Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 314
________________ અવંતિનું આધિપત્ય સિંધુ તથા ઝેલમ વચ્ચેના બધી પ્રજાઓના મુવકને ખાલસા કરી પિતાના રાજ્યમાં જોડી દીધા.” પહેલાં નોંધવામાં આવ્યું છે કે મિથિડેટિસ કે મિથોડેટસ (૧)ને રાજકાલ મ. નિ. ૨૯૩ (૨૬) થી ૩૩૧-ઈ. સ. પૂ. ૧૭૪ (૧૭૧)થી ૧૩૬ હતો. આ સમયે સિંધુ ને ઝેલમ વચ્ચે રાજ્ય કરતે તક્ષશિલાને શાસક એન્ટિઆકિડસ હતો કે જે ડિમેટ્રિયસને સરદાર હતો. એરેસિયસના લખાણમાં આ સરદારની જ હારનું સૂચન છે; કેમકે એરેસિયસે નિર્દિષ્ટ કરેલા છતાયલા પ્રદેશને આ સમય દરમિયાન તે જ શાસક હતું. “ભારત કે પ્રાચીન રાજવંશ'ના લેખક મિડેટસની ઉપરોક્ત છતનો સમય મ. નિ. ૩૨૯–ઈ. સ. પૂ૧૩૮ ની નજીકને લખે છે; અર્થાત મીડરના મૃત્યુ બાદ અથવા બેસનગરના સ્તંભ પર લેખ કેતરાવ્યા બાદ (જે એ લેખ મ. નિ. ૩૨૧–ઈ. સ. પૂ. ૧૪૬ માં નહિ પણ મ. નિ. ૩૨૮-ઈ. સ. ૫. ૧૩૯ માં કાતરાવ્યો હોય તે ) એક બે વર્ષમાં જ એન્ટિઓકિડસની હાર થઈ સિંધુ અને ઝેલમ નદી વચ્ચેનો પ્રદેશ પાર્થિયન સામ્રાજ્યમાં જોડાય હતે. સંભવ છે કે, મિથોડેટસના હાથે બેબીલોન પહેલાં પડયું હશે પણ હિંદમાં ઝેલમ સુધીની તેની સત્તા પશ્ચિમ ભારતના વિજેતા સુપ્રસિદ્ધ મીન્ડરની હયાતીમાં નહિ, પરંતુ “ભારત કે પ્રાચીન રાજવંશ'ના લેખક કહે છે તેમ, તેના મૃત્યુ બાદ જ સ્થપાઈ હેવી જોઈએ. - મિથોડેટસની ઉપરોક્ત ઝેલમ સુધીની સત્તા હોવાની વાત ઓરેસિયસ કરે છે તે પરથી કેટલાકે સિક્કાઓ કે લેખોમાં છત્રપ કે મહાછત્રપ ઈલ્કાબવાળા વંચાતા જીએનિસસ, ખરસ્ટ, લિઅક અને પાટિક કે પતિક એ તક્ષશિલાના શાસકેને તથા રાજુલુલ અને ડાસ એ મથુરાના શાસકેને મિડેટસે હિંદમાં સ્થાપેલી પાર્થિયન સત્તાના શક જાતિના સુબાઓ માને છે. તેઓ એવો અભિપ્રાય ધરાવે છે કે, “ “સત્રપ’ એ શુદ્ધ ઈરાની ઈલ્કાબ ધારણ કરવાને લીધે, આ જ અરસામાં રાજા તરીકે દેખાતા અને લાંબી વંશાવલીવાળા પર્શિયન રાજાઓના જ તેઓ–સિક્કાઓ કે લેખોમાં વંચાતા જીઓસિસ આદિ કે રાજુલ આદિ-સુબાઓ હોવા જોઈએ.” મને ઉપરોકત માન્યતા કે અભિપ્રાય બરાબર હેય એમ નથી લાગતું, અને એ કારણ પણ છે. એરસિયસના કહેવા પ્રમાણે, મિથોડેટસે ઝેલમ સુધી પાર્થિયને સત્તા સ્થાપી હોય તે પશુ એ સત્તા સ્થાપ્યાને જે સમય મ. નિ. ૩૨૯–ઈ. સ. પૂ. ૧૩૮ માનવામાં આવે છે તે પછી તેને રાજકાલ બે વર્ષ જ રહ્યો છે. એના રાજ્યાન્ત પછી ફ્રેટસ (૨) આવ્યો અને રાજકાલ મ. નિ. ૩૩૧ થી ૩૩૯-ઇ. સ. પૂ. ૧૩૬ થી ૧૨૮ સુધી ૮ વર્ષ તથા દેટસ પછી આટબેનસ આવ્યા. એનો રોજકાલ મ. નિ. ૩૩૯ થી ૩૪જ–ઈ. સ. પૂ. ૧૨૮ થી ૧૨૩ સુધી ૫ વર્ષ હતા. એ બને રાજાઓએ શક અથવા એવા પ્રકારની ભટકતી ધસી આવેલી જાતિઓ સાથેના ઝઘડામાં પિતાના પ્રાણ ગુમાવ્યા હતા. એ વિષમ સમયે મિથોડેટસે જીતેલા હિંદના પ્રદેશ પર પાર્થિયન સત્તાનો કાબુ નષ્ટ થઈ જતાં ત્યાં–તક્ષશિલામાં છએનિસસ નામનો છત્રપ આવ્યો છે. પાર્થિયનોનો એ પ્રદેશ પર દાબ શિથિલ થયાની હકીકત મી. મીથ પણ લખી રહ્યા છે. તેમનો અભિપ્રાય આ પ્રમાણે છે: જ એ નવા જીતેલા પ્રાંતનો સીધો વહીવટ ટેસિકનની સરકારને હાથ થોડાં વર્ષ જ રહ્યો હશે એવો સંભવ છે. ઈ. સ. પૂર્વે ૧૩૦ થી ૧૨૦ સુધીમાં ભટકતી જાત સાથેના ઝઘડામાં બીજા ક્રેટીસ તથા આપ્ટેએનસે અંદગી ખાઈ તે પ્રસંગમાં હિંદી સરહદનાં રાજ્ય જેવાં દૂર આવેલાં તાબાનાં રાજય પરને મધ્યસ્થ સરકારનો દાબ શિથિલ થઈ ગયો હશે; અને સંભવ છે કે આવી રીતે મળેલી તકને

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328