________________
૩૦૦
અવંતિનું આધિપત્ય અને નવાહનના રાજવકાલને આરંભ લગભગ એક જ સમયમાં આવી જતાં તે બંને એક જ હોવાની કલ્પના કરવી, એ નભવાહનના આલેખનમાં દર્શાવેલાં અનેક કારણોથી અસંગત હોઈ નકામી છે.
. ક્ષહરાટ બૂમક પછી આવેલો ક્ષહરાટ મહાક્ષત્ર૫ નહપાછું એ પહેલાં ક્ષત્રપ હતા. ક્ષત્રપ હતે ત્યારે એ પિતાને “રાજા' તરીકે લખે છે તેથી અનુમાન થાય છે કે, તેને પિતા રાજા હશે અને વળી મહાછત્રપ હશે, તથા તેના સમય પહેલાં જ વિદ્યમાન તેને પુરોગામી બૂમક હોવાથી તે જ તેનો પિતા હશે. ભૂમક પિતાના સિક્કાઓમાં, કે જે શરૂઆતના હશે તેમાં, પિતાને છત્રપ લખે છે પણ રાજા તરીકે લખતે નથી, કારણ કે તેના પિતા મહાછત્રપ, કે જે રાજા તરીકેનો હક ધરાવે છે, નહિ હેય. પિતાની કામગીરીથી મહાછત્રપ (રાજા) બન્યા હોય તેને વારસ તેના જીવતાં છત્રપ (રાજા) અને તેના મૃત્યુ બાદ મહાછત્રપ (રાજા) પિતાને લખી શકે, પણ જે છત્રપ હોય અથવા છત્રપનો વારસ છત્રપ હોય તે પિતાને રાજ તરીકે લખી શકે નહિ એવો કેઈ નિયમ આ સમયે પ્રવર્તત હશે એમ લાગે છે. એના નામને નિર્દેશ કરનાર છે કોઈ તાબેદાર શાસક હેય તે તે એ નામ સાથે રાજાનું બિરૂદ ને સ્વામી તરીકેનું વિશેષણ પણ પિતાના લેખમાં લખે છે. છત્રપોના સિક્કાઓમાં ણ “સ્વામી' વિશેષણ વપરાયેલું જોવામાં આવે છે, તે પણ કદાચ આવા જ નિયમને આભારી હેય.
ઉપરોક્ત રીતે છત્રપ કે મહાછત્રપ રાજા કે સ્વામી તરીકે લખાયા છે, પણ રાજાધિરાજ, મહારાજા કે મહારાજાધિરાજ તરીકે લખાયા નથી. એ શબ્દો પાર્થિયન રાજવંશી કે બેકિન રાજવંશી શાસકોને માટે જ બહુધા અનામત રહ્યા છે, એમ મળી આવતા સિક્કાઓ પરથી સમજાય છે.
(૩)
અસેકસવંશને પાર્થિયન રાજા મિડેટસ (૩) અ. નિ. ૪૦૭ (ઈ. સ. પૂ. ૬૦) વર્ષે ઇરાનની ગાદી પર આવ્યો હતો. એણે સિસ્તાની પેટાશાખા બંધ કરી ત્યાંના શાસક સ્પેલિરિસિસના મદદગાર પુત્ર એજસને મ.નિ. ૪૦૦(ઈ.સ. . પ૮) વર્ષે તક્ષશિલામાં નીમ્યો. આ સ્થળે પૂર્વે અસ–મોજસ (મગ)ની કતા હતી. મેઅસ અને એસ બંને પાર્થિયન હતા પણ તફાવત એ હતું કે, માઅસ જ્યારે સામાન્ય રીતે પાર્થિયન હતા ત્યારે એજસ પાર્થિયન રાજવંશને હતે. તક્ષશિલાના હાથ નીચે શાસિત પ્રદેશ ઠેઠ મથુરા સુધી લંબાતે હતે. મિથોડેટસે એજસને તક્ષશિલામાં નીમે તેની પૂર્વે, એટલે મ. નિ. ૪૦૭ (ઇ. સ. પૂ. ૬૦) વર્ષે શ્રી કાલભાચાર્યો સીસ્તાનના પ્રદેશથી લાવેલા સાહિશકોએ, સોરઠથી લઈ ઉજજયિનીના પ્રદેશ સુધી પિતાની સત્તા સ્થાપી દીધી હતી. આ સમયે; સિંધુના દોઆબમાં પૂર્વે આવેલા શકે, કે જેઓ ત્યાં વસાહત સ્થાપી સ્થિર થઈ રહ્યા હતા તેઓ શાસન કરી રહ્યા હતા, અને તેમનામાંને દિનિકને પુત્ર ઉસવદાત, કે જે પિતાના સસરા નહપાણના હાથ નીચે શાસન કરતે ઠેઠ નાશિક અને પુના જીલ્લાના પ્રદેશ સુધી સત્તા જમાવી બેઠા હતા તે નહપાનું મૃત્યુ થયા બાદ તેના વિશાલ પ્રદેશ પર રાજ્ય કરતે હતે. પુરાણે ભારે બળાપાપૂર્વક પ્લેને ઉદેશી જે ભવિષ્યવાણી ઉચ્ચારે છે તેને બંધબેસતા સમયમાં હાલને પણ એક સમય હતો, કે જ્યારે લગભગ આખા પશ્ચિમભારત અને ઉત્તર ભારતના પશ્ચિમ વિભાગ પર શકની અને પાર્થિયનેની સત્તા જામી હતી. ગભિલ્લના પુત્ર વિક્રમાદિત્યે આબ્રોની સહાયપૂર્વક જામેલી શક સત્તાને ઉખેડવા પ્રારંભ કર્યો, તેણે ઉજજયિનીને પ્રદેશ તાબે કર્યો અને લાટ તથા આનર્ત જીતી લીધાં તથા તાપી નદીના દક્ષિણ પ્રદેશમાં પણ પગપેસારો કરવા માંડ્યો, દરમિયાન શક–ક્ષહરાટોના દબાણથી પ્રતિષ્ઠાનપુર (પૈઠણઔરંગાબાદ છેલ્લે )થી ઠેઠ બેઝવાડાના પ્રદેશ