Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૬ અવંતિનું આધિપત્ય મહેનત અને ભયની મર્યાદાનો વિચાર કરવાની વિનંતી કરી તે સિવાય લશ્કર તરફથી કોઈપણ પ્રત્યુત્તર મો નહિ, દેશને છાણાં આઠ વર્ષ થયાં તે દરમીયાન સેનામાંના ઘણાઓ યુદ્ધ કે રેગથી મૃત્યુ પાં છે, ઘણાઓ ઘાયલ થઈ નકામા થઈ ગયા છે અને બચેલાઓની માર્ગના કષ્ટોથી બુરી દશા થઈ રહી છે તથા રાતદિનના પરિશ્રમથી તેઓનું સ્વાસ્થ બગડી ગયું છે. એમનાં વસ્ત્ર અને શસ્ત્ર પણ કાલના પ્રભાવથી નકામાં થઈ રહ્યાં છે. એ રાજા ! ફત્તેહમાં વિનીતપણું એ ઉમદામાં ઉમદા ગુણ છે, કારણ કે આવા બહાદુર સૈન્યની સરદારી હોવાથી આપને દુન્યવી દુશ્મનોથી તે બીવા જેવું છે જ નહિ, પણ દેવાના માર ગેબી હોય છે અને માણસનું તેની સામે કાંઈ જ ચાલતું નથી.” કોઈનેસે સમ્રાટની આગળ બેલેલા આવા પ્રકારના શબ્દો લશ્કરે સહર્ષ વધાવી લીધા. સિકન્દર પાછું ફરવાને નારાજ હોઈ ત્યાંથી પિતાના તંબુમાં ચાલ્યો ગયો. કહે છે કે, હાઈફેસીસ નદી પાર કરવાને સારા શકુનો ન હતા એમ સમય વરતનાર જોશીઓને જણાવ્યું હતું. ખરી હકીકત એ હેવા સંભવ છે કે, સાહસી બનતા અલેક્ઝાંડરના સલાહકારને એ સમજાયું હતું કે, હવે આગળ વધવું એ મગધ સામ્રાજ્યની સાથે યુદ્ધ ખેલવાનું છે. એક ભાગ અથવા ભાગેલા અથવા તે બધેલ નામના રાજાએ એલેક્ઝાંડરને ગંગાના કિનારે આવેલા ગંગરાડી અને પ્રાસી પ્રજાના રાજાનું નામ-અપરિચિત ઉચ્ચાર પરથી ગ્રીકે જે સમજ્યા તે મુજબ-ડેમિસ અથવા અંગ્રેમીસ કે કસમસ કહેલું હતું. લાગે છે કે, ધનનંદનું એ xandrames-ઝંખમેસ થયેલું છે. ૨૦૦૦૦ ધોડેસ્વાર, ૨૦૦૦૦૦ પાથદલ, ૨૦૦૦ રથ અને ૩૦૦૦ કે ૪૦૦૦ હાથીના સૈન્યને ધરાવનાર એવા એ પ્રાસી-પ્રાચ પ્રજાના રાજાના અસ્તિત્વનું પિરસે પણ સમર્થન કર્યું હતું. ગ્રીક લેખકે હાઈસીસ પારની પ્રજાની વીરતા અને સભ્યતા વિષે તારીફ કરી રહ્યા છે તે પરથી અનુમાન થાય છે કે, સિકન્દરની ચઢાઈને આગળ વધતી અટકાવવા અહિંની પ્રસિઓઈ કે પ્રાસી પ્રજાને તેમના રાજા નંદે એકત્રિત કરી રાખી હશે. અને તે વિષેની માહિતી ભિન્ન ભિન્ન રસ્તે મળી જતાં સિકંદરે બે દીવસ વિચાર કર્યા બાદ ત્રીજા દિવસે પોતાના લશ્કરને પાછા ફરવાનો હુકમ કર્યો હાફેસીસથી પાછા ફરવા પહેલાં અલેક્ઝાંડરે બાર યજ્ઞવેદીઓ ઊભી કરાવી. અહિં સુધી છત અપાવનાર દેવતાઓની સ્તુતિ તરીકે અને પિતાના પરાક્રમનાં સ્મારક તરીકે એણે એ કામ કર્યું. કેટલાકે કહે છે કે, તેનું એ માત્ર મિથ્યાભિમાન હતું. મુસાફરો કહે છે કે, એ સ્મારકે લાંબા કાળ સુધી સચવાઈ રહ્યાં હતાં. પ્રારંભના મૌર્ય રાજાએ તેના પૂજન માટે નદી પાર કરી આવતા હતા, પણ બીયાસના ધોવણે એનું કાંઈ ચિન્હ રહેવા દીધું નથી. અલેક્ઝાંડર અ. નિ. ૧૪૦ ઈ. સ. પૂ. ૩૨૭ મે માસમાં હિંદુકુશથી કુચ કરી ૮ મહિને મ. નિ. ૧૪૧-ઇ. સ. પૂ. ૩૨૬ જાન્યુઆરી માસમાં સિંધુ નદી સુધી આવ્ય, અહિં ૧ માસ ગાળી સિંધુ નદી પાર કરી તે તક્ષશિલા થઈ જેલમ આવ્યું અને પોરસ સાથેનું યુદ્ધ પુરું કરી, હાલના પંજાબની છેક ઉત્તરના રસ્તે સિઆલકેટ આગળ થઈ, ગુરૂદાસપુર જિલ્લાની લગભગમાં વહેતી ગ્રીથી ઉશ્ચરાતી હાઈફેસીસ-બીયાસ નદીની જમણી બાજુએ-પશ્ચિમમાં આવી પહોંચે. સિંધુ નદી પાર કરી ત્યારથી અહિં આવતાં સુધીમાં છ મહિના લાગ્યા હતા, એટલે કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં સિંધુ પાર કરી સપ્ટેમ્બરમાં બીયાસ કાંઠે આવ્યો હતો. તેણે આ પછી થોડા જ દિવસમાં પાછાં પગલાં ભર્યા કઈ જાતના અકસ્માત વગર તે જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો હતો અકસીનિસ-ચીનાબના કાંઠે આવી પહોંચ્યો, જ્યાં પોતાના કાકા તથા દુશ્મન પિરસ રાજાને અપાતા હદ બહારના માનથી

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328