________________
અવંતિનું આધિપત્ય કલિસંવત અને યુધિષ્ઠિર સંવત કે મહાભારત સંવત, એ બન્નેને એક માનનારાઓના મત પ્રમાણે કલિસંવતથી શકસંવત ૩૧૭૯ વર્ષે શરૂ થયાનું માનવામાં આવે છે. ચાલુ જૈન સંપ્રદાય પ્રમાણે આ શકસંવત અને નન્દસંવત વચ્ચે ૫૪૫ વર્ષનું અંતર છે, કેમકે શકસંવત મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષે શરૂ થયો હતો, જ્યારે નન્દસંવતની શરૂઆત મ.નિ ૬૦ વર્ષ છે એટલે ૬૦૫ માંથી ૬૦ બાદ કરતાં એ બે સંવત વચ્ચેનું અંતર ૫૫ વર્ષ આવે. આ ૫૪૫ વર્ષ કવિસંવત અને શકસંવતના અંતરનાં શોષાયેલાં ૩૧૭૯ વર્ષમાંથી બાદ કરતાં કલિસંવત અને નન્દસંવત વચ્ચેનું અંતર ૩૧૭૯-૫૪પર૬૩૪ વર્ષ આવે.
કલિયુગસંવત અને યુધિષ્ઠિર સંવત વચ્ચે ૫૩ વર્ષનું અંતર છે. તે બને ભિન્ન છે એવી માન્યતા ધરાવનારા વરાહમિહિરાદિ લેખકો-ભારત યુદ્ધ પછી તરત જ શરૂ થયેલું યુધિષ્ઠિરાજ્ય અને શકકાલ એ બે વચ્ચે ૨૫૨૬ વર્ષનું અંતર લખે છે. તે હિસાબે, શકસંવત અને તેની પૂર્વે પ્રવતેલા નજસંવત એ બન્નેના અંતરનાં ૫૪૫ વર્ષ ઉપરોક્ત ૨૫૨૬ માંથી બાદ કરતાં યુધિષ્ઠિર રાજ્ય અને નંદસંવત વચ્ચેનું અંતર ૨૫૨૬૫૪૫=૧૯૮૧ આવે છે. વિષ્ણુપુરાણ અને ભાગવતથી જાણવામાં આવે છે કે, ૩૭ શ્રીકૃષ્ણના સ્વર્ગગમન પછી તરત જ કલિયુગની શરૂઆત થઈ હતી મહાભારતગ્રંથ પ્રમાણે ભારતના યુદ્ધ પછી પતરાષ્ટ્રની હયાતીમાં ૧૫ વર્ષ અને સ્વતંત્ર રીતે ૩૬ વર્ષ એમ ૫૧ વર્ષ યુધિષ્ઠિરે રાજ્ય કર્યા બાદ શ્રીકૃષ્ણનું સ્વર્ગગમન, કલિયુગપ્રારંભ અને પરીક્ષિતનો રાજ્યારંભ થયેલ હતું. આ મંતવ્ય પ્રમાણે કલિસંવત અને શકકાલ વચ્ચે પહેલાં જે ૩૧૭૯ વર્ષ કહ્યાં છે તેમાં ભારતયુદ્ધથી કલિસંવતના અંતરનાં ૫૧ વર્ષ ઉમેરીએ એટલે ભારતયુદ્ધ અને શકકાલ વચ્ચેનું અંતર ૩૧૭૯+૫૧=૩૨૩૦ આવે છે. આ ૩૨૩૦ માંથી નંદસંવત અને શકકાલ વચ્ચેના અંતરનાં જે ૫૪૫ વર્ષ છે, તે બાદ કરીએ તે ભારતયુદ્ધ અને નન્દસંવત વચ્ચેનું અંતર ૩ર૩૦-૫૪૫=૩૬૮૫ વર્ષ આવે છે. ૩૮
કેટલાક સંશોધકો ભારતના યુદ્ધને ઉપરોક્ત સમય કરતાં પણ વધારે દૂર પૂર્વમાં લઈ જાય છે.
(૩૫) . સંવર જે રૂ.૭૨ કોણે કરિશુળ સંવત આ વાત છે” (૩૬) ગરમાણુ પુજા, રાતિ પૃથ્વી સુધિષ્ઠિરે કૃપત . દિયુત, વાતરા થરા ૨ |
શાહીસહિંતા, લવિાર . . (३७) यदेव भगवद्विष्णो-रंशो यातो दिवंद्विज । वसुदेवकुलोद्भूत-स्तदैव कलिरागतः
विष्णुपुराण अंश ४, अध्याय २४, श्लो०५५ विष्णुभंगवतो भानुःकृष्णाख्योऽसौ दिवंगतः। तदाविशत्कलिलोक, पापे यद्रमतेजनः॥
ન માગવત, હાથ ૨૨, અધ્યાય ૨. ૦ ૨૨. (૮) ઉપરક્ત-ભારત યુદ્ધ અને નન્દ સંવત વચ્ચેનું અંતર નેધવામાં મેં “મારત પ્રાચીન સૉા ' નામના પરાકને ઉપગ કર્યો છે. સ્પષ્ટતા માટે જુઓ તે કસ્તાન પૂ. ૩ થી ૬.