________________
૧૯૪
અવંતિનું આધિપત્ય
શક (સાહિ) ૩ વર્ષ, મ. નિ. ૪૦૭-૪૧૦
(વિ. સં. ૫, ૩–. ઈસ. પૂ. ૬૦–૧૭) જૈન સાહિત્યમાં જ્યાં ત્યાં ગમિલ પછી ઉજજયિનીમાં શેકેનું રાજય-શકરાજાનું આધિપત્ય હોવાનો ઉલ્લેખ મળી આવે છે, પરંતુ શ્રીમદ્દેશ્વરસૂરિજી પિતાના “કહાવલી” ગ્રન્થમાં જુદી જ રીતે-આવા પ્રકારનું લખે છે: “સાહિ પ્રમુખ રાણાઓએ ઉજયિની પર કાલકાચાર્યના ભાણેજ બલમિત્રને રાજા તરીકે અને તેના લઘુ ભ્રાતા ભાનુમિત્રને યુવ
જ તરીકે અભિષેક કર્યો.૨૫° કે જાણે શા આધારે કહાવલીકાર આ મતાન્તર લખી રહ્યા છે ! બલમિત્રભાનુમિત્ર એ બે ભાઈઓમાંને તિબગુપ્તને પુત્ર બલમિત્ર અને કાલકાચાર્યને સાધ્વીને મુક્ત કરાવવાના પ્રસંગમાં મદદગાર તેમને ભાણે જ બલમિત્ર, એ બને ભિન્ન છે અને તેમની હયાતીનો સમય પણ ભિન્ન છે; વળી કાલકાચાર્યના ભાણેજ બલમિત્રે ઉજજયિનીના અધિપતિ બનેલા શકરાજાને હરાવી ઉજજયિની પર આધિ પત્ય મેળવ્યું અને તે સમયથી ૫૬ વર્ષ પૂર્વે થઈ ગયેલા ઉજજયિનીના અધિપતિ બલમિત્રભાનુમિત્રમાંના અન્ય બલમિત્રના નામની સાથે પિતાના નામની એકતા થઈ જઈ બ્રાન્તિ ન થાય માટે તેણે “વિક્રમાદિત્ય' નામ ધારણ કર્યું હતું. બસ, આ વસ્તુસ્થિતિને ઉકેલ ન થવાથી “કહાવલી” કારનું ઉપરોક્ત મતાન્તરવાળું કથન અલ્પમતિમાં આવી પડયું છે. મને લાગે છે કે, એ કથન બ્રાન્ત છે, અને તેથી તેના પર આધાર રાખી શકાય નહિ.
શ્રીકાલકાચાર્યને પારસકૂલમાં આશ્રયદાતા શક સાહિ ગભિલ્લના પરાજય બાદ ઉજજયિનીને અધિપતિ થયું હતું. હિમવંત ઘેરાવલી કહે છે કે, એ સાહિનું નામ સામત હતું, પરંતુ મને લાગે છે કે, “સામત” એ સાહિનું વિશેષ નામ ન હતાં “સાહિ” શબ્દનું જ ભારતીય રૂપાન્તર છે. હિ. થે. પ્રમાણે આ શક રાજાનું રાજ્ય ઉજ્જયિનીમાં ૩ વર્ષ રહ્યું હતું, પરંતુ કાલગણનાની ગાથાઓમાં તેનું રાજ્ય ૩ વર્ષના બદલે ૪ વર્ષ લખાયું છે. હિ. થેરાવલી સંપતિના પાયાન્ત પછીની અરાજકતાનું ૧ વર્ષ પિતાની ગણતરીમાં વધારે માનતી હોઈ, તેના મતે બલમિત્ર-ભાનુમિત્ર, નોવાહન, ગજિલ્લ અને શક, એ રાજાઓને રાજ્યારંભ અને શક સિવાયના એ રાજાઓનો રાજ્યાન્ત એક વર્ષમાં આગળ ધકેલાતું હતુંઅને તેથી હિ. છે. ની તથા કા. ગ. ગા. ની, અરાજકતા તથા વિક્રમાદિત્ય વચ્ચેના રાજાઓના રાજયારંભ તથા રાજ્યાન્ત સંબંધી નેધમાં, જે ૬૦ વર્ષના બદલે ૫૯ વર્ષનું અંતર પડતું હતું, તે હવે હિ. થે. ના મતે શકનાં ૪ વર્ષના બદલે ૩ વર્ષ મનાતાં અટકી જઈ, વિક્રમરાજ્યારભે પૂર્વની જેમ બરાબર ૬૦ વર્ષનું જ પડશે.
(૨૫૦) જુએ ટીપણ ૨૪૭માં કથાવલીને ઉલ્લેખ