________________
૨૯૬
અવંતિનું આધિપત્ય લાભ લઈ અસ, કે જે ઘણું કરીને શક હશે, તેણે પંજાબની ગાદી પર પિતાની સત્તા જમાવી અને તાત્વિક રીતે કદાચ તે સ્વતંત્ર નહિ હોય પણ વ્યવહારમાં તે તદ્દન સ્વતંત્ર જ બની રહ્યો.”
પાર્થિયન સરકારનો દાબ શિથિલ થઈ હિંદી સરહદ કોઈ અન્યની સત્તામાં ચાલી ગઈ એ વાત બરાબર છે, પણ મી. મીથ એ સત્તાને પચાવી પાડનાર જે “મેઅસ' તરીકે જણાવે છે તે અસંગત છે એમ તે નહિ, પણ જરૂર પડાફેર છે.
આર્ટીએનસ પછી પાર્થિયાની ગાદી પર મહાન મિથોડેટસ બીજે આવ્યું હતું. એના રાજત્યકાલ મ. નિ. ૩૪૪ થી ૩૭૯–ઈ. સ ૧૨૩ થી ૮૮ સુધી ૩૫ વર્ષ હતો. એણે ભારે પ્રયત્નથી પાર્થિયન સત્તાને બહુ જ મજબૂત બનાવી, કે જે તેની પૂર્વના બે રાજાઓના સમયમાં અસ્તવ્યસ્ત અને નબળી પડી ગઈ હતી. કહે છે કે, એણે વિખરેલી શકિતને એકઠી કરી બલુચિસ્તાન અને પંજાબ પર પિતાની સત્તા જમાવી. આ મિશ્રોડેટસ બીજાએ પોતે જીતેલા પંજાબ પર “અસ”ને સુ નીમ્યો હતો. એ મોઅસ પાર્થિથન હતું. એની સરદારી નીચે જ પ્રથમ પાતિક પાસેથી તક્ષશિલા અને પછી તરત જ રાજીવલના પુત્ર-ષડાસ પાસેથી મથુરા છતી લેવાયું હતું; પરિણામે તે બન્ને ય રાજાના સર્વ પ્રદેશનો શાસક નીમાયો હતો. ઉપરાંત, મહાન મિથોડેટસ બીજાએ સીસ્તાન અને કંદહારના પ્રદેશમાં બીજી પણ એક શાખા સ્થાપી હતી. અહિં તેણે પોતાના રાજવંશીને નીમવાની પ્રથા રાખી હતી. મિથોડેટસ મૃત્યુ પામે ત્યારે રાજવંશી નહિ પણ તેની જાતિના મોઅમે રાજાધિરાજ પદ ધારણ કર્યું અને તે કદાચ સર્વથા સ્વતંત્ર નહિ તે પણ સ્વતંત્ર જેવો જ થઈ ગયો. કારણ કે; મિથોડેટસ બીજાનો પ્રબલ હાથ જતે રહ્યો હતો અને તેના પછી આવેલા બે ત્રણ રાજાઓના સમયમાં, એટલે કે મ. નિ. ૩૭૯ થી ૪૦૭–ઈ. સ. પૂ. ૮૮ થી ૬૦ સુધીના ૨૮ વર્ષના કાલમાં, પાર્થિયાની અને સીસ્તાન-કંદહારની એમ મુખ્ય અને પિટા બન્ને શાખાઓ શકે સાથેના ઝઘડાઓમાં ગુંચવાયેલી હોઈ હિંદ તરફ ઝાઝું લક્ષ્ય આપે તેમ ન હતી. ખરી વાત તો એ હવા સંભવ છે કે, મિથોડેટસ બીજાએ સીસ્તાન અને કંદહાર વિગેરે પ્રદેશના શાસન માટે જેમ વાસસથી એક રાજવંશો શાખા શરૂ કરી હતી તેમ હિંદમાંના જીતેલા પ્રદેશોના શાસન માટે “અસ”થી બીજી શાખા ચલાવી હતી અને તે પણ રાજવંશી જ હતી. જોકે સીસ્તાન–કંદહારની શાખાના અને તક્ષશિલા કે પશ્ચિમ પંજાબની શાખાના પાર્થિયન શાસકે વોનોસસ વિગેરે તથા મોઅસ પોતાને મહારાજ, રાજાધિરાજ વિગેરે વિશેષણથી નવાજે છે અને તેઓ અનુક્રમે પિતાના તાબાના શક સાહીઓ તથા શક કે ક્ષહરાટ ક્ષત્રપના વડા હતા, તો પણ તેમણે સર્વથા સ્વાતંત્ર્ય ધારણ નહોતું કર્યું. તેમને માથે સાહાસાહી-શહેનશાહ હતે, કે જે પાર્થિયન સામ્રાજ્યને સાર્વભૌમ–સમ્રાટું હતું. “મહરજસ’ એ “મહાછત્રપ” જેવો સાહાણુસાહીથી ઊતરતે ઈલકાબ હશે, અને તેનાથી ઊતરતે ઈલ્કાબ સાહી કે રાજા એ છત્રપ જેવો ઇલકાબ હશે, એમ વોનોસસ વિગેરેના તે સમયના સિક્કાઓ પરથી સહજ અનુમાન થાય છે. “મહરજસ” ઈલકાબ માટે થતું અનુમાન “રજદિરજસ” કે “રજરજસ” ને પણ લાગુ પડે છે. માઅસ (મેગ) અને અયસ (ઐજાસ કે એઝીઝ ) વિગેરે હિન્દી પ્રાંતના શાસકેએ જે “રજદિરજસ” કે “રજરજસ” ઈલકાબ પિતાના સિક્કાઓમાં કોતરાવ્યો છે તે પણ “મહાછત્રપ” ના જ અર્થમાં છે. આથી સમજાશે કે, અસે મધ્યસ્થ પાર્થિયન સરકારની નબળાઈને કે અગવડો લાભ લઈ “રાજાધિરાજ' પદ ધારણું કર્યું નથી.
મી. રમીથ અને હિંદ પરની સત્તાને સમય મ. નિ. ૩૭૨ ઈ. સ. પૂ. ૯૫ની લગભગ