Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 322
________________ અવંતિનું આધિપત્ય આ સ્થપાયલી શક વસાહત તક્ષશિલાની પાર્થિયન પિટા સત્તાના તાબામાં ચાલી ગઈ હતી એમ બે પેરિપ્લસ એક ધી ઇરીયન સી ના લેખકના કથનથી સમજાય છે, પણું પાર્થિયન મહારાજાધિરાજ અસથી લઈ નોકરનેસ સુધીના પાંચ રાજાઓમાં કાણે તેને જીતી લીધી હશે એ નિશ્ચયથી કહેવું મુશ્કેલ છે. મી. સ્મીથને જણાય છે કે, ગ ફારનેસે સિંધ જીતી લીધું હતું. આ ઉપર જે આપણે ધ્યાન આપીએ તે એમ કહી શકાય કે, ગોફરનેસે સિંધુના દોઆબમાં પિતાના સત્રો નીમ્યા હશે, કે જેઓ અંદરોઅંદર અને કદાચ નબળાઈના અવસરને લાભ લેવા માગતા જૂના શક હકદારોની સાથે ઝઘડી રહ્યા હશે. ત્યારે સિન્ધના દોઆબના પાર્થિયન નાના નાના સત્ર ઝધડી રહ્યા હતા, ત્યારે ચછન નામને એક શક ક્ષત્રપ કચ્છમાં પોતાના ભાવી ઉદયનું ઘડતર કરી રહ્યો હતે. એને પિતા સામતિક કે વ્હામોતિક અથવા હાલની છેલ્લામાં છેલ્લી શોધખોળ પ્રમાણે ઝામેતિક નામો ક્ષત્રપ હતે. કામતિક અને ચછન એ બન્ને પિતા-પુત્ર કયી સત્તાના ક્ષત્રપ હતા એ પ્રશ્ન કોઈ પણ જાતના ઉલ્લેખના અભાવે અને નિશ્ચિત હેઈ બહુ જ વિવાદાસ્પદ બન્યો છે. મેં એ પિતા-પુત્રને શક જાતિના અને કચ્છમાં પ્રાથમિક પ્રયત્ન કરતા ઉપર જણાવ્યા છે, પરન્તુ એ વિષેને પણ અધુરાં અનુમાન સિવાય કોઈ ખાસ પુરાવો નથી. એમ કહેવાય છે. મહાવીર નિર્વાણની ચોથી સદીના છ-સાતમા દશકામાં, એટલે ઇસવી સનની પૂર્વે પહેલી સદીની શરૂઆતની લગભગમાં, વિદ્યમાન ક્ષત્રપ અને મહાક્ષત્રપ રાજા નહપાણની જાતિ ક્ષહરાટ હતી અને તેની સત્તા દક્ષિણ રાજપૂતાનાથી લઈ નાશિક–પુના જીલ્લા સુધી હતી, એમ તેના સિક્કાઓ તથા તેના અયમ પ્રધાન અને શક જામાતા ઉસવદત સેનાધિપતિના લેખેથી જાણવા મળે છે; પણ એ નહપાણ પછી ૧૫૦ કરતાં ય વધારે વર્ષ બાદ થયેલા ચષ્ટનની જાતિનો ઉલ્લેખ તેના કે તેના વંશજોના સિક્કાઆમાં કે લેખમાં થયેલું જોવામાં આવતો નથી. આમ છતાં અવન્તિના અધિપતિઓના અનુસંધાનમાં મ. નિ. ૬૦૫ વર્ષે તા ૩પન્નો સો રાજા” એવા પ્રકારના જૈન ઉલ્લેખથી સિદ્ધ થાય છે કે, આ સમયે ઉજયિનીને જીતી લેનારા શકજાતિના હતા. એ જીત મેળવનાર રૂદ્રદામાં હતું એમ તેના સંવત ૭ર માં કોતરાવેલા જાનાગઢના શિલાલેખથી જાણવા મળે છે. આ રૂદ્રદામા ચટનને પૌત્ર હતા, અને તેથી ચપ્ટન અને તેના પિતા સામતિક એ શક જાતિના હતા એમ સહેજ સાબીત થઈ જાય છે. વળી કરછ અને કાઠિયાવાડમાંથી મળેલા ક્ષત્રપાના પર થી લઈ ૧૪૩ સુધીના અંકવાળા લેખોમાં અને ૧૦૦ થી લઈ ૩૦૪ સુધીના અંકવાળા તેમના સિક્કાઓમાં એ અંકની સાથે “શક” શબ્દ જોડવો નથી, તે પણ એ ક્ષત્રપોના રાજ્યત પછી થોડાંક વર્ષો વીત્યા બાદ વરાહમિહિરે પંચસિદ્ધાન્તિકામાં શકકાલ ૪૨૭ નં. છે; આથી સમજાય છે કે, ક્ષત્રના લેખો અને સિક્કાઓમાં લખાયેલા અંકો સાથે “શક’ શબ્દ નથી તે પણ એ શકકાલના જ અંકો છે, અને એ લેખમાં તથા સિકકાઓમાં નોંધાયેલા ક્ષત્રપ–મહાક્ષત્રપ રાજાએ-રૂદ્રદામા વિગેરે-શકજાતિના છે. કેટલાક અનુમાન કરે છે કે, ચપ્ટન કુશાન રાજા કનિષ્કનો સગો અને તેની જાતને હ; કેમકે મથુરા પાસેના માટગામના દેવકુલમાંથી મળી આવેલાં પુતળાંઓમાં કનિષ્કની સાથે ચપ્ટનનું પણ પુતળું છે. હું તો કહું છું કે, કનિષ્ક અને અષ્ટનનાં પુતળાં એક જગાએ મળી આવવા માત્રથી જ તેમને યથેચ્છ સંબંધ કાપી લેવો એ વ્યર્થ જ છે. ગમે તે રીતે ચપ્ટન કનિષ્કને માનનીય હોય, જડપુતળાની ગમે તે રીતે હેરફેર થઈ હોય, એવાં એવાં અનેક કારણોથી કઈ કલ્પનાને, અન્ય પ્રામાણિક સાધનથી સમર્થન ન મળે ત્યાં સુધી, પ્રાણિક માની શકાય નહિ. વળી કદાચ, શક ઉસવદત નહપાણનો સગો હતિ તેમ,

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328