________________
૨૮૦
અવંતિનું આધિપત્ય સંબંધને શંકાસ્પદ બનાવે છે. ઉપર હું કહી ગયો છું કે, એ સગપણ સંબંધ મહાક્ષત્રપ રુદ્રસિંહ પ્રથમ અને (નં. ૨૦) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકર્ણિના માટે જ સંભવિત છે.
રુદ્રસિંહ પહેલાના સિકકાઓ પરથી જાણવા મળે છે કે, તે શકરાજા શ.સં. ૧૦૭ થી ૧૧૦–ઈ.સ. ૧૮૧ થી ૧૮૮ સુધી મહાક્ષત્રપ હતું, પરંતુ તે પછીનાં બે વર્ષ દરમિયાન એટલે શ. સં. ૧૧૦ થી ૧૧૨-ઈ.સ. ૧૮૮ થી ૧૯૦ સુધી તેની ઉપાધિ “મહાક્ષત્રપ” નહિ પણ કેઈની તાબેદારીની સૂચક “ક્ષત્રપ હતી. તેના ક્ષત્રપ તરીકેના સમયમાં અને તેની આગળ પાછળના કાળમાં દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં આન્ધરાજા (ગૌ૦૫૦) યજ્ઞશ્રી સાતકર્ણિનું રાજ્ય હતું. રૂદ્રદામા (૧) એ જે સાતકર્ણિને હરાવ્યું હતું, તેની પછી એ ચે રાજા હતા. મત્સ્યપુત્રની યાદીમાં (નં.ર૭) યજ્ઞશ્રી સાતકર્ણિ તરીકે સેંધાયેલા આ રાજાને મેં મારી યાદીમાં (નં.૨૦) ગૌ૦૫૦ યજ્ઞશ્રી સાતક િતરીકે નેધ્યો છે. તેને રાજત્વકાલ મ.નિ. ૬૩૨ થી ૬૬૧-ઈ.સ. ૧૬૫ થી ૧૯૪ સુધી ૨૯ વર્ષ હતે. મી. મિથ પિતાના “અલિ હિસ્ટરી ઓફ ઈન્ડિયા' નામના પુસ્તકમાં આ રાજાના વિશે આવા પ્રકારનું લખી રહ્યા છેગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણિ એ પરાક્રમી અને વાશિષ્ઠીપુત્ર પુમાવીએ ગુમાવેલા કેટલાક પ્રદેશને વિજેતા તથા લાંબા અમલવાળો જાણવાજોગ છેલ્લે આઘરાજા હતો. ” મારું અનુમાન છે કે, આ રાજાએ મહાક્ષત્ર૫ રુદ્રસિંહ (૧) ને જીતી લઈ બે એક વર્ષ તેને પિતાના તાબે કર્યો હશે અને એ તાબેન દારીને લઈને જ રુદ્રસિંહને મહાક્ષત્રપમાંથી ક્ષત્રપ બનવું પડયું હશે. સંભવ છે કે, આ પરાધીનતાના સમયે રુદ્રસિંહ પહેલાએ પિતાની કન્યા (નં૦૨૦) ગૌપુત્ર યજ્ઞશ્રી સાતકર્ણિના પુત્ર (અમુક) વાશિષ્ઠીપુત્ર સાતકણિને આપી હોય અને તેણે, “પરાજિત થયેલ વિજેતાને પિતાની કન્યા આપે,” એ પ્રાચીન રીવાજનું અનુસરણ કર્યું હોય. અર્થાત; આ આલેખાતો વાશિષ્ઠીપુત્ર (ચત્રપણ સાતકર્ણિીએ, રૂદ્રદામા પ્રથમ જમાઈ હોય એવી સંભાવના ઓછીજ છે, જ્યારે ચત્રપણ પછીને થે રાજા વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિ કે જેનું નામ વિજય છે તે રુદ્રસિંહ પ્રથમને જમાઈ હોય એવી સંભાવના વધારે છે. આમ છતાં મજબૂત સાધન દ્વારા ચત્રપણ શક રૂદ્રદામા (૧) ને જમાઈ સિદ્ધ થતો હોય તે તેને સ્વીકારવામાં પણ કઈ જાતને વધે નથી. અસ્તુ.
રૂદ્રદામાથી પરાજય પામ્યા બાદ ચત્રપણે ૧૭ વર્ષ રાજ્ય કર્યું હતું, પરંતુ તે દક્ષિણાપથેશ્વર તરીકે, નહિ કે અવન્તિના અધિપતિ તરીકે. અવન્તિને અધિપતિ તે હવેથી મહાક્ષત્રપ રુદ્રદામા જ હતો. એનું અવન્તિપરનું આધિપત્ય મ.નિ. ૬૦૫, વિ. સં. ૧૫ (ઈ. સ. ૧૩૮) થી શરૂ થાય છે, પરંતુ એ આ લેખની મર્યાદા બહારને વિષય હોવાથી તે સંબંધી લખવાનું ભવિષ્ય પર છોડી હાલ અહિં જ વિરમવું પડે છે.
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥