________________
અવંતિનું આધિપત્ય
૨૯૧
પરથી એમ સમજાય છે કે, અલેક્ઝાંડરના મૃત્યુ બાદ થોડા જ મહિનાઓમાં સિલ્પના પૂર્વ પ્રદેશોમાં સહીસલામત રીતે ગ્રીક સત્તાને ટકાવી રાખવાનું કાર્ય મુશ્કેલ બન્યું હતું. સિંધુના દોઆબથી ઠેઠ ફિલિપાસને પેલા પ્રદેશ સુધીની એલેક્ઝાંડરથી છતાયલી દેશી જાતિઓ અને તેમના સરદારે કે રાજાએ તરફથી ઊડી વૈરવૃત્તિને લઈ ગ્રીક સત્તાને ઉખેડી નાખવાના થતા પ્રયત્નને જ કારણે, એન્ટિપેટરે ગ્રીક સામ્રાજ્યના ભાગલાની વ્યવસ્થામાં હિંદના પ્રદેશને જતા કરવા જેવી બેદરકારી બતાવી છે. કદાચ, આ સમયે સિંધુ અને પંજાબની નદીઓના સંગમની નીચેના પ્રદેશે ગ્રીક સત્તાને ફેંકી દીધી પણ હશે. એ સંગમના ઉત્તર પ્રદેશોમાં સર્વથા સ્વતંત્ર જેવા જ પોરસ ને અભિ રાજ્ય કરી રહ્યા હતા. તેમના પર યુડીસનું-ગ્રીક સરદારનું પ્રતિનિધિત્વ કે દેખરેખ નામની જ હતી, એટલે અહિં પણ ગ્રીક સત્તા લગભગ સમાપ્ત જ થઈ ચુકી હતી. આવી સ્થિતિમાં એટલે કે પિરસ ને અભિના હાથ નીચે બીયાસથી સિંધુની ખીણ સુધી રહેલે પંજાબ હોય તે પછી આ પ્રદેશમાં બળો જાગે અને તેનો નેતા ચંદ્રગુપ્ત મૌર્યું હોય એ અસંભવિત છે. સંભવિત વાત તે એ હેઈ શકે કે, યુડીમોએ પોતાની સત્તા વધારવાના માટે પરસનું ખૂન કરતાં ગ્રીકોની સામે ઉશ્કેરાયલી દેશી જાતિઓએ અને તેમના સરદારોએ તકને શોધતા ચંદ્રગુપ્તના નેતૃત્વ નીચે મ. નિ. ૧૫૦-ઈ. સ. પૂ. ૩૧૭ માં એક મોટું બંડ જગાવી ગ્રીકને સિન્ધના પૂર્વમાંથી સર્વથા નિર્મૂળ કર્યો હોય. જો કે આ હકીકતનું સમર્થન ચંદ્રગુપ્ત વિષે આલેખતા ભારતીય સાહિત્યથી લેશ પણ કરાતું નથી; પણ ચાણકયે પાર્વતીય રાજાની મદદ ઉપરાંત, મગધ સામ્રાજ્યને હરતગત કરવા પંજાબના સત્તાધીશ તરીકેનું ચંદ્રગુપ્તનું બળ વધારવા પ્રયત્ન કર્યો હોય અને તેમાં તેણે સફળતા મેળવી હોય તે કાંઈ નવાઈ નથી. આ સ્થળે મારે કહેવું જોઈએ કે, જે મહાશય મી. મીથ જેવાના ઉલ્લેખોના આધારે હું આ લખી રહ્યો છું, તેમનાં સંશાધનોના મૂળભૂત પાયા અસ્તવ્યસ્ત, સંદિગ્ધ અને અવિશ્વસનીય પણ હોવા સંભવ છે. આપણી દૃષ્ટિએ અલેક્ઝાંડરની ચઢાઈનું વૃત્તાંત એકતરફી છે. મૂળ લેખકેએ તેમાં ઊજળી બાજુ દર્શાવી હશે કે અતિશયોક્તિ કરી હશે એ સમજવું મુશ્કેલ છે, પણ તે એક બની ગયેલી બીના છે એમાં કોઈ શક નથી.
હાલનો સરહદ પ્રાંત, બીયાસથી જમણી તરફના પંજાબ અને ઘણેખર સિંધ, એ પ્રદેશોમાં લેહી અને આંસુની નદીઓ વહેવડાવનાર, તેનું સર્વસ્વ લૂંટનાર અને નાશ કરનાર તથા સદાની લૂંટ કાયમ રાખવા ભયપૂર્વક સત્તા સ્થાપી ટકાવી રાખવાની ઈચ્છા ધરાવનાર એક મહાન લૂંટારા વિષે ભારતીય લેખકે એ કાં તો કાંઈ પણ લખ્યું નથી અથવા લખ્યું હોય તો તે કાળના મોટા પ્રવાહમાં સચવાઈ રહેવા પામ્યું નથી. સંશોધકે કહે છે કે, “ભારતમાંથી અલેક્ઝાંડરનાં પગલાં થોડાંક વર્ષોમાં જ ભૂંસાવા માંડ્યાં હતાં. આજે એમાંનું કાંઈ પણ નિશાની રૂપે જોવા પામીએ તેમ નથી.'
( ૨ )
સીરિયાના બાદશાહ સેલ્યુકસ નિટરે મ. નિ. ૧૬૪-ઈ. સ. પૂ. ૩૦૩ માં થયેલી સંધિ મુજબ વાયવ્ય હિંદમાં સિંધુની પેલી પાર, જે મુલક મગધ સમ્રાટે ચંદ્રગુપ્ત મૌર્યને આપ્યો હતો તેના પર મૌર્ય રાજાએની લગભગ ૯૭ વર્ષ સુધી એક સરખી બિન ઉપદ્રવી સત્તા રહી. સેલ્યુસ નિકેટર મ. નિ. ૧૮– ઈ. સ. પૂ. ૨૮૦માં મૃત્યુ પામ્યો. તેના પછી સીરિયાની ગાદીએ એન્ટિએસ (એન્ટિએચસી આવ્યું. “સેટર’ તરીકે ઓળખાવાતા, બિન્દુસારને અંજીરાદિ મોકલનાર એનો રાજઅમલ મ.નિ. ૧૮૭થી ૨૦૬-ઈ.સ. ૨૮૦થી ૨૧ સધી હતી. આ પછી “થીઓસ' તરીકે ઓળખાવા એન્ટિએકસ બીજે સીરિયાના તખ્ત આવ્યો.