Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 320
________________ અવંતિનું આધિપત્ય જેટલે દૂર રાજનગર લઈ ગયેલા આન્દ્રરાજાઓએ પણ તક સાધી લીધી. દીપિસાતકણિએ પ્રતિષ્ઠાન સુધીના તે પછી આવેલા ગૌતમીપુત્ર અરિષ્ટ સાતણિએ પશ્ચિમઘાટ સુધીના પ્રદેશમાંથી શક ક્ષહરાટની સત્તાને ખત્મ કરી નાખી. તેની પછી આવેલા સાતવાહન હાલે (શાલિવાહને) પિતાના સેનાધિપતિ શદ્રક (વિક્રમશકિત). દ્વારા સોરઠ, સિંધ અને પશ્ચિમ પંજાબ (મારી સમજ મુજબ ઉત્તરાપથ) પર પણ વિજય મેળવ્યો. એ વખતે પશ્ચિમ પંજાબની તક્ષશિલામાં પાર્થિયન રાજા ગોન્ડફારનેસ શાસન કરી રહ્યો હતે, કે જે મિડેટસે (૩) નીમેલા ઓજસ પછી સ્વતીય અનુશાસક હતો. તક્ષશિલામાં એજસે ૧૭ વર્ષ (મ. નિ. ૪૦૯-૪૨૬, ઇ. સ. પૃ.૫૮-૪૧), પછી એઝીલીસે ૨૮ વર્ષ (મ. નિ. ૪૨૬-૪૫૪, ઈ. સ. પૂ. ૪૧ | બાદ એજ? ૩૨ વર્ષ (મ. નિ. ૪૫૪–૪૮૬, ઈ. સ. પુ. ૧૩-ઇ. સ. ૧૯) રાજ્ય કર્યું હતું. આ પછી મ. નિ. ૪૮૬ (ઈ. સ. ૧૯) વર્ષે ગોન્ડોકાનેસ ગાદી પર આવ્યો હતો. તેને એક લેખ તખતેવાહીથી મળ્યો છે તે તેના રાજયના ૨૬ મા વર્ષે એટલે મ. નિ. ૫૧૨ (ઈ. સ. ૪૫ ) વર્ષ કેતરાયલે છે. એ લેખમાં ૧૦૩ નો સંવત નોંધ્યો છે. આ સંવત એજસ (અઝીઝ પહેલા)ને તક્ષશિલામાં રાજ્યારંભથી શરૂ થયેલ ઘટી શકે છે. એજસ તક્ષશિલામાં મ. નિ. ૪૦૯ (ઇ. સ. પૂ. ૫૮ ) વર્ષ કિરવા ત્યારથી ગણતાં ગફારનેસ (ગાડૅફારસ–ગુદફરસ)ના રાજ્યના ૨૬મા વર્ષે–મ. નિ. ૫૧૨ (ઈ. સ. ૪૫) વર્ષે બરાબર ૧૦૩ની સાલ આવે છે. આ વખતે સિધુને દોઆબ પણ ગોન્ડોફારનેસના તાબામાં હતું. આ ગોન્ડોફરનેસનું મૃત્યુ મ. નિ. ૫૧૫ (ઈ. સ. ૪૮) વર્ષે થયું હતું. તેને રાજકાલ ૨૯ વર્ષ હતા. તેના મૃત્યુ બાદ તેનું હિન્દી રાજ્ય બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. પશ્ચિમ પંજાબ તેના ભત્રીજા અબ્દ-સસના તાબામાં અને સિન્ધ તથા કંદહાર ઔથેનસના કબજામાં ગયાં. અબ્દગમસને ઉત્તરાધિકારી કોણ હતો તે જણાયું નથી, જ્યારે પેંગ્નિસને ઉત્તરાધિકારી પરસ (પરસ) જણાય છે. હિંદકશને ઓળંગી કાબુલને મ. નિ. ૫૧૭ (ઈ. સ. ૫૦)ની લગભગમાં જીતી લેનાર યુથી જા કુશાન શાખાના સરદાર કડફિસિઝ પહેલાએ ( કફક્સ કુષાણે ) ગોકારનેસના હિન્દી પાર્થિયન રાજ્યને તેના વારસો પાસેથી જીતી લેવાની શરૂઆત કરી અને કડકિસીઝ બીજાએ (મે) એ કાર્ય સમાપ્ત કર્યું. યુચી જાતિને સંગઠિત કરનાર કડકિસિઝ પહેલે મ. નિ. ૫૦૭ (ઈ. સ. ૪૦ )ની લગભગમાં રાજ્ય પર આવ્યો હતો. તેનું મૃત્યુ ૮૦ વર્ષની ઉમ્મરે મ. નિ. ૫૪૪ (ઈ. સ. ૭૭) વર્ષે થયું હતું. એણે કાબુલ જીત્યું ત્યારે ત્યાં હમિંયસ રાજા રાજ્ય કરી રહ્યો હતો. મનેજરની પછી સ્ટ્રેટે (૧) સોટર, સ્ટેટો (૨) ફિલે પેટર, ડાયડોટસ (૧). ડાયોડોટસ (૨). એન્ટિમેકસ (૧), એન્ટિમેકસ (૨), પૌલિકસેનસ, એ રાજાઓ કાબુલ પર આવ્યા હતા, ત્યાર બાદ હમિંયસ કાબુલનો શાસક થયું હતું. કુશાનેએ મિનેન્ડરની એ બેકિટ્રયન સત્તાને અને એજસ (1) ની પાર્થિયન સત્તાને અનુક્રમે લગભગ ૨૦૦ વર્ષ અને ૧૦૮ વર્ષ કરતાં ય વધારે વર્ષ ચાલ્યા બાદ તેને સર્વથા અંત આણ્યો હતે. સિન્ધની પશ્ચિમને હિન્દી પાર્થિયન પ્રદેશ કડફિસીઝ પહેલાએ અને સિધુની પૂર્વ તરફને હિન્દી પાર્થિયન પ્રદેશ કડફિસીઝ બીજાએ જીતી લીધું હતું. એ છતેને સમય ચોકસાઈથી જણાવી શકાય તેમ નથી. મ. નિ. ૫૧૭ થી ૫૬૭ વચ્ચેના સમયમાં એટલે ઈસવીસનની પહેલી સદીના ઉત્તરાર્ધમાં એ છતે મેળવાઈ હશે એટલું જ સામાન્યથી કહી શકાય. કહે છે કે, કડક્રિસિઝ બીજે ગંગાની ખીણોમાં બનારસ સુધી આગળ વધ્યો હતો. યુચીઓના પાંચ સમૂહનું સંગઠન સાધી આશરે મ. નિ. ૫૦૭ (ઇ. સ. ૪૦) માં તેના મુખ્ય નેતા બનેલા કડફિસિઝ પહેલાએ (કુષાણે) હિંદુકુશ પાર કરી ઈરાનના પાર્થિયન રાજ્યને ભયમાં મુકાયા એવી સ્થિતિ ઊભી કરી. આ સમય દરમિયાન, એટલે મ. નિ. ૫૧૨ (ઈ. સ. ૪૫) વર્ષે, હિન્દી પાર્થિયન રાજા ગોકારનેસ (ગદફરસ) ભારતને છેડી પોતાના વતન-ઇરાનમાં ચાલી ગયો હતો એમ

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328