________________
૨૮૨
અવંતિનું આધિપત્ય
,,
તેની આક્રમણકારી સેનામાં ગાન્ધાર અને ભારતના લેાકેા પણ હતા એવા હૅરેડેટસના લેખ પરથી અનુમાન કરાય છે કે, એ ઇરાની રાજાની સત્તા પણ ડેરીયસે મેળવેલા હિન્દના પ્રદેશ પર ચાલુ રહી હરશે; પરન્તુ આ અનુમાન પ્રામાણિક હોય કે ન પણ હેાય. ડેરીયસના સમયમાં હિન્દી લેકે ઇરાની સામ્રાજ્યના સૈન્યમાં જોડાયા હરશે અને પાછળથી પણ જોડાતા રહ્યા હશે તેથી એમ ન જ કહેવાય કે, એ હિન્દી લેાકેાનેા દેશ એ બધા ય સમયમાં ઇરાની સત્તાને તાબે જ રહ્યો હશે. જૈરસસે મ. નિ. પૂ. ૧૮ (ઇ. સ. પૂ. ૪૮૫ ) માં ગ્રીસ પર હલ્લો કર્યાં તે સમયથી લઇ અલેકઝાંડરે હિન્દુકુશ પાર કરી ભારત તરફની વિજયયાત્રા શરૂ કરી ત્યાં સુધી, ડેરીયસે જીતેલા પ્રદેશેાની શી સ્થિતિ હતી ? તેમના પર કોઇ સમ્રાટનું આધિપત્ય હતુ` કે કોઈ કેન્દ્રસ્થ સત્તાના તાબા વગરના પ્રાદેશિક રાજાઓનું ત્યાં રાજ્ય હતું ? અલેગ્ઝાંડરની યુદ્ધયાત્રામાં તેને તામા સ્વીકારનારા કે સામે થનારા રાજાએ પહેલાં ઇરાની સત્તાના તાબે હાઇ, ઇરાની સત્તા અલેગ્ઝાંડરના હાથે નષ્ટ થતાં તેઓ સ્વતંત્ર થયા હતા કે ધણા લાંખા સમયથી એમના પૂર્વજો સ્વતંત્ર થયા હતા ? આવા આવા પ્રશ્નોના જવાબ મેળવવા તે સમયનું જેવું જોઈએ તેવું તે પ્રદેશ પરના વૈદેશિક શાસનનું વૃત્તાંત મળતુ નથી તેથી તે વિષે વ્યં અનુમાન કરવાં નકામાં જ છે, બીજી તરફ ગુણાઢયની બૃહકથાને અનુવાદક મહાવિ સામદેવભટ્ટ કથાસરિત્સાગરમાં વત્સરાજ ઉદયનને સિન્ધુરાજ ને પારસીાનેા વિજેતા લખી રહ્યો છે. ઉત્તરાપથના સિન્ધુરાજને તામે કર્યાં, મ્લેચ્છાના સંહાર કર્યાં, પારસીકપતિના શિરચ્છેદ કર્યો, ” ઉદયનના નામે આ હકીકતે ચઢાવી દૃાની હાનિ કરનાર તરીકે કથાસરત્સાગરે તેને કીર્તિમાન ચીતર્યાં છે. હાલના સિધ, પશ્ચિમી પ ́જાબ, વાયવ્ય પંજાબ અને કામુલ નદીની ઉત્તર તથા દક્ષિણના પ્રદેશ, એ સવ તે સમયે સિન્ધુસૌવીર અને ગાન્ધારમાં સમાવિષ્ટ થતા હતા. કથાસરિત્સાગર જેને સિન્ધુરાજ કહે છે તે સિન્ધુસૌવીરતા એટલે હાલના સિન્થ અને પશ્ચિમ પંજાબને રાજા અને તે જેને પારસીકપતિ કહે છે તે ગાન્ધારતા એટલે વાયવ્ય પંજાબ અને કાપ્યુલ નદીની ઉત્તર દક્ષિણના પ્રદેશના પતિ, એવા અર્થમાં હોય એમ લાગે છે. ઉદયનની આ વિજયયાત્રાને સમય ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી, પણ સભવ છે કે, તે સમય મ. નિ. પૂર્વનાં નજીકનાં વર્ષોમાં એટલે ઇ. સ. પૂર્વ ૪૬૭ થી પૂનાં નજીકનાં વર્ષામાં હશે. ઉદયનના હાથે જે પારસીકપતિના શિરચ્છેદ થયા તેનું નામ કથાસરિત્સાગરે આપ્યું નથી તેથી તે ઐરસસ નામના ઇરાની શહેનશાહ હતા કે તેને નીમેલો કાઇક સત્રપ હતા તે આપણે નક્કી કરી શકતા નથી. આમ છતાં કથાસરિત્સાગરના લખાણ પરથી એ સાખીત થાય છે કે, મહાવીર નિર્વાણુ પછીના કાલમાં એટલે ઇ. સ. પૂ. ૪૬૭ પછીના કાલમાં ભારતના વાયવ્ય અને પશ્ચિમી પ્રદેશમાં ઈરાનીઓની સત્તા નાશ પામી ભારતીય સત્તા સ્થપાઇ ગઇ હતી. સીકંદરની સાથે લડનાર વિતસ્તા ( ઝેલમ) અને ચન્દ્રભાગા (ચીના)ના દોઆબમાં રાજ્ય કરનાર ગૌરવવતા રાજા પારસ એ પૌરવ હાય તા, કહેવું જોઇએ કે, ઉદયને ઇરાનીએ પાસેથી જીતી લીધેલા ભારતના વાયવ્ય પ્રદેશ પર તેણે પોતાને પૌરવવંશી રાજા નીમ્યા હશે, કે જેના વંશમાં પારસ-પૌરવ ઉતરી આવ્યે હતો. મગધસમ્રાટ્ર ઉદાયીના સેનાધિપતિ અને રાજગૃહીના રાજા નવિને વત્સ અને અવન્તિ સર કર્યાં ત્યારે ઉદયને સ્થાપેલા પારસના પૂર્વજોને મગધસમ્રાટ્ ઉદાયી અને તેની પાછળ આવનારા નન્દોના માંડિલકા તરીકે થઇ જવું પડયું હશે, જો કે તેમનું ઉચ્ચ ખમીર હલકી કુલજાતિના નન્દાની શુદ્ધતાને તાખે રહેવામાં નારાજ હશે. આઢમે કે નવમેા લોભી મહાપદ્મન–ધનનંદ જ્યારે તેની પ્રજામાં અપ્રિય થઇ પડયા હતા ત્યારે તે પારસ વિગેરે ભારતના પશ્ચિમ અને વાયવ્ય તરફના રાજાએ પર શિથિલ સત્તાવાળા થઇ ગયા હશે અને પરિણામે પારસ વિગેરે નન્દની મદદ વેળાસર ન મેળવી શકતાં સીકંદરના તાબે થયા હશે, નહિ કે સીકંદર ઇરાન જીતી લેતાં પેાતાના માથે રહેલી ઇરાની સત્તા નાશ પામતાં