Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૬ અવંતિનું આધિપત્ય લેખક મહાશય પણ લખે છે કે --એષ્ટના અધિકાર માલવા, ગુજરાત, કાઠિયાવાડ આર રાજપૂતાને કે મુચ હિમ્સ પર થા. ઇસીને ઉજજૈનકે અપની રાજધાની બનાયા; જે અન્ત તક ઉસકે વંશજોકી રાજધાનો રહી.” પરનું મહાક્ષત્રપ દ્ધદામાને ગિરનારની તલેટીમાં પડેલી અશોકના શિલાલેખવાળી મશહૂર શિલા પર લેખ જે રીતે વંચાયો છે તે વાંચન અને તેને અર્થ જે રીતે કરાય છે તે બરાબર હોય તે કહેવું જોઈએ કે, અવન્તિદેશનો જીતનાર સ્ત્રદામા છે, નહિ કે તેનો દાદો ચપ્ટન, અને જો એમજ છે તે પછી એને માળવાને જીતી લઈ ઉજજયિનીમાં પિતાના વંશની સ્થાપના કરી હતી એ વાત જ અસં. ગત થઈ પડે છે. વળી આ દ્ધદામાના શિલાલેખ પરથી, તિગાલી પઈન્વય, મહાવીરચરિત્ર, ત્રિલેકસાર વિગેરે ગ્રંથમાં મ. નિ. ૬૦૫ વર્ષ અને ૫ માસે જે શકરાજાની ઉત્પત્તિ લખવામાં આવી છે તે, અવન્તિને છતી ત્યાં આધિપત્ય સ્થાપનારા દ્ધદામાના અંગે જ છે એમ સિદ્ધ થાય છે. ભૂલવું ન જોઈએ કે, જૈનકાલગણનાના લેખકોને અવન્તિ પર આધિપત્ય કોનું હતું અને તે કેટલા વર્ષ હતું એનું જ સૂત્રાત્મક સૂચન કરવાનું છે, તેમણે અવન્તિને લક્ષ્યમાં રાખીને જ ઉલ્લેખ કર્યા છે. શક સંવતની ઉત્પત્તિ સામેતિકના રાજત્વકાલની શરૂઆતથી કે ચષ્ટનના રાજવલની શરૂઆતથી થઈ હોય એ વિવાદાસ્પદ અને તેથી અનિશ્ચિત હોય; પરંતુ એ વાત નિશ્ચિત છે કે, મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) ની મર્યાદાથી એ સંવત પ્રવર્તમાન થયો છે અને એ સંવતનો ૭૨ અંક રુદ્રદામાના શિલાલેખમાં લખાય છે. આ લેખ લખાયો તેથી ૧ર વર્ષ પહેલાં એટલે મ. નિ. ૬૦૫ (ઈ. સ. ૧૩૮) વર્ષે અવન્તિ ૫ર અંદામાનું આધિપત્ય સ્થપાઈ ચુક્યું હતું. અર્થાત; મ. નિ. ૬૧૭ (ઇ. સ. ૧૫૦) માં એ શિલાલેખ કોતરાવ્યું હતું તેથી પહેલાં દ્ધદામાને અવન્તિવિજય અને તેના હાથે દક્ષિણાપથના રાજ સાતકણની બે વાર હાર થઈ ચુકી હતી. રુદ્રદામાનો રાજત્વકાલ આશરે મ. નિ. ૫૭ થી ૬૧૭ (ઈ. સ. ૧૩૦ થી ૧૫૦) સુધી ૨૦ વર્ષને ગણવામાં આવે છે. તેના શિલાલેખમાં સંખ્યાબંધ દેશોના પિતે જ કરેલા વિજયની અને તેની વ્યવસ્થાની કામગીરીનું જે પ્રદર્શન કરવામાં આવ્યું છે તે પરથી અને શિલાલેખમાંની સાલ ૭૨ (ઇ. સ. ૧૫૦)થી પૂર્વે ૧૨ વર્ષે તેણે અવન્તિના વિજય સુધી કરેલી પ્રગતિ પરથી તેને ૨૦ વર્ષને રાજત્વકાલ હોય એ અસંભવિત નથી અદામા પિતાના લેખમાં જે અંક નંધે છે તે પ્રમાણે તેના રાજ્યારંભને અંક ૫ર (મ. નિ. ૫૭– ઈ. સ. ૧૩૦) આવે, અને તે પછી ૮ વર્ષે કરેલા અવન્તિ વિજયને એ અંક ૬૦ (અ. નિ. ૬૦૫– ઈ. સ. ૧૩૮) આવે. ક્ષત્રપોથી નેંધાતા આ અંકો ૩૦૪ સુધી સ્પષ્ટ અને તે પછી ૩૧ ૪ (અમુક એક અંક) સુધી અપષ્ટ પહોંચ્યા છે અને તે મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) વર્ષે શરૂ થયેલા મનાતા સંવતના છે. સમય વીતતાં “શનકાલ, “શકતૃપકાલ” કે “શાલિવાહનશાકે થી ઓળખાવાયેલો એ સંવત, વેમ (કડકિસિઝ બીજા)ના રાજ્યારંભથી માનો કે સામતિકના અથવા ચષ્ટનના રાજ્યારેભથી માન એ વિવાદાસ્પદ છે. મેં એ સંવતને ચટનના (અથવા તે કદાચ તેના પિતા સામતિકના). રાજ્યારંભથી શરૂ થયેલ માન્યો છે; અને આ પછી બરાબર ૬૦ વર્ષે તેના પૌત્ર દામાએ અવન્તિને વિજય કરી. ગિરિનગર કે મધ્યમિકામાંથી પોતાની રાજધાની તે દેશની સુપ્રસિદ્ધ નગરી ઉજજયનીમાં ફેરવી હતી. આ ઉપરથી સમજાશે કે, શક સંવત્સરની શરૂઆતનો મર્યાદામાલ અને અવન્તિમાં–ઉજજયિનીમાં શકરાજાની-દામા નામના શકરાજાની ઉત્પત્તિને કાલ–આધિપત્યકાલ એ બેની વચ્ચે ૬૦ વર્ષનું અંતર છે. આચાર્ય શ્રી મેજીંગ સરિ મ. નિ. ૬૦૫ વર્ષે શકરાજાની ઉત્પત્તિ નહિ, પણ શક્યુંવત્સરની ઉત્પત્તિ કહે છે. તેમનું એ કથન “મ. નિ. ૪૭૦ વર્ષે વિક્રમરાજ્યારંભ અને તે પછી ૧૩૫ વર્ષે કારંભ એટલે શકસંવત્સરારંભ’ એવી ચાલુ જૈન કાલગણનાના સંપ્રદાયની માન્યતાને અનુસરતાં બરાબર છે. એ

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328