________________
૩૦૨
અવંતિનું આધિપત્ય કહેવાય છે. તેના હિંદમાંથી ચાલ્યા જવાનું કારણ, હિન્દની ગાદીને સંકેલી ઈરાનની ગાદી સાથે જોડી દેવાનું જણાવવામાં આવે છે. કહે છે કે, એ રાજાનું મૃત્યુ મ. નિ. પર૭ (ઈ. સ. ૬૦) વર્ષે, ઈરાનની મુખ્ય ગાદી પર મ. નિ. ૫૧૨ થી ૫ર૭ (ઈ. સ. ૪૫ થી ૬૦) સુધી ૧૫ વર્ષ રાજ્ય ભોગવ્યા બાદ થયું હતું. મી. મીથ વિગેરે ગફારનેસનું મૃત્યુ મ. નિ. ૫૧૫ (ઈ. સ. ૪૮) વર્ષે લખી તેના હિન્દી પથિથન પ્રદેશના ભાગલા થયાનું જણાવે છે, કે જે હકીકત હું પૂર્વે લખી ગયો છું. બાકી એ વાત સંભવિત છે કે, મ. નિ. પર૭ (ઈ. સ. ૬૦) વર્ષે કડફિસિઝ પહેલાએ સિધુ અથવા જેલમ સુધીનો ઈન્ડો-પાર્થિયન પ્રદેશ જીતી લેતાં ઈરાનની પાર્થિયન સત્તાની સર્વોપરીતાને સંબંધ સિંધ, પંજાબ વિગેરેના તાબાના રાજકર્તા ક્ષત્રપોથી છુટી ગયા હોય અને તેઓ–પાર્થિયન કે શક ક્ષત્રપ–સ્વતન્ન થઈ ગયા હાથ. મી. મીથનું કહેવું તે એમ છે કે –“આશરે ઈ. સ. ૨૦ માં એઝીઝ બીજાની પછી ગેડોરિસ ગાદીએ આવ્યા. પાર્થિયન સત્તાથી સ્વતન્ત્ર રહી તે વિશાળ મુલકનો ધણી થયો. તેણે સિંધ અને એકઝિયા જીત્યાં જણાય છે. આશરે ઈ. સ. ૪૮ માં તે મરી ગયો ત્યારે તેના રાજ્યના ભાગ પડી ગયા. પશ્ચિમ પંજાબ તેના ભાઈ અબ્બાગાઝીઝને ભાગે ગયું; અને એરેઝેઝિયા અને સિંધ એથેનીઝના અમલ નીચે ગયાં x x x પહેલા સૈકાના મધ્યના અરસામાં પંજાબને કુશાન રાજા કુલ-કાર-કડફિસીઝે ખાલસા કર્યો. એરેઝિયા તથા સિંધની પંજાબ જેવી જ વલે થઈ.” (હિં. પ્રા. ઈતિહાસ. ગુ. વિ. સ. મુકિત) મી. સ્મીથના આ કથનમાંથી પણ એવો જ અભિપ્રાય નીકળે છે કે, ગોન્ડોફારનેસનું વિભક્ત થયેલું રાજ્ય કુશાએ જીતી લીધું હતું. મી. સ્મીથ લખે છે તેમ, આ કાર્ય કડફિસિઝ પહેલાનું જ નહિ પણ તેનું અને તેના વારસ વેમ કડફિસિઝ બીજાનું એમ બનેલું છે. કડફિસિઝ પહેલાએ તે સિધુ કે જેલમના પશ્ચિમ પ્રદેશને જ હતો અને એ પ્રદેશ જીતવાથી કેન્દ્ર સત્તા નષ્ટ થતાં અનેક સત્રપીઓ સ્વતન્દ્ર બની ગઈ હશે, કે જેને મેં પૂર્વે ઇસારે કરી દીધું છે. આ
આ વાતનું મી. સ્મીથના નીચેના કથન પરથી પણ સમર્થન થાય છે –
“ઈ. સ. ૭૦ના અરસામાં લખતાં “પેરિપ્લસ ઑફ ધી ઇરીયન સી'ના લેખકે સિથિયા નામે વણવેલી સિંધના નીચલા પ્રદેશની ખીણ પાર્થિયન સરદારની સત્તા નીચે હતી, અને તેઓ માંહેમોહેના ઝઘડાઓમાં નિરંતર રોકાયેલા રહેતા.”
ઉપરના ઉતારા પરથી સાબીત થાય છે કે, . સ. ૭૦ પહેલાં તક્ષશિલા તરફની પાર્થિયન મધ્યસ્થ સત્તા નાશ પામી ચુકી હતી. સંભવ છે કે, એ પાર્થિયન મધ્યસ્થ સત્તા નાશ પામતાં પાર્થિયન સત્ર જ નહિ, પરંતુ હિંદી શકસ્થાનના જૂના હકદારે પણ એ મહેમાહેના ઝઘડામાં ભાગ લઈ સ્વતત્વ બનવાને મથતા થયા હશે.
- એ જૂના હકદારે શકલેકે હતા. તેમણે મ. નિ. ની ચોથી સદીના વચગાળાનાં વર્ષોમાં એટલે . સ. પૂ. ૧૨૦ની આજુબાજુનાં વર્ષોમાં સિધુના દેઆબમાં પોતાની વસાહત સ્થાપી હતી કે જે ઇન્ડોસ્કૃથિયા ( હિન્દી–સકસ્થાન) તરીકે ઓળખાતી હતી. એ વસાહત સ્થાપતાં તેમને બેક્ટ્રિયન નાના નાના પરદાનો ન જ સામનો કરવો પડયો હશે. કારણ કે, કાબુલમાં રહી રાજ્ય કરતા મિનેન્ડરના અનુગામી સ્ટેટ પ્રથમના પૌત્ર છૂટો બીજાનો મધ્યસ્થ સત્તાવાહી દાબ શિથિલ થઈ જતાં સ્વતંત્ર જેવા બનેલા અને વિખરાયેલા એ સરદારે (સત્ર) સ્વયં નિર્બળ હશે અને દૂર પડેલી મધ્યસ્થ સત્તા તેમના તરફ બેદરકાર રહી હશે.