત્વ થયેલું નથી એમ ચોક્કસપણે ગણે છે, અને તેવા અને મિથ્યાવીની દશામાં ગણે છે, અને એ જ કારણથી શાસ્ત્રકારો પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા જેવી એક નાની ક્રિયામાં પણ સર્વ પાપના નાથદ્વારા મોક્ષરૂપી ફળ જણાવે છે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થવાની યેગ્યતા હોય, તે જ વખતે જૈનધર્મને માનનારાઓએ મેક્ષને ઉદ્દેશ રાખવે એમ નથી, પરંતુ પાંચમા આરા જેવા એક્ષપ્રાપ્તિ નહિ