________________
૨૯૦
અવંતિનું આધિપત્ય આવી પહોંચ્યો. નૌકાધ્યક્ષ નિર્કેસ પણ અહિં તેને આવી મળે. મ. નિ. ૧૪૨-ઈ. સ. પૂ. ૩૨૫ ના એકબરથી મ. નિ. ૧૪૩–ઈ. સ. પૂ. ૩૨૪ ના એપ્રીલની આખર સુધીની અલેક્ઝાંડરની આ સિંધુના દોઆબથી સુસા સુધીની કુચ બરાબર સાત મહિનાની હતી. આ પછી એ ગ્રીક બાદશાહ ૧૩ મહિનાથી કાંઈક દિવસ અધિક જીવી મ. નિ. ૧૪૪-ઈ. સ. પૂ. ૩૨૩ ના જૂનમાં પિતાની ૩૩ વર્ષની ઉમ્મરમાં બેબિલેન આગળ મૃત્યુ પામ્યો, અને તેથી તેના સર્વ કયાં કારવ્યામાં ગરબડ મચી ગઈ. તેના સરદારેએ મકદુનિયા, ઇજિપ્ત અને સીરિયા એમ ત્રણ વિભાગથી મેસિડેનિયાના સામ્રાજ્યને વહેંચી લીધું, સેલ્યુકસ નિકેટરના ભાગમાં સીરિયા આવ્યું, જેમાં પશ્ચિમ એશિયાના ગ્રીક પ્રદેશોનો સમાવેશ થત હતે. પશ્ચિમ એશિઆની સર્વોપરી સત્તામાં સેલ્યુકસને પ્રતિસ્પધી એન્ટિગોનસ નામનો એક અલેઝાંડરને સરદાર હતો. તેણે પિતાના પ્રતિપક્ષી સેલ્યુસને દેશમાંથી ભાગી જવાની ફરજ પાડી હતી; પણું ૩ વર્ષ પછી એટલે મ. નિ. ૧૫૫-ઇ. સ. પૂ. ૩૧૨ માં સેલ્યુકસે બેબીલેનને કબજો મેળવી લીધો અને તે ત્યાં સ્થિર થયો. આ પછી તેણે રાજપદ ધારણ કરી સિલ્ય કેડી વંશની સ્થાપના કરી. ભારતમાંથી ગ્રીક સત્તા કયારની ય ફગાવી દેવાઈ હતી તેને ફરીથી સ્થાપવાને તેને ઈરાદે હતું તેથી તેણે વારંવાર ભારતના વાયવ્ય પ્રદેશ પર હુમલા કરવા માંડ્યા હતા. તેણે ગંગાનાં મેદાને સુધી કે કથા સુધી પગ મેલ્યો હતો એની કોઈ પ્રામાણિક માહિતી મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે, આશરે મ. નિ. ૧૬૨-ઈ. સ. પૂ. ૩૦૫ માં ભારત પર કરેલી ચઢાઈમાં તેને ચંદ્રગુપ્ત મૌર્યાના હાથે સખ્ત હાર પામી સંધિ કરવાની ફરજ પડી હતી. એણે પોતાની પુત્રી ચંદ્રગુપ્તને પરણાવી અને હિંદુકુશ તથા ઈરાનની આ પાર સુધી લગભગ બધા ય પ્રદેશ તેને આપી દીધા, કે જે હકીકત ચંદ્રગુપ્ત મર્યના આલેખનમાં જણાવાઈ છે. એ સંધિ મ. નિ. ૧૬૪–ઈ. સ. પૂ. ૩૦૩માં થઈ હતી.
એમ કહેવામાં આવે છે કે, અલેકઝાંડરના મૃત્યુ બાદ ચેડા જ મહિનાઓમાં એટલે મ. નિ. ૧૪૫-ઇ. સ. . ૩૨૨ ની શરૂઆતમાં, યુડીસ જેને વળગી રહ્યો હતો તે પ્રદેશાંશ સિવાય, ભારતમાંથી ગ્રીક સત્તાને અંત આવ્યો હતે. પરદેશીઓની જડ ઉખેડી નાખવા કરાયેલા બળવાન નેતા ચન્દ્રગુપ્ત મૌર્ય હતે, કે જેને ગ્રીક લેખકે “સેકટ' તરીકે ઉચ્ચારે છે અને જે મ. નિ. ૧૪૧ કે ૧૪૨–ઈ. સ. પૂ. ૩૨ કે ૩૨૫ માં અલેક્ઝાંડર જ્યારે પંજાબ કે સિંધમાં હતું ત્યારે તેના સમાગમમાં આવ્યો હતે, એમ તે લેખકે લખે છે. ચાણક્યની સાથે ફરતા ચન્દ્રગુપ્ત બીયાસના તટ પર અલેઝાંડરની મુલાકાત લીધી હોય એ સંભવિત છે, પણ તેણે કહેવામાં આવે છે એ સમયે એક નેતા તરીકે કોઈ બળવામાં ભાગ લીધો હોય એ બનવાજોગ નથી. “મ. નિ. ૧૪૬–ઈ. સ. પૂ. ૩૨૧ માં
રેડિસોસ મુકામે ગ્રીક સામ્રાજ્યના બીજી વાર ભાગલા પડયા ત્યારે, એન્ટિપટરે સિંધુની ખીણ તથા પંજાબ દેશી રાજા પોરસ અને અભિને હવાલે કર્યા હતા અને સિંધુના દોઆબમાં નીમેલા સુબા પિથન ( પિન)ને સિંધુ નદીની પશ્ચિમે એરેઝિયા જેવા મુલકમાં ફેરબદલ કર્યો હતે. ફક્ત યુડીસને કાંઈક
અધિકાર સાથે સિંધુની ખીણમાં રહેવા દીધો હતો અથવા યુડીસ પોતે ગમે તે રીતે ત્યાં મ. નિ. ૧૫૦–ઈ. સ. પૂ. ૩૧૭ સુધી પિતાની કાંઈક સત્તા રાખી રહ્યો હતો. એણે દગો દઈ પિરસનું ખૂન કર્યું હતું, કે જે પોરસને સિકંદરે પંજાબમાં લગભગ સ્વતંત્ર જ રાખ્યો હતો અને જેની સાથે રહી કામ કરવાની સત્તા તક્ષશિલાના રાજા ભિને આપી હતી. આ યુડીમોસ મ. નિ. ૧૫૦ ઈ. સ. પૂ. ૩૧૭ સુધી ટકી રહી પછી દગાથી મારેલા પિરસ પાસેથી કદાચ મેળવેલા ૧૨૦ હાથી, અને અન્ય લશ્કર સાથે એન્ટિગનેસ સામે યુમિનિસની મદદે ચાલ્યો ગયો હતે.” ગ્રીક લેખકોના આવા પ્રકારના ઉલ્લેખ