________________
અવંતિનું આધિપત્ય
૨૯ મહછત્રપ શબ્દ પાર્થિયન રાજાઓની જેમ બેક્ટ્રિયન રાજાઓ પણ જો પિતાના સુબાઓ અને સરસુબાઓના માટે વાપરતા હોય અથવા તે બેકિટ્રયન સુબાઓ બેટ્રિયન જાતિથી પિતાની જાતિને જુદી ઓળખાવવા પોતાના મૂળ વતનમાં વ્યાપક બનેલા એ છત્રપદિ શબ્દનો ઉપયોગ કરતા હોય તો તે બનવાજોગ છે.
ભ્રમક છત્રપમાંથી મહાછત્રપ ક્યારે બન્યો એ નિશ્ચયથી કહી શકાય તેમ નથી. સંભવ છે કે, તક્ષશિલાના મહારાજા એન્ટિઓકિડસના મૃત્યુ બાદ તે મહાછત્રપ બન્યું હોવો જોઈએ, કે . દરમિયાન મથુરાને છત્રપ રાજુલ પણ મહાછત્રપ બન્યો હોવાનો સંભવ છે. ભૂમક, તેની પાછળ આવનાર નહપાણની જેમ, પિતાના પર કોઈની સત્તા નહિ એવો સ્વતંત્ર સ્વામી બન્યું નથી, પણ તેના માથે નામની જ બેકિટ્રયન સત્તાની તાબેદારી હોઈ તે બહુધા સ્વતંત્ર જ હતું. તેણે મધ્યમિકામાં રહી તેની બરાબર પશ્ચિમના પ્રદેશમાં સિંધુના દેઆબને લગતા પ્રદેશ સુધી, સૌરાષ્ટ્રમાં અને રાજપુતાનાના દક્ષિણમાં અમુક અનિશ્ચિત પ્રદેશ સુધી અધિકાર ભંગ હોય એમ લાગે છે. તેના પાછળના જીવનમાં ક્ષહરાટ નહપાણે પિતાના સગા શક સરદાર ઉસભદાતની સહાય વડે લાટથી લઈ યાવત પશ્ચિમ ઘાટના પૂર્વમાં આવેલા દક્ષિણના કેટલાક પ્રદેશ સુધી એ અધિકારને વિસ્તાર્યો હતો.
ક્ષહરાટ ભૂમક બહુ લાંબા કાળ સુધી સત્તા ભોગવત રહ્યો હોય એમ લાગે છે, પણ મહાવીર નિર્વાણની ચોથી અને ઇસવીસનની પૂર્વે બીજી સદીમાં તે ક્યાં સુધી હયાત હો એ બહુ ચોકસાઈથી કહી શકાય તેમ નથી; છતાં ઉસવદાસના નાસિકનાં એક લેખમાં નહપાણને “રાજા ક્ષત્ર” તરીકે ઓળખાવ્યો છે ત્યારે અયમના જીત્તેરના લેખમાં તેને “રાજ મહાક્ષત્રપ સ્વામી” કહી બિરદાવ્યો છે, અને તેના જમાઈ તથા અમાત્યના એ લેખમાં કોઈક સંવતના “ર” અને “૪૬’ અંક લખાયા છે, એ પરથી અનુમાન થાય છે કે, નહપાણુ “ર” થી “૪૬’ ને વચગાળે સત્રપ મટી મહાસત્રપ બન્યો હતો અને જ્યારે એ મહાસત્રપ બન્યો ત્યારે નજીકના જ પૂર્વ સમયમાં તેને પૂર્વગામી બૂમક મૃત્યુ પામ્યો હોવો જોઈએ. આ “૪૨’ અને ‘૪૬” ના અંક ક્યા સંવતના હશે–મીનેજરના રાજ્યારંભથી ચાલેલા તેના સંવતના હશે કે મીન્ડર અને એન્ટિઓકિડસના મૃત્યુ બાદ મહાસત્રપ બનેલા ભૂમકના તે સમયથી ગણાતા સંવતના હશે—એ બહુ જ ખાત્રીથી કહેવું મુશ્કેલ છે. મ. નિ. ૩૦૭ માં ચાલેલા મીકેન્ડર સંવતના એ અંકો હોય તે, મ. નિ. ૩૪૯ થી ૩૫૩–ઈ. સ. પૂ. ૧૧૮ થી ૧૧૪ ની વચગાળે ભૂમકનું મૃત્યુ અને નહપાનું મહાસત્રપ પદ થયું ગણાય; પણ જે લગભગ સ્વતંત્ર અને મહાસત્રપ બનેલા રાજા ભૂમકે મીનેન્ડર અને એન્ટિઓકિડસના મૃત્યુ બાદ મ. નિ. ૩૨૮ કે ૩૨૯-ઈ. સ. પૂ. ૧૩૯ કે ૧૮ માં ચલાવેલા સંવતના એ અંકો હોય તે, મ. નિ. ૩૭૦ કે ૩૭૧ થી ૩૭૪ કે ૩૭૫– ઈ. સ. પૂ. ૯૭ કે ૯૦ થી ૯૭ કે ૯૨ ની વચગાળે ભૂમકનું મૃત્યુ અને નહપાણુની મહાસત્ર૫ પદની પ્રાપ્તિ થયેલી ગણાય. આમ ભૂમકનું મૃત્યુ અને નહપાણની મહાસત્ર ૫ પદની પ્રાપ્તિ, એને સમય ઉપરોકત બે ભિન્ન ભિન્ન ગણતરીએ આશરે ૨૫ વર્ષ જેટલો આગળ પાછળ આવે છે. મને લાગે છે કે, મ નિ. ૩૭૨– ઈ. સ. પૂ. ૯૫ લગભગ પાર્થિયનેએ પંજાબ વિગેરે પ્રદેશ પર પોતાની સત્તા જમાવી તે દરમિયાન ભૂમકના મૃત્યુ વિગેરેની ઘટના બની હશે. નવાહનના આલેખનમાં મેં એ જ માન્યતાને આલેખી છે, છતાં ભૂમકને સજત્વકાલ વધારે લંબાવાય ન હોય અને ઉપરોકત ભૂમકના મૃત્યુ વિગેરેની ઘટના એથી આશરે ૨૫ વર્ષ પહેલાં બની હોય તો તે પણ કદાચ ઘટી શકે. પણ એ રીતે નહપાયું