________________
અવંતિનું આધિપત્ય.
૧૫૧ સમકાલીનતા ઘટી શકે છે. દિવ્યાવદાનના આધારે શ્રી જયસ્વાલજી એને પશ્ચિમ શાખા અને પૂર્વશાખા તરીકે લખે છે. પણ ખરી રીતે તે પાટલીપુત્ર અને રાજગૃહીની અનુક્રમે મુખ્ય શાખા અને પેટાશાખા છે. આ પરથી સમજાશે કે, દશરથને અનુગામી સંપ્રતિ નથી અને તેથી પુરાણે જે સંપ્રતિ પછી શાલિકનું નામ મુકે છે તે બરાબર નથી. શ્રી જાયવાલજી કહે છે તેમ, દશરથ પછી શાલિચૂક આવ્યું હતું. સંપતિના રાજત્વકાલમાં જ એ રાજગૃહીની ગાદી પર આવ્યું હતું અને તેથી તે સંપ્રતિને અનુગામી હોઈ શકે નહિ. દશરથ અને શાલિશુકએ, હિમવંત ઘેરાવલીમાં જણાવેલા પાટલીપુત્ર પર સંપ્રતિના ઉજજયિની ગયા બાદ સ્થપાયેલા બૌદ્ધ ધમી રાજા પુણ્યરથ (મ. નિ. ૨૪૬-૨૮૦) અને વૃદ્ધરથ (મ.નિ. ૨૮૦-૩૦૪)થી ભિન્ન નથી, એમ કેટલોકો અનુમાન કરે છે, પણ તેની પ્રામાણિકતા માટે કઈ ખાસ પુર નથી. છતાં એ પ્રામાણિક હોય તે એ રાજાઓ પાટલીપુત્રની નવી ઉત્પન્ન થયેલી પેટાશાખાના ગણાય, નહિ કે રાજગૃહીની પેટાશાખાના. આવી સ્થિતિમાં બલભદ્ર પછી અને વૃષસેનાદિ પહેલાં, સંમતિના રાજવંકાલ દરમીયાન રાજગૃહીની પેટા શાખા પર કેઈ અન્ય રાજાઓ હશે એમ માનવું રહ્યું. હિમવંત થેરાવલી વૃદ્ધરથનાં ૨૪ વર્ષ લખે છે. આશ્ચર્ય છે કે શાલિશ્કનાં ભિન્ન ભિન્ન લેખકના સંશોધનમાં ૧૩ વર્ષ, ૧ વર્ષ, અને ૧૦ વર્ષ છે. એને સરવાળે કરતાં ૨૪ વર્ષ આવે છે. સંપ્રતિના રાજપત પહેલાંનાં ૧૩ વર્ષ, અરાજકતાનું ૧ વર્ષ અને તે પછીનાં ૧૦ વર્ષ એમ ભિન્ન ભિન્ન દષ્ટિએ શાલિકનો રાજત્વાળ પુરાણમાં લખાયે હશે શું? એવી પણ કલ્પના અહિં કરી શકાય છે! વૃદ્ધરથ એ શાલિશ્ક છે કે તેથી ભિન્ન હો, પણ એ તે નક્કી છે કે, પુષ્યમિત્ર સેનાધિપતિએ પોતાના સ્વામી પાટલીપુત્રના રાજા વૃદ્ધરથને, નહિ કે બૃહદ્રથને, મારી પતે સર્વસત્તાધીશ બની બેઠો હતો. એ બનાવ મ. નિ. ૩૦૪ વર્ષે બન્યું હતું. આથી એ વૃદ્ધરથ કે શાલિશક સંપ્રતિના રાજત્વકાલે ગાદી પર આશા છે તેના અનુગામી નથી. ઉજયિનીની મુખ્ય ગાદી સંપ્રતિના મૃત્યુ બાદ મુખ્યત્વ ગુમાવી બેઠી હતી. કેમકે, તેનો અંકુશ મગધ પરથી નીકળી ગયો હોય તેમ લાગે છે. ખરેખર, મગધ સામ્રાજય ભાગલાઓમાં વહેંચાઈ ગયું હતું. પાટલીપુત્રને ૨ાજા વૃદ્ધરથ એ સંપ્રતિના મૃત્યુ બાદ વતન્ન થઈ ગયે હતું અને અવતિ સાથે તેને સંબંધ સમાપ્ત દશરથને નામે મુકી તેને પણ પાટલીપુત્રની ગાદી પર તે જ સમય દરમીયાન બેસાડે છે. એમ એ ૮ વર્ષની ત્રિરાવૃત્તિ થઈ છે. ઉપરાંત સંપ્રતિના રાજવકાસનાં છેલ્લા વર્ષોમાં વિદ્યમાન અને દશરથ પછી રાજ ગૃહીની ગાદી પર આવનાર ૧૦ કે ૧૩ વર્ષ રાજવકાલવાળા શાલિશને સંપ્રતિની પછી લખી તેને પણ પાટલીપુત્રની ગાદીએ નેપ્યો છે. આ સર્વને પરિણામે પુરાણોમાં અશોક પછીની વંશાવલી અને તેને રાજત્વકાલ ટી રીતે નેધાઈ સંપ્રતિને રાજકાલ બહુ જ ટુંકાવાય છે. ટુકમાં કહીએ તો, પુરાણાએ ઠેઠ અજાતશત્રના સમયથી રાજગૃહીની પેટા શાખાને પાલીપુત્રની મુખ્ય શાખામાં સેળભેળ કરી ભારે ગોટાળા કરી નાખ્યો છે અને તે મગધ સામ્રાજ્યના ઇતિહાસમાં અવ્યવસ્થા ને અસંગતિ જ ઉપજાવતું રહ્યું છે,