________________
અવંતિનું આધિપત્ય
૨૮૩ સર્વથા સ્વતંત્ર થયેલા એ પોરસ વિગેરે હાઈ સીકંદરની સાથે લડતાં છતાયા હતા કે સંધિથી જોડાયા હતા. આ સર્વ કથનને સાર એ છે કે, સીકંદરની ભારત પર વિજયયાત્રા શરૂ થઈ તેના પહેલાં દેઢ વર્ષ સુધીમાં ભારતના પશ્ચિમ અને વાયવ્ય પ્રદેશમાં અનુક્રમે વલ્લેશ્વર અને મગધેશ્વરનું આધિપત્ય હતું, નહિ કે તે પ્રદેશમાં ખરેષ્ઠી લિપિ વિગેરેના લાંબા કાળ સુધીના ચાલુ રહેલા પ્રચારના કારણને આગળ ધરી, કેટલાકે કલ્પના કરે છે તેમ, ઈરાની શહેનશાહનું કે તેના કેઈ સત્ર૫-રાજાનું. સાઈરસ અને ડેરીથસના સત્તા કાલમાં ગાન્ધારે ખરેષ્ઠીલિપિ વિગેરે અપનાવ્યાં હોય ને પછી એ સત્તા નાશ પામ્યા છતાં ય વ્યવહારમાં ચાલુ જ રહ્યાં હોય એ બનવાજોગ હોવાથી ખરેષ્ઠીલિપિ વિગેરે અને ઈરાની સત્તા, એનો વ્યાયવ્યાપકભાવ સંશયિત હોઈ તે આધારે તે પ્રદેશમાં સીકંદરના આગમન પર્યન્ત ઈરાની સત્તા ચાલુ હોવાનું માનવું એ અપ્રામાણિક છે. વિશેષ સંભવ તે એ છે કે, કંદહાર વિગેરેને લગતા પ્રદેશમાં વસતી ક્ષહરાટ જાતિનું જ સૃજનકાર્ય આ ખરોષ્ઠી-ખરોષ્ટ્રી(સહારાષ્ટ્ર) લિપિ છે. અસ્તુ, હવે આપણે ડેરીયસ પછી સીકંદરને ભારતના વાયવ્ય પ્રદેશમાં પ્રવેશ કરતે, લડતે, વિજય કરતે અને એક જબરા વાવંટાળની જેમ ઉથલપાથલ કરીને બીયાસનદીના તીર સુધી આવી ત્યાંથી પાછા સ્વદેશ તરફ ચાલ્યો જતે અને અંતે બેબીલોનમાં મૃત્યુ પામતે જોઈએ.
અલેકઝાંડર ઉર્ફ સીકંદર (નસીબને બલવાન), મેસિડેનિયાને અને પાછળથી ગ્રીસન (મકદુનિયાને) પણ રાજા ફિલિપ કરીને હતું તેનો પુત્ર હતો. તેને જન્મ મ. નિ. ૧૧૧-ઈ. સ. પૂ. ૩૫૬માં થર્યો હતો. તેણે પિતાની ૧૩ વર્ષની વયમાં પ્રસિદ્ધ દાર્શનિક એરિસ્ટોટલ પાસે શિક્ષણ લેવા માંડયું હતું અને તે ૧૬ વર્ષની વયે પિતાના રાજકાજમાં ભાગ લેવા માંડયો હતો. એક મેસિડેનિયા નિવાસીના હાથે તેના પિતાનું મૃત્યુ થતાં તે ૨૦ વર્ષની વયે મ. નિ. ૧૩૧- ઈ. સ. પૂ. ૩૩૬ માં મેસિડોનિયા ને ગ્રીસનો શહેનશાહ બન્ય. એક જ વર્ષમાં એણે શત્રુઓને દબાવી પોતાના રાજ્યની સુવ્યવસ્થા કરી દીધી. આ પછી એશિયા પર અધિકાર સ્થાપવાને એના પિતાને ઈરાદો પાર પાડવા એણે આશરે ૬૦ હજાર કસાયેલી સેના લઈ એશિયાની તરફ કૂચ કરી. અનુકૂલતાની દૃષ્ટિથી વિદેશી લેખકે એ આલેખેલા, પણ ભારતીય લેખકે એ જેના નામનો ઇશારો સુદ્ધાં પણ નહિ કરાયેલા આ કહેવાતા મહાન સીકંદરે આશરે સાતેક વર્ષ સુધીમાં ફારસ, સીરિયા, ઇજિપ્ત, ફિનસિયા, પેલેસ્ટાઈન, બેબિલોન, બૈકિટ્રયા આદિ દેશને જીતી લીધા અને તે બેકિટ્રયાની છત પુરી કર્યા બાદ મ નિ. ૧૪૦ – ઈ. સ. પૂ. ૩૨૭, મે માસની શરૂઆતમાં હિંદુકુશને ખાવક અને કાશાનના ઘાટોના રતે પાર કરી, બે વર્ષ પહેલાં પોતે વસાવેલા અલેકઝાંડિયા (સિકંદરીયા) નગરે આવી પહોંચ્યા. આગળ વધતાં પોતાના પાછલા વ્યવહારમાર્ગને સલામત રાખવા સિકંદરીયા નગરના સ્થાનને બધી રીતે વ્યવસ્થિત અને મજબૂત બનાવી તથા કાબુલ નદી અને હિંદકશના ઘાટ વચ્ચેના મુલકમાં વહીવટ કરવા ટીરિયાસ્મીર નામના સુબાને નીમી અલેકઝાંડર
હિંદ અને કાબુલના રસ્તા પર જલાલાબાદથી પશ્ચિમે આવેલા નિકયા તરફ પિતાના લશ્કર સાથે આગળ વધ્યો. અહિં પિતાના સૈન્યના બે ભાગ કરી એક ભાગની સરદારી હિફેસ્ટિન તથા પડિકાસ એ બે સરદારને આપી, તેમને સીધા હિંદ તરફ વધવાને અને સિંધુ નદીએ પહોંચી હાલ યુસુફઝાઈને તાબેના મુલકમાં યુકેલેઈટિસ હાથ કરવાને તથા સિંધુ નદી ઉતરી શકાય તેવી સર્વ વ્યવસ્થા કરવાનો હુકમ આપી, આ ગ્રીક વિજેતાએ કુનાર કે ચિત્રાલ નદીની ખીણમાં ઘણા અંતર સુધી સી જઈ ત્યાંની ઝનુની જાતને વશ કરવાનું કામ કર્યું. અહિં તેણે ફરીથી પોતાના લશ્કરને વિભક્ત કરી એક ભાગની સરદારી નિમકહલાલ સરદાર ટિસને આપી, તેને કુમારની ખીણમાં વસતી જાતને તાબે કરવાનું કામ પૂરું કરવાને સેપ્યું અને તે પોતે પિતાના ચુનંદા માણસો સાથે એપેસિયને પર ચઢાઈ લઈ ગયો