________________
૩૦૪
અવતિનું આધિપત્ય
ચષ્ટનવેમ કડિસિઝ અને કનિષ્કને સગા હોય અને તેથી ચષ્ટનનું પુતળું કનિષ્કની સાથે ગેાઢવાવા પામ્યું હાય, પણ તેથી તે કનિષ્કની જાતના એટલે યુચી જિતના અથવા કુશાનવંશના હતા એમ કેમ કહી શકાય ? મુનિરાજ શ્રી દનવિજયજી આ સામેાતિક, ચષ્ટન વિગેરે ક્ષત્રપાને પરદ-શક તરીકે જણાવી રહ્યા હોય એમ લાગે છે. અને એમનું કથન, જો એને હું ખરાબર સમજ્યેા હાઉ તો, સવિત પણ છે, સિવાય કે મેાસ વિગેરે પણ પારદ–શક હતા.
યુચીના દબાણુથી શક લોકા અનુક્રમે સરદરિયા તથા બેક્ટ્રિયાને છોડતા પારદ પ્રદેશમાં કાંઇક સ્થિર થયા હતા તેથી તેએ પારદ-શકથી એળખાતા હશે. પરન્તુ આ પારદ-શંકાને મહાન મિથ્રોડેટસ ખીજાના રાજ્યની શરૂઆતમાં આ પ્રદેશમાંથી ખસવું પડયું હતું અને તેઓ ત્યાંથી ઉઢાંગિરિ કરી સિન્ધુના દોઆબમાં વસાહત સ્થાપી રહ્યા હતા. તેએ આ વખતે સ્વતન્ત્ર હાઇ પાતાના મુખિયાને તેમણે રાજા સ્થાપ્યો હશે. એમની રાજધાની સિન્ધુ નદી પરના મીનનગરમાં હતી. તેમના અધિકાર નીચે કચ્છ પણ હશે, કે જ્યાં એ રાજાએ પોતાના સત્રપ નીમ્યા હશે. એ સત્રપની પરપરામાં સામેાતિક હાઇ તે હવે પારદ—શક નહિ પણ હિંદમાંના જૂના વસવાટને લઇ હિન્દી-શક તરીકે ઓળખાતા, પાતે તો શક તરીકે પણ ઓળખાવવાને તૈયાર નહિ હોય. પાર્થિયનોએ સિન્ધુ–દોઆબના હિન્દી શંકાને જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી ત્યારે કચ્છના પ્રદેશ પાર્થિયનેને તામે ગયા હતા કે ક્રેમ એ જાણવાનું સાધન નથી, છતાં સ ંભવ છે કે, તે સ્વતન્ત્ર નહિ રહ્યો હશે; પરંતુ જ્યારે તક્ષશિલાની મધ્યસ્થ પાર્થિયન સત્તાના કડફિસિઝ પહેલાના હાથે નાશ થયા ત્યારે ય્સામેાતિક અથવા ય્સામાતિકના પુત્ર ચષ્ટન સ્વતંત્ર થઈ કચ્છમાં રાજ્ય સ્થાપવા અને પાછળથી ચષ્ટન સૌરાષ્ટ્રને જીતી લેવા લલચાયા હશે. એમની એ મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા અત્યારે યાગ્ય સમય પણ હતો. કેમકે, સિન્ધમાં પાÅિયન સત્તા અવ્યવસ્થિત બની ગઇ હતી, અને સારઠમાં આન્ધ્ર સત્તા પણુ, શાલિવાહનના મૃત્યુથી તેના મજબૂત હાથ ઊઠી જતાં અને તેની પછી ૨૮ વર્ષોંમાં ચાર પાંચ રાજપલટા થતાં તથા ત્યાર બાદ જેની ભારે શેહ પડતી હતી એ આન્ત્રભૃત્ય શાકની વૃદ્ધાવસ્થા અને વ્યાધિગ્રસ્તતા થઇ જતાં, શિથિલ રાજતંત્રવાળી થઇ ગઇ હતી કે જેને અહિં સ્થપાયાને લગભગ ૬૨ થી વધારે વર્ષ વીતી ચુકયાં હતાં. આન્ધ્રાથી પહેલાં અહિ સીસ્તાનથી આવેલા શાહી-શકા રાજ્ય કરતા હતા.
સૌરાષ્ટ્ર એ પશ્ચિમભારતના પશ્ચિમ સીમાડે આવેલો પ્રદેશ છે. બહુ જૂના કાલમાં શૂરસેનના યાદવાએ અહિં આવી દ્વારિકામાં રહી રાજ્ય કરવા માંડયું હતું. તેમનું રાજ્ય દ્વિરાજન્ય—મે રાજાએ મળીને રાજ્યવહીવટ કરતા હોય તેવી પદ્ધતિનું હતું. આ સમયથી લઇ નન્દ પહેલાના સમય સુધીની સૌરાષ્ટ્રની શાસનપદ્ધતિ વિષે, સૌરાષ્ટ્ર પવિત્ર ભૂમિ હતી તે સિવાય તેની અન્ય બાબતમાં પણુ, ધણું જ ઓછું જાણવા મળે છે. એ વાત સંભવિત છે કે, નન્દ પહેલાના સમયે ત્યાં સંધરાજ્ય —ગણરાજ્ય હતું. નન્દ પહેલાએ એ સંધરાજ્યને જીતી લઇ સેારના પ્રદેશ મગધસામ્રાજ્યમાં જોડી દીધા હતા. ૨ થી ૯ સુધીના નન્દો અને ચન્દ્રગુપ્તથી સંપ્રતિ સુધીના મૌર્ચીના સમયમાં સારાષ્ટ્ર મગધસામ્રાજ્યને જ એક ભાગ હાઇ, ત્યાં સામ્રાજ્ય તરફથી નીમાયલા સૂબાએ મારફતે શાસન થતું હતું. બિન્દુસારના રાજત્વકાલનાં અને અશાકના રાજવકાલનાં છેલ્લાં વર્ષોમાં સૌરાષ્ટ્રની ભૂમિએ મગધ સામ્રાજ્યથી સ્વતન્ત્રતા ધારણ કરી હોય અથવા સ્વતન્ત્ર થવા પ્રયત્ન કર્યાં હોય એમ લાગે છે; :કારણ કે, હિમવંત થેરાવલીકાર “અશાકે સૌરાષ્ટ્રને સ્વાધીન કર્યાં” અને ચૂર્ણિકારા “સપ્રતિએ સૌરાષ્ટ્રને સ્વાધીન કર્યાં.” એમ લખી રહ્યા છે. સંપ્રતિના મૃત્યુ બાદ મગધસામ્રાજ્ય વિભક્ત અને નિળ થઇ જતાં મ, નિ. ૩૦૪ (૯. સ. પૂ. ૧૬૩)