________________
અવંતિનું આધિપત્ય
૨૮૯
ઉરનાર બીજા વધારે બ્રાહ્મણોને કતલ કરવામાં આવ્યા હતા. અહિં એવું કહેવાય છે કે, નીચલી સિંધુની આ ચઢાઈ દરમિયાન ૮૦૦૦૦ કેદીઓને મારી નાખવામાં આવ્યા હતા અને ટોળાબંધ લોકોને ગુલામગીરીમાં વેચવામાં આવ્યા હતા.
કહે છે કે, આ સમયે બિકાનેર, ભાવલપુર અને સિંધના રણને જીવન અને ધન અર્પતી હકા . અથવા વાહિંદા નામની નદી લુપ્ત થયેલી નહોતી. સિંધુ સમેત પંજાબની બધી ય નદીઓ તેમાં ઠલવાઈ
જતી હતી અને તેનું નામ “સિંધના મિહરાન” તરીકે બોલાતું હતું. મને લાગે છે કે, હક્કા નદી આ સમયે વિદ્યમાન નહોતી. તે દોઢસો કરતાં ય વધારે વર્ષ પહેલાં લુપ્ત થઈ ગઈ હતી. સિંધુ-સૌવીરના વીતભયપટ્ટણના રાજા ઉદાયનના સ્વર્ગસ્થ થયા પછી તરત જ એ નદી લુપ્ત થઈ હશે એમ લાગે છે. ધળના વરસાદથી એ સમયે જેમ વીતભયપટ્ટણું દટાયું તેમ એ નદી પણ દટાઈને લુપ્ત થઈ હશે, સિવાય કે આ સમયથી પહેલાં પણ તે લુપ્ત થઈ ગઈ હોય.
હવે અહિંથી દક્ષિણમાં સિંધુના દોઆબમાં આવેલા પટલ કે પાતાલ તરફ આગળ કચ કરવાની હતી. પાતાલન રાજા અહિં આવ્યો હતો. તેણે અલેક્ઝાંડરને મળી તેના ચરણે પિતાનું રાજ્ય ધર્યું હતું અને જ્યારે પિતાના રાજ્યમાં અલેક્ઝાંડર આવે ત્યારે તેની ને તેના લશ્કરની સેવા–સરભરા કરી શકે માટે તે પાછો ચાલ્યો ગયો હતો. આ દરમિયાન અલેક્ઝાંડરે ક્રેટીસને હાથીઓ અને લશ્કરના મોટા ભાગ સાથે કંદહાર અને સીસ્તાનના ભાગે કરમાની આ પહોંચી જવાને હુકમ કર્યો. ક્રેટીસની જગ્યાએ પીથનને નીમ્યો. નદીની પૂર્વ બાજુના પ્રદેશોમાં સત્તા જમાવવાની અને બળવાઓ સમાવી વ્યવસ્થા સાચવવાની કાર્યવાહી બનાવ્યા બાદ તેને પાતાલમાં આવી મળવાનો હુકમ હતો.
અલેક્ઝાંડર કુચ કરી પાતાલ પડે અને તેણે હિફેસ્ટિયન પાસે ત્યાં એક કિલ્લે બંધાવ્યો અને નજીકમાં કુવા ખોદાવ્યા તથા સિંધુની બે શેરે જુદી પડે છે ત્યાં નાના માટે ઘાટ બંધાવ્યો. દરમિયાન તે સિંધુની બને શેરમાં થઈ દરિયા કિનારા સુધીની વ્યવસ્થા કરી પાછો પાતાવ આવ્યો બધી વ્યવસ્થા કરી નાખ્યા બાદ હવે તેણે જેલમથી અહિં સુધી ૧૦ માસ પર્યન્ત નૌકા કાફલાની દોરવણી કરનાર નિઆર્કોસને દરિયાના કિનારે કિનારે ઇરાની અખાતમાં યુક્રેટિસ નદીના મુખ સુધી આવવાની અને મુસાફરીનાં અવલોકનો નોંધવા કાળજી રાખવાની સૂચના કરી, અને પિતે હાલમાં મકરાના નામથી તથા તે વખતે ગેડેઝિયા નામથી ઓળખાતા જંગલી મુલકમાં થઈ ઈ. ન તરફ ચાલ્યા જવા મ. નિ. ૧૪૨-ઈ. સ. પૂ. ૩૨૫ ઓકબરની શરૂઆતમાં પોતાની કુચ શરૂ કરી. હવામાન અનુકૂલ ન હોવાથી નિઆર્કોસને એક બારામાં કેટલાક દિવસ રોકાવું પડયું હતું. એ બારાનું, અલેક્ઝાંડરનું સ્વર્ગ ” એવું નામ રાખવામાં આવ્યું હતું. નિસની દરિયાઈ સફર અને એલેક્ઝાંડરની જમીન પરની કુર્ચ લગભગ સમાંતર થાય એવી વ્યવસ્થા હતી. મુશીબતોનો ભારે સામનો કરતાં અને કષ્ટ ઉઠાવતાં બન્ને દળો આગળ વધ્યાં. અનુક્રમે ગેઝિયામાં થઈ અલેક્ઝાંડર કરમાનીયામાં પડઓ ત્યાં તેને ખબર મળી કે. સિંધુ અને જેલમના સંગમથી ઉપરવાડેના પ્રદેશમાં નીમાયેલા પોતાના સુબા ફિલિપસનું તેના પગારદાર સીપાઈઓના હાથે દગાથી ખુન થયું છે. આથી ચિંતાતુર થયેલા તેણે તક્ષશિલાના રાજા આંભિ અને એક પ્રેસ ટુકડીના સરદાર યુડીએસ પર એક પત્ર લખી, ફિલિસના તાબાના પ્રદેશ પર નો સબ ન નીમાય ત્યાં સુધી તે પ્રદેશને વહીવટ તેમણે સંભાળવો એમ જણાવી સંતોષ માને.
અહિથી એટલે કરમાનીઆથી કુચ કરી અલેઝાંડર એપ્રીલ-મેના વચલા દિવસે માં “સુસાએ
૩૭