Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 313
________________ ૨૪. 'અવંતિનું આધિપત્ય હતું. રાજ્યતાનામાં અને ઉત્તર હિંદમાં આગળ વધતાં તેનાં લશ્કરોએ, વ્યાકરણ ભાષ્યકાર પતંજલી કહે છે તેમ, રાજપુતાનામાં ચિતડ પાસે આવેલી નગરી–પ્રાચીનકાલની મધ્યમિકાને અને સાકેત (અયોધ્યા)ને ઘેરો ઘાલ્યો હતે. પરિણામે મીન્ડર અને ઈંગ રાજાઓ વચ્ચે ઘેર સંગ્રામ થયો હતો અને મીન્ડરને મગધ તરફ આગળ વધતાં અટકાવાયા હતા. આ પછી તે બેકિટ્સન રાજા હિંદમાંની રાજધાની સાલ (સીઆલકોટ થી કાબુલ ચાલ્યો ગયો હતો. એણે ભારતમાં બે ત્રણ વર્ષ ગાળ્યાં હતાં. મ. નિ. ૩૧૪ ઇ. સ. પૂ. ૧૫૩ ની આખરમાં તે કાબુલના અંગે વારંવાર ઉપસ્થિત થતા ભયને પહોંચી વળવા ભારત છોડી ગયો-તેને છોડવાની ફરજ પડી. ત્યારે તેણે પોતે તાબે કરેલા પ્રદેશ પર સુબાઓ નીમ્ય -તેમાંને એક સુબ “ભૂમક' હોવાની સંભાવના છે. ભૂમક એ “ક્ષહરાટ' વનતિને હતે. મધ્યમિકાને ઘેર ઘાલનાર આ જ સરદાર- છત્રપ હોવો જોઈએ અને એ નગરી લીધા બાદ મિનેન્ટરે તેને સિંધ, કચ્છ, સેરઠ અને રાજપુતાનામાંના કેટલાક ભાગને છત્રપ-સુબો નીમેલ હોવો જોઈએ. એ ડિમેટ્રિયસને સરદાર હોઈ તેની સાથે હિંદ આવ્યો હશે અને સિંધને જીત્યા બાદ ત્યાંને છત્રપ–સુબો નીમાયા હશે, પણ પાછળથી મીનેન્ડરની સત્તા તળે આવી તેની સૂબાગીરી કરતા હશે એમ અનુમાન થાય છે. તેણે રાજાને ઇલકાબ ધારણ કર્યો નથી. તે ઠેઠ સુધી છત્રપ કે મહાછત્રપ જ રહ્યો છે. આશરે મ. નિ. ૩૨–ઈ. સ. પૂ. ૧૪૦ માં મીકેન્ડરના મૃત્યુ બાદ આ ભૂમક મીડર પછી આવનારા સ્ટ્રેટોને તાબેદાર હશે પણ એ તાબેદારી નામની જ હવા સંભવ છે. મધ્યમિકામાં સુબા (છત્રપ- ક્ષત્ર૫) તરીકે જેમ ભૂમકનીમાયો હતો, તેમ મથુરામાં રાજુલુલ અને તક્ષશિલામાં “જીઓનિસિઅસ” નીમાયા હતા. રાજીવલ કે રંજીવલ છત્રપ તે કોઈ જગાએ મહાછત્રપ પણ લખાય છે. તેના પુત્ર ષડાસના લેખમાં ૪૨ નો અંક છે, તે મ. નિ. ૩૦૭–ઇ. સ. પૂ. ૧૬ ૦ થી શરૂ થયેલો માનેન્ડર સંવત હોવા સંભવ છે; એટલે એ લેખ મ. નિ. ૩૪૯ઈ. સ. પૂ. ૧૧૮માં લખાય હશે. આ ષડાસનો રાજત્વકાલ આથી થોડાંક વર્ષ પહેલાં શરૂ થયેલ હોઈ, . નિ. ૩૭૨-ઈ. સ. પૂ.૯૫ સુધી રહ્યો હતે. તક્ષશિલામાં જીએનિસિઅસ પહેલાં એન્ટિઓકિડસ’ હતા. યુક્રેટાઈડેસના સમકાલિન એ રાજાને ડિમેટ્રિયસે નીમે હેવો જોઈએ. એણે પોતાના અમલના ૧૪મા વર્ષે બેસનગરના શાસકની પાસે તક્ષશિલા નિવાસી - દિયકે પુત્ર-હેલિઓદરને રાજદૂત તરીકે મોકલ્યો હતે, એમ ભિલસા નજીકના બેસનગર સ્થાનમાંથી મળી આવેલ, હેલિએ દોરે બનાવેલા વિષ્ણુના ગરુડધ્વજ સ્તંભ પર લેખ કહી રહ્યો છે. આ લેખમાં એ દૂત પિતાને યોન-બેટ્રિયન રાજદૂત તરીકે જણાવે છે. આ પરથી અનુમાન થાય છે કે, ડિમેટ્યિસે યુક્રેટાઈડિસના સમકાલીન મનાના એ એન્ટિઓકિડસને તક્ષશિલાને સુબો નીચો હશે, પણ ડિમેટ્રિયસની પછી જ્યારે મીનેન્ટરે કાબુલમાં રાજપદ ધારણ કર્યું ત્યારે ડિમેટ્રિયસના કુટુંબના આ સુબાએ પણ પિતાને રાજા તરીકે મનાવવા માંડયું હશે. આ હિસાબે બેસનગરના રતંભલેખનો સમય મ. નિ. ૩૨૧–ઈ. સ. પૂ. ૧૪૬ માં આવે, પણ મી. સ્મીથ આ લેખનો સમય મ. નિ. ૩ર૭ થી ૩૩૭– ઈ. સ. પૂ. ૧૪૦ થી ૧૩૦ વચ્ચેનું અનુમાન કરે છે. મારે રાજપદ ધારણ કર્યું ત્યારે નહિ પણ જ્યારે તેણે મનિ. ૩૧૪–ઈ. સ. પૂ. ૧૫૩ ની આખરે હિંદ છોડયું તે વખતે કદાચ એન્ટિઆલિકડસે પિતાને રાજા તરીકે મનાવ્યો હોય તે એ રતંભલેખને સમય મ. નિ. ૩૨૮–ઈ. સ. પૂ. ૧૩૯ માં આવે, કે જે અલ્પાંશે મી. સ્મીથના કરેલા અનુમાન સાથે સંગત થાય છે. લેખને સમય મ. નિ. ૩૨૧–ઈ. સ. પૂ. ૧૪૬ અથવા તે મ. નિ. ૩૨૮-ઈ. સ. પૂ. ૧૩૯ આ બન્નેમાંથી ગમે તે હે પણ એ એન્ટિઓકિડસનું રાજ્ય મ. નિ. ૩૨૮-ઈ. સ. પૂ. ૧૩૯ ની લગભગ સુધી લંબાયું હતું એમ માનવાને કારણું છે. ઓરેસિયસ લખે છે કે, “ મીટ્ટીએસના સરદારની હાર અને બેબીલોન પડયા પછી પહેલા મિગ્રિડેટિસે

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328