Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 304
________________ અવંતિનું આધિપત્ય ૨૮૫ હવે અલેક્ઝાંડરે તક્ષશિલાની છાવણીમાં આરામ લેતાં પિરસને તાબે થવા કહેણ મોકલ્યું, પણ માની પિરસે તેને સગર્વ ઇન્કાર કરવા પૂર્વક યુદ્ધથી જ ભેટવાનું જણાવ્યું તેથી તેણે તક્ષશિલાથી જેલમ તરફ જવા પૂર્વ–દક્ષિણ ભણી કુચ કરી અને આશરે એક પખવાડીયામાં તે હાઈડેપીસ (વિસ્તા-જેલમ) નદી પર આવેલા જેલમે આવી પહોંચ્યા, જ્યાં પોરસ યુદ્ધને માટે સજજ થઈ જેલમ નદીના પેલેપાર છાવણી નાખી પડયો હતો. વિદેશીઓની કપટજાલભરી સાવધતાથી અને સ્વપૂરની સ્થિતિની વાસ્તવિકતાના ઊંડા અવલોકનપૂર્વક આદરેલા ઝનૂનથી નીતિ અને બળના ઘમંડી ભારતીય રાજાઓને માટે નિરંતર બનવા પામ્યું છે તેમ પિરસના માટે પણ બન્યું. અલેક્ઝાંડરે જેલમ નદીને ઉપરવાડે જઈ પાર કરી. તેનો વ્યુહ સફળ થય ને પોરસનો નિષ્ફળ ગયો. પિરસના ૩૦૦૦ સવાર અને ૧૨૦૦૦ પાયદળ આ યુદ્ધમાં મરાયા અને ૯૦૦૦ સિપાહી કેદ પકડાયા. વીર પોરસ જે છેવટ સુધી પોતાની સેનાને લડાવી રહ્યો હતો, તે નવ જગાએ ઘાયલ થયેલો બેહોશ હાલતમાં પકડાયો. પોતાની સન્મુખ લાવવામાં આવતાં અલેક્ઝાંડરે તેને પૂછયું કે, “બોલો, હવે તમારી સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ.” આ વખતે પોરસે મૃત્યુ અથવા કષ્ટોની જરા ય પરવા કર્યા વગર નિર્ભય થઈ ગર્વની સાથે જવાબ આપે કે, “જેવી રીતે એક બાદશાહ બીજા બાદશાહની સાથે કરે.” આ ઉત્તર સાંભળી અલેક્ઝાંડર એટલો બધે પ્રસન્ન થયો કે, એણે આવા નિર્ભય અને સાચા વીરની સાથે મૈત્રી કરવી ઊંચત સમજી અને તેને તેનું રાજ્ય પાછું સોંપી દીધું, એટલું જ નહિ, પરંતુ સ્વદેશ તરફ પાછા ફરતાં જેલમ અને વ્યાસ નદીઓને વચલો પ્રદેશ, જેમાં ૨૦૦ શહેર અને સાત જાતિઓના લોક રહેતા હતા, તે પણ સેંપી દીધે. જો કે આમાં સીંકદરની ગુણજ્ઞતા કરતાં અન્ય જ કારણે હશે. આ પછી અલેક્ઝાંડરે સૈનિકોને માનચાંદ અર્પવા પૂર્વક વિજયોત્સવ મનાવ્યો અને આ વિજયની યાદગીરીમાં ‘નિકઈઅ’–નિકૈયા અને બડકેફલ’–બુકેલા નામના બે શહેરે અનુક્રમે યુદ્ધભૂમિ પર અને જ્યાંથી જેલમ પાર કરવા ગયા હતા તે સ્થલ પર વસાવ્યાં. હવે તેણે અહિં વ્યવસ્થા ખાતર ક્રેટિસને ' રોકો અને પોતે પોરસના રાજ્યની નજીકના ગ્લેસાઈ અથવા શ્લોકેનિકઈ જાતિના દેશ પર હલ્લો લઈ ગયો. ત્યાંના ગામોને છતી તેણે પોરસના રાજ્યમાં ભેળવી દીધાં. અબિરિસ, હારેલા પોરસને પોરસ અને બીજી કેટલીક સ્વતંત્ર જાતિઓએ પણ સિકન્દરની તાબેદારી સ્વીકારી લીધી. હવે અહિથી વધારે પૂર્વ તરફ આગળ વધી “નકી' ટેકરીઓની પાસેની કોઈક જગાએ એકેસીનિસ (ચન્દ્રભાગાચીનાબ) નદીને પાર કરી, આ ગ્રીક સમ્રાટ સિઆલકોટના પ્રાચીન કિલ્લા પાસે થઈને આગળ વધ્યો અને હીડેઓટીસ (ઇરાવતી-રાવી) નદીને પાર કરી. નદીને પાર ક્યને બીજે જ દહાડે અષ્ટાઈ નામની ટોળીએ તેને તાબો સ્વીકારી લીધો. આ પછી તેણે કરાઇ ટોળીની સરદારી નીચે એકઠી થયેલી રાવીની ડાબી બાજુ અથવા પૂર્વકાંઠે વસતી કેટલીક યુદ્ધ કુશલ જાતિઓના મંડળને તલવારથી સાફ કરવા તેમના બચાવશ્યલ સાંગમા દુર્ગને ઘેરે ઘાલવા આગળ કુચ કરી. અહિં મદદને માટે મેટ પોરસ આવી પહેઓ, દુર્ગનું ભંગાણ પડે તે પહેલાં જ ગ્રીક સૈનિકોએ કોટ પર ચઢી ઉતરી દુશ્મનને હરાવી દુર્ગને સર કર્યો અને સાંગલાને જમીનદોસ્ત કર્યું. હવે તે અહિંથી આગળ વધી હાઈ ફેસિસ (વિપાશા-બીયાસવ્યાસ) નદીના જમણું કિનારે અથવા પશ્ચિમમાં આવી પહોંચ્યો. તેનો ઇરાદો નદીને પાર કરી પૂર્વમાં વસતી સામંતચક્રની પદ્ધતિનું રાજતંત્ર ભગવતી, ઉત્તમ હાથીઓની વસાહત વાળી રસાળ ભૂમિની બહાદુર ખેડૂ પ્રજાને તાબે કરવાનો હતો, પણ હવે તેનું લશ્કર અગ્નિકોણમાં નદીની પેલી પાર આગળ વધવાને પહેલાંના જેવું સ્કુતિવાળું ન હોઈ મંદોત્સાહી જણાતું હતું. તેણે અનેક પ્રકારની લાલચેની વાત કરી લશ્કરના ઉત્સાહને ઉત્તેજવા પ્રયત્ન કર્યો, પણ તેના એક વિશ્વાસ સરદાર કેઈનસે હિંમત ધરી લશ્કરની

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328