________________
૨૮૮
અવંતિનું આધિપત્ય
આ પછી સિકંદર બહુજ ઝડપથી કુચ કરી લશ્કર અને કાફલાને રાવી અને ચીનાબના સંગમ થળે લઈ ગયો અને કાંઠે ઉતરી મોટું લશ્કર ધરાવનારી તથા બહુ જ બલવાન, પણ બરાબર એકત્રિત નહિ થયેલી એવી મલાઈ (માલવ તરીકે કહેવાતી ) જાતિ પર તૂટી પડ્યું. મોટી કતલ થતાં છિન્નભિન્ન થયેલા મલાઈએ કિલ્લેબંધી શહેરમાં ભરાયા. મલાઈનાં અનેક કિલ્લેબંધી ગામનું પતન થયું. અહિંના રહેવાસીઓ અને રવીના પેલે પાર સુધી પાછા હઠતા મોઈએની ભારે કતલ થઈ, મલાઈને પાછા ધકેલતો સિકંદર એક કિલ્લાની પાસે પહોંચે અને કેટ પર ચઢી અંદર કૂદી પડે. પાછળથી એના ત્રણ સાથીઓ પણ અંદર કુદી પડ્યા. એક સાથી મરાયા અને સિકંદરને છાતીમાં તીર પેસી જવાથી તે મતિ થઈ નીચે પડયો. એની રક્ષાની ખાતર એના બીજા બે સાથીઓ લડી રહ્યા હતા ત્યારે કિલ્લાની દીવાલ ઓળંગી તથા દરવાજા તોડી તેનું લશ્કર વખતસર ત્યાં આવી પહોંચતાં તેના પ્રાણ બચી ગયા. શત્રુઓનો નાશ કર્યા બાદ તેને તંબુમાં લાવી તેની છાતીમાંથી તીર નિકાળ્યું ત્યારે એટલું બધું વધારે લોહી વહી ગયું કે તેની બચવાની આશા ન રહી, પણ તે આયુથબલથી બચે. અહિથી સિક'. દર રાવી પર લાવી નાવ મારફતે રાવી અને ચીનાબના સંગમ સ્થાન પરની છાવણીમાં લઈ જવામાં આવ્યો. મલાઈ અને એની પડોશની ઝીડેકાઈ વિગેરે જાતિઓએ અહિં આવી તેની તાબેદારી સ્વીકારી લીધી અને કીંમતી ભેટોના ઢગ તેના ચરણે ધરી દીધા. સિકંદરે ફિલિપસને એ જાતિઓના પર સુબા તરીકે નીમ્યો અને ત્યાંથી તે આગળ વધતે હાઈફેસીસ (બીયાસ) જ્યાં ચીનાબને (એક રીતે જેલમને) મળે છે તે ત્રીજા સંગમ સ્થળ પર થઈને, જ્યાં ચીનાબ (એક રીતે જેલમ) સિંધુને મળે છે એ ચોથા સંગમ સ્થળ પર આવી પડે. ફિલિસના તાબાના પ્રદેશની દક્ષિણ સીમા અહિં સુધી ગણવામાં આવી હતી. એક નગર પણ અહિં વસાવવામાં આવ્યું હતું. પાપની દેઈ એટલે કાબુલ પ્રાંતને અમલ નિષ્ફળ નીવડતાં ત્યાંના સુબા ટીરિએથ્વીરના સ્થાને અલેક્ઝાંડરે એ પ્રાંતમાં પોતાની પત્ની રોઝાનાના પિતા, બેફિયાના ઉમરાવ ઝીઆર્ટિસને મોકલ્યો. આ પછી તેણે આજુબાજુમાં વસતી કેટલીક જાતિઓને તાબે કરી અથવા તે તે તેને સ્વયં તાબે થઈ ગઈ. એ જાતિઓ એબેસ્ટનેઈ, એથઈ કે
એક્રોઈ, એઝેડિએઈ, મલિ, સબાસી અથવા સંબસ્ટાઈ, વિગેરે નામોથી ઓળખાવવામાં આવે છે. પણ ચોક્કસ રીતે તેમના નામ અને સ્થાન નકી કરી શકાય તેમ નથી. કહે છે કે, સબાસી એ પ્રજાસત્તાકતંત્રવાળી .બળવાન જાતિ હતી. તેમના લશ્કરમાં ૬૦૦૦૦ પાયદળ, ૬૦૦ ઘોડેસ્વાર, ૫૦૦ રથ હોઈ તેની સરદારી ત્રણ પ્રખ્યાત સરદારના હાથમાં હતી. સિકંદરે અહિં સુધી જમણે અથવા પશ્ચિમ કિનારે કૂચ કરતા ક્રેટીસને, તે કિનારા તરફ સગવડ અને ઓછી દૂશ્મનાવટવાળી જાતિઓને લઈ ત્યાંથી ખસેડી હવેથી વધારે હીલચાલને અનુકલ ડાબે અથવા પૂર્વ કિનારે બદલ્યો.
બહુધા હાલના સક્કર જિલ્લામાં જેની રાજધાની હતી એવા મૌસિકનેસ રાજા પર ઓચિંતો છાપ મારવા હવે અહિંથી અલેક્ઝાંડરે ઝડપી કૂચ આરંભી. ઓચિંતા છાપાથી મોઈજાતિની પેઠે મૌસિકિનેસ ગભરાઈ ગયો અને તેણે હાથીઓ તથા ઉત્તમોત્તમ ભેટ ધરી તાબેદારી સ્વીકારી, પણ પાછળથી બ્રાહ્મણ મસ્ત્રિઓની ઉશ્કેરણીથી તેને એ કાર્ય માટે શ્રાત્તાપ થતાં તેણે બળવો કર્યો. આ પ્રદેશમાં નીમેલા સુબા પીથને પીછો લઈ મૌસિકિસને પકડયો. તેને તથા તેના બ્રાહ્મણું મન્નિનો શિરચ્છેદ કરવામાં આવ્યો, દરમિયાન અલેક્ઝાંડરે મૌસિકિનેસનાં કેટલાંક ગામોનો નાશ કર્યો, કેટલાંકમાં થાણાં બેસાડ્યાં. આ વિજય પછી એણે એક ઝડપી ટુકડી લઈ એઝીકનેસ નામના રાજા પર ચઢાઈ કરી તેને કેદ કર્યો તથા તેનાં બે ગામ કબજે કર્યો. બીજા પાસેનાં ગામ પણ સામે થયા સિવાય તાબે થયાં. સિંદીમાનને રાજ સેંસ પણ ભયથી નાશી ગયું હતું તે આવી તાબે થયો. અહિં કોઈ એક ગામના લેકેને બળવો કરવા