Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 326
________________ અવંતિનું આધિપત્ય અંક માત્ર લખવાથી કરવામાં આવી છે. કેટલાક લેખક મહાશયો ચષ્ટનને રાજત્વકાલ ૮થી ૧૧૦ સુધી લખે છે તે ૮૦ ની સાલ ઉપરોકત ૭૮ ની લગભગ છે. હવે આપણે સમજી શકીશું કે, ટેલેમી ઇ. સ. ૧૨૮ થી ઈ. સ. ૧૫૬ સુધી વિદ્યમાન પિલેમાવીના સમકાલીન, જે ટીઅસ્ટનેસને કહી રહ્યો છે તે ટીઅસ્ટનેસ ચક્ટન નહિ, પણ ચેષ્ટનવંશી–તેના સમયમાં ઉજજયિનીમાં રાજયકર- ચક્ટને પાત્ર-સદ્ધદામા હતો. ટોલેમીએ પિતાની ભૂગોળ દ્ધદામાનું અવન્તિ પર રાજ્ય સ્થપાયા બાદ જ લખેલી હોવી જોઈએ, નહિ કે ઈ. સ. ૧૩૮ થી પહેલાં ઈ. સ. ૧૩૦ ની લગભગમાં. ટોલેમીની ભૂગોળને ચપ્ટનના સમય સુધી લઈ જવામાં, મને નથી લાગતું કે કઈ પ્રામાણિક પુરાવો હોય. અસ્તુ. ચપ્ટનને પિતા સામતિક ક્ષત્રપ હતો. તે મહાક્ષત્રપ બન્યું નથી, પણ ચટ્ટન પહેલાં ક્ષત્રપ હાઈ પછી મહાક્ષત્રપ થયો છે. ચષ્ટનના વંશમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપને જે ઇલ્કાબ લખવામાં આવે છે તે કેના તાબેદાર સૂબા અને સરસબા જેવો નહિ, પણ યુવરાજ અને સ્વતંત્ર રાજા જેવો છે. આમ છતાં ચક્ટને કે તેના વંશજ દામા જેવાએ પણ હિંદી સ્વતંત્ર રાજાને માટે લખી શકાય તે મહારાજાધિરાજનો ઈકાબ લખ્યો હોય એમ જણાતું નથી. ક્ષહરાટ અને શકામાં ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સાહી તરીકે જ પિતાની ઓળખાણ આપવાની ખાસીયત હોય એમ તેમના લેખો અને સિક્કાઓથી સમજાય છે, પછી ભલેને, તેઓ કોઈની સૂબેદારી કરતા હોય કે સર્વથા વતંત્ર હોય. ભૂમક, નહપાણ, જિઓનિસિઅસ રાજુલુલ, વિગેરે; પાર્થિયનો યા ગ્રી કે કુશાનોની જેમ પોતાને મહારાજા, રાજરાજા, રાજાધિરાજ, વિગેરે ન લખતાં રાજા ક્ષત્ર૫, રાજા મહાક્ષત્રપ સ્વામી એવી રીતે જ પોતાને લખી રહ્યા છે. ચષ્ટનવંશી ક્ષત્રપોમાં એવી પણ ખાસીયત જણાય છે કે, પિતાની પાછળ વડીલપુત્ર વારસ થાય પણ તેને નાના ભાઈઓ ન હોય તે. જે નાના ભાઈઓ હેય તો વડીલપુત્રથી પહેલાં તેઓ જ ગાદી પર આવતા હતા. મહાક્ષત્રપ ચપ્ટન રાજા પછી તેની ગાદી પર જયદામાં આવ્યો હતે. ચેષ્ટનનો પુત્ર અને રદ્ધદામાને પિતા આ રાજા લેખ અને સિક્કામાં ક્ષત્રપ લખાય છે તે પરથી અને સ્વદામાં જૂનાગઢના શિલાલેખમાં પિતાના હાથે જ મહાક્ષત્રપ પદ મેળવવાની વાત લખે છે તે પરથી સંશોધકે એવું અનુમાન બાંધે છે કે, જયદામાં એ ચપ્ટન કે સ્ત્રદામા જે પરાક્રમી નહિ, પણ નિર્બળ રાજા હોઈ તે તેના પિતાએ જીતેલા અને તેને વારસામાં મળેલા પ્રદેશો પર સ્વતંત્ર રહી શક્યો નથી, તેને આશ્વેની આધીનતા સ્વીકારવી પડી હશે. કહે છે કે, આ જ કારણથી તેના પુત્ર દ્ધદામાને આશ્વરાજાને બે વાર હરાવવાની ફરજ પડી હતી. આ ઉપરથી સૌરાષ્ટ્ર વિગેરે પ્રદેશોની, શકે અને આન્દ્રો વચ્ચે લે દેની પરંપરા ચાલી હતી એવો અર્થ થાય છે. શક પાસેથી શાલિવાહને એ પ્રદેશો જીતી લઈ તાબે કર્યા હતા તે ચક્ટને શાલિવાહનના અને શૂદ્રના મૃત્યુ બાદ આન્ધરાજા શિવશ્રીસાતકણિ પાસેથી જીતી લઈ પિતાને તાબે કર્યા. આ પછી તે પ્રદેશને ચપ્ટનના પુત્ર જયદામા પાસેથી આ~રાજ શિવશ્વાતિ પછી આવેલા ગાતમીપુત્ર યજ્ઞશ્રી સાતકર્થીએ જીતી લઈ તાબે કર્યા હતા તે રદ્રદામાએ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણું પછી આવેલા વાશિષ્ઠીપુત્ર પુમાવી પાસેથી પડાવી લીધા. ઔદામાએ સા. ક. વા. પુ. ચત્રપણને બે વાર ખુલ્લા યુદ્ધમાં હરાવી આ% અને આબ્રત્યેના પાસેથી તેના પિતામહના તાબામાં નહિ એવા અપરાંત, નિષાદ, અનુપદેશ, આકરાવન્તિ, વિગેરેને જીતી લઈ તેમને એવા તે નિર્બળ બનાવી દીધા કે તેઓ ફરીથી પાછા ઊભા જ થઈ શકે નહિ. ગર્દભિલે પછી મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) વર્ષે અવન્તિને તાબો મેળવી ત્યાં આધ્રાએ ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આ પછી દામાએ મ. નિ. ૬૫ (ઈ. સ. ૧૭૮ ) વર્ષે અવન્તિનું આધિપત્ય મેળવ્યું તે તેના વંશજોના હાથમાં અઢીસે કરતાં ય વધારે વર્ષ રહી, અંતે મ. નિ. ૮૫૭ થી ૮૬૨ (ઈ. સ. ૩૯૦ થી ૩૯૫ )ના અરસામાં ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના હાથમાં ગયું. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર, હાલને કાઠિયાવાડ શકે અને તેમના માંડલિક આભીરોના હાથમાં હતે.

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328