Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 306
________________ અવંતિનું આધિપત્ય ૨૮૭ ગુસ્સે ભરાઈ સામે ફરી બેઠેલા નાના પેરેસને તાબે કરવા અલેગ્ઝાંડરે પાછા માકલેલા તેના સરદાર હિફેસ્ટિયને એક કિલ્લેબધી ગામ ખાંધ્યું હતું. પાસેના પ્રદેશમાંથી રાજીખુશીએ આવનાર લેક અને ચાલુ યુદ્ધમાં નાકરી કરવા અશક્ત એવા પગારદાર સીપાઈઓને હિફેસ્ટિયને અધાવેલા ગામમાં વસાવ્યા અને નદીઓમાં થઇ મહાસમુદ્ર તરફ સફર કરવાની આ ગ્રીક સમ્રાટે વ્યવસ્થા કરવા માંડી. અહિં એણે અભિસાર ( હાલ કાશ્મીર રાજ્યમાં ગણાતા રજૌરી અને ભિંભાર )ના રાજાના તથા ઉરસા (હજારા) ના રાજાના એલચીને મુલાકાત આપી તેમની તાબે થવાની માગણી સ્વીકારી અને અભિસારના રાજાને પાતાને સુખે નીમી તેને ઉરસાના રાજાને ઉપરી બનાવ્યા. અહિં તેને ગ્રેસથી કેટલીક લશ્કર અને લશ્કરી સરંજામની મદદ મળી હતી. આ પછી અલેગ્ઝાંડર અહિથી કુચ કરી હાઈડેસ્પીસ-જેલમના ડાબી તરફના પૂર્વ દિશાના કિનારે આવી પહોંચ્યા. એકટાંબરની આખર સુધી અહિં સ્થિરતા કરી તેણે નદીએના નીચેવાડે સર કરવા જોઈતી સાધનસામગ્રી–વહાણા, તરાપા, નાવડીઓ વિગેરે તૈયાર કરાવ્યાં, તેના લશ્કર જોડે આવેલી વહાણવટુ કરનારી જાતિએમાંથી ખલાસીએ પણ ઊભા કર્યાં અને સફર શરૂ કરતાં પહેલાં અમલદારા તથા આજુબાજુના પ્રદેશાના રાજાઓના એક મેાટા દરખાર ભર્યાં. આ દરબારમાં પારસને ગ્લેઝાઈ, કથ્રુએઈ, વિગેરે સાત જાતિઓથી વસાયલા અને ૨૦૦૦ ગામવાળા જૈવમ અને ખીયાસ વચ્ચેના છતાયલા પ્રદેશના રાજા નીમાયાની જાહેરાત કરાઇ અને તક્ષશિલાના રાત્ અને પારસ એમને આપસમાં વિરાધ હતા તે દૂર કરાવી-તેમની વચ્ચે મૈત્રી ઊભી કરી, જેલમ અને સિનદીના વચ્ચેના પ્રદેશ પર તક્ષશિલાના રાજાની સત્તાને વિધિસર સ્વીકાર કરવામાં આવ્યુ. આ પછી પીઠ અને પાંખાના રક્ષણમાં તથા મૂળ સુધીના પાછળ મુકેલા પ્રદેશના વ્યવહારની અખડતા રાખવામાં સદા ય સાવચેત એવા અલેગ્ઝાંડરે જેલમથી સિધુ સુધી લખાતા મીડ઼ાના પહાડાની હારના દુર્ગાના સ્વામી સૌભૂતિની રાજધાની બનતી ઝડપે હાથ ધરવા માટે પેાતાના સરદાર હિફેસ્ટિયન અને ક્રેટીરેસને મેાકલ્યા. જરા પણ સામે થયા વગર સૌભૂતિ તાબે થયા, મ. નિ. ૧૪૧–૪. સ પૂ. ૭૨૬ એકટાંખરની આખરમાં અલેગ્ઝાંડરના કાફલાએ લંગર ઉપાડી જેલમના નીચેવાડે થને આગળ વધવા પ્રયાણુ આરંભ્યું, કાલાના રક્ષણ માટે બન્ને કિનારે સમાંતર કુચ કરતું ૧૨૦૦૦૦ આદમીનું લશ્કર રાકવામાં આવ્યું હતું. નદીને જમણે એટલે પશ્ચિમ કિનારે કુચ કરતું લશ્કર ક્રેટીરાસના હાથ નીચે હતું અને ડાબે એટલે પૂર્વ કિનારે કુચ કરતું ખસાં હાથી સહિતનું મોટું લશ્કર હિફેસ્ટિયનની દોરવણી નીચે હતુ. સિન્ધુના પશ્ચિમ પ્રદેશના સત્રપ ફિલિપેસને પીઠની રક્ષાનું કાર્ય સોંપ્યું હતું. ત્રણ દિવસ રોકાઈ એ પ્રયાણ કરી ફિલિપાસ લશ્કર સાથે આવી પહોંચ્યા ત્યારે તેને આગળ ચાલવાના હુકમ અપાયા હતા. આ સ્થળ છાયા પછી કાફલો પાંચમા દહાડે જેલમ અને ચીનાબને સ'ગમ થાય છે ત્યાં આવી પહોંચ્યા. તે વખતના ત્યાં આગળના સાંકડા પટને લઈ ઊઠતી ભમરીએથી એ કાફલાનાં બે લશ્કરી જહાજો ડૂબી ગયાં અને કાફલામાં ભારે અવ્યવસ્થા થ ગઈ, પણ પરિશ્રમથી છેવટે એ કાફલાને સહીસલામત રીતે નાંગર્યો અને ત્યાં તું સમારકામ કરી લીધું. અલેગ્ઝાંડરે પાસેની વસવાટવાળી જાતિઓને તાબે કરવા અહિ નદી કાંઠે લશ્કર ઉતાયું. સિમેઈ જાતિ તાબે થઇ ગઇ, પણ અગલકાઈ જાતિ માટું સંખ્યાબળનું લશ્કર ધરાવતી હાઇ સામે થઇ તેની ભયંકર ખાનાખરાખી કરવામાં આવી. એક ગ્રામે શ્રીકાથી આચરાતા અસહ્યુ લમ સહેવા કરતાં શહેરને સળગાવી બૈરાંકરાં સહિત તેમાં ખળી મરવાનું વધારે પસંદ કર્યું. નિર્દય રીતે ખૈરાંછેાકરાંની કતલ અને પશુની જેમ વેચાણુ એ, ૨૦૦૦૦ની વસ્તીવાળા એ ગામે પસંદ ન કર્યું.

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328