________________
પરિશિષ્ટ ૨ ભારત પરનાં વિદેશી આક્રમણ
(૧) ભારતનો વાયવ્ય પ્રદેશ એ સદાય ભારતને માટે આફતનું જ સ્થળ રહ્યું છે. ઈરાની શહેનશાહતનો સ્થાપક સાઈરસ, કે જેણે મ. નિ. પૂ. ૯૧ થી ૬૩ (ઇ. સ. પૂ. ૫૫૮-૫૩૦ ) સુધી ૨૮ વર્ષ રાજ્ય કર્યું હતું, તેનું આધિપત્ય ભારતના વાયવ્યમાં આવેલા ભારતના એક દેશ–ગાન્ધાર પર પણ હતું. ગાન્ધારનો પ્રદેશ ઉત્તર-પશ્ચિમ પંજાબમાં આવેલા રાવલપીંડી તથા વા. સરહદમાં આવેલા પેશાવર જિલ્લાઓનો બનેલો હોઈ. કાજલ અને સિધુ નદીને લગતે હતો. એની સીમા કયાં કયાં સુધી હતી એ હાલ ચોકસાઈથી કહેવું મુશ્કેલ છે. કારણ કે એ પ્રદેશનું નામ વખતેવખત પલટાયેલું રહ્યું છે તેમ સીમાએ પણ પલટાતી રહી હશે એ સ્વાભાવિક છે. હાલનું પેશાવર કે જે ઈસુની બીજી સદીના પૂર્વાર્ધમાં-કુશાન રાજા કનિષ્કના સમયમાં તેની રાજધાની પુરૂષપુર તરીકે તથા ઈસુની પૂર્વે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં–સાઈરસ અને દારયવહુ (દારયસ-ડેરિયસ) ના સમયમાં ઘેશિયાવાદ' તરીકે બોલાતું હતું, તે પશ્ચિમ ગાન્ધારનું એક શહેર અને કઈ કઈ વખત રાજધાનીનું સ્થળ હતું. જ્યારે પૂર્વ ગાન્ધારની રાજધાનીનું સ્થળ તક્ષશિલા નગરી હતી; રાવલપિંડીની વાયવ્યમાં ૨૬ માઈલ ઉપર અને અટક તથા રાવલપિંડીની વચ્ચે આવેલા કાલકાસિરાઈ રેલ્વે-સ્ટેશનથી બે માઇલ દર જ્યાં હાલ શાહરી, સિરકપ, સિરમુખ અને કરચકેટ નામનાં ગામે આવેલાં છે ત્યાં આ સુપ્રસિદ્ધ નગરીનાં ખંડિયર છે. શ્રેણિક-બિબિસારના સમયથી લઈ ઈસુની પહેલી સદી સુધી તક્ષશિલા એ એક મહત્વની વિદ્યાપીઠના અને ભિન્ન ભિન્ન વંશના રાજાઓની રાજધાનીના સ્થાન તરીકે પંકાયેલી નગરી હતી. વધારે પ્રાચીન કાળમાં ગાધારની રાજધાનીનું શહેર પુષ્કલાવતી હતું. ગ્રીક લેના–સીકં. દરના સમયમાં અસ્તિસ (હસ્તી) ૨ાજાની રાજધાની આ શહેરમાં હતી એમ કહેવામાં આવે છે. કાબુલ નદીની પેલી બાજુ ઈશાનમાં ૧૫ માઇલ ઉપર સિંધુ નદીને કિનારે આવેલું ગ્રીક લેકથી કહેવાતું કેલોઈટિસ, અથવા પિશાવરની ઉત્તરે ૧૮ માઈલ ઉપર વાટ અને પંજકેરા નામના બે વેળીઓ એકત્ર થઈને લેંડી નામે ઓળખાતી નદી ઉપર ( કાબુલ નદીના સંગમ આગળ ) આવેલું અષ્ટનગર યાને હસ્તનગર (ચરસદ્ધા), આ બે રથળમાંથી કયા સ્થળે પ્રાચીન પુષ્કલાવતી હતી તે ચોક્કસ થવું હાલ મુશ્કેલ છે.
સાયરસ પછી કંબાયસિસ ઈરાનને શહેનશાહ થયે. તેણે મ. નિ. પૂ. ૬૩ થી ૫૪ (ઈ. સ. પૂ. ૫૦૦-૫૨૧ ) સુધી ૯ વર્ષ રાજ્ય કર્યું. આ પછી હખામણી ઘરાણાને ડેરીયસ આવ્યો. કહે છે કે, મ. નિ. પૂ. ૪૦ ની (ઈ. સ. પૂ. ૫૧૬ ની) લગભગમાં આ ડેરીયસનું સામ્રાજ્ય પશ્ચિમી પંજાબ અને સિંધ ( કાશ્યપપુર તક )નો સમાવેશ કરતું હતું. ગાન્ધાર અને ઉત્તર પશ્ચિમી પંજાબ એ ડેરીયસના સામ્રાજ્યનો ૭ મો અને પશ્ચિમી પંજાબ અને સિંધ એ ૨૦ મો સત્રપી પ્રદેશ હતો. આ વીસમાં પ્રદેશની આમદાની અન્ય પ્રદેશો કરતાં અધિક અને સુવર્ણના રૂપમાં આવતી હતી. કેમકે, તે આબાદ અને સમૃદ્ધ પ્રદેશ હતેસાતમાં પ્રદેશની આમદાની આનાથી અર્ધા કરતાં ય ઓછી હતી, એમ તેરેડેટસના લેખથી જાણવા મળે છે.
ડેરીયસ પછી આવેલા ઈરાની શહેનશાહ જેરકસસે (કઝકસ) ગ્રીસ પર હુમલો કર્યો ત્યારે
૩૬