Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૨ અવંતિનું આધિપત્ય. તેણે વિક્રમાદિત્ય-વિષમશીલ (શાલિવાહન) ની જેમ વિજય અને મહત્તા આદિ મેળવ્યાં હતાં. તેમાં તફાવત એ હતું કે, વિષમશીલે અસુર વિગેરેને છતી તેમને અનુકૂલ કરી પ્રશાન્ત કર્યા હતા, જ્યારે ત્રિવિક્રમસેને અસુરો સાથે દમનથી અને બીજા સાથે અનુકૂલતાથી કામ લીધું હતું. બૃહત્કથાનાં રૂપાન્તરે અને બાલશ્રીના લેખ પરથી આપણને એમ જ જાણવા મળે છે. ત્રિવિક્રમસેન (ગૌતમીપુત્ર સાતકણ) ના સમયને તેને કે અન્ય કેઈને લખાવેલો લેખ આજે ઉપલબ્ધ નથી. ગૌતમીપુત્ર સાતકણના નામે લખાયેલા જે લેખ મળી આવે છે અને સંશોધકે જેને બાલશ્રીના પુત્ર સાતકણી ના માને છે, તે (ગૌ.) અરિષ્ટ (સા ક0 ) ના છે, નહિ કે આ (ગે) યજ્ઞશ્રી (સાઠ ક ) ના, એમ હું પૂર્વે જણાવી ગયે છું અને ત્યાં તેનાં કારણ પણ દર્શાવ્યાં છે. આમ છતાં તેની માતાના–બાલશ્રીના, તેના રાજ્યાન્ત પછી ૧૯મા વર્ષે લખાયેલા લેખમાં તેના વિષે જે કાંઈ સ્પષ્ટ લખાયેલું છે તે તેને સમજવા માટે બહુ જ ઉપયોગી છે. બાલશ્રી તેને આલંકારિક ભાષાનાં વિશેષણથી ત્યાં પ્રશંસી રહી છે, તેને સાર આ પ્રમાણે છે – ગૌતમીપુત્ર સાતકણ ધીર, વીર, પરાક્રમી, મહાતેજસ્વી અને અદ્વિતીય ધનુર્ધર તથા ઘર હતું તેણે ક્ષત્રિયનું અભિમાન ઉતારી નાખ્યું હતું, શક યવન પેલ્ડવેને હણ્યા હતા તથા ક્ષહરાટવંશનું નામ-નિશાન મીટાવ્યું હતું, તે સાતવાહન કુલના યશને પ્રતિષ્ઠાપક હતું, તે અનેક યુદ્ધમાં શત્રુઓને જીતનાર અને તેમનાથી દુર્ઘર્ષ તથા સદા વિજયી હતું, તે અસિક અસક મુલક સુરડ કુકુર અપરાંત અનૂપ વિદભ આકર અવંતિને રાજા, વિજઝ છવત પરિચાત સહય કહગિરિ મચ સિરિટન મલય મહિદ સેટગિરિ ચકર પર્વતને પતિ અને સુન્દર પુરને સ્વામી હત; તેનાં વાહનેએ (સેન્ચે) ત્રણે (પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ) સમુદ્રનું પાણી પીધું હતું. સર્વ રાજમડલ તેના શાસનને માનતું હોઈ તેના પગમાં પડતું હતું. કુલ-પુરુષ-પરંપરાથી તે રાજા હાઈ રાજાઓને રાજા હત; વિક્રમી, મહાબાહ અને નિર્ભય હાથવાળો તે સદા ય સૌને અભયને દાતા, યાવત્ કૃતાપરાધ શત્રુઓના પણ પ્રાણ લેવાને અનિચ્છુક હતા; કેમળ અને સૌમ્ય મુખવાળો તથા જેનું દર્શન સૌને પ્રિય છે એ તે પિતાની જીવતી માતાને શુBષક અને યથાયોગ્ય રીતે ત્રિવર્ગ (ધર્મ અર્થ કામ) ને સાધક તથા દેશ કાલાનુસાર પ્રવૃત્તિ કરવામાં તત્પર હતે; પૌરજનના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનવાવાળા તેણે દ્વિજો અને અવરો (શુદ્રો) ના કુટુમ્બની ચડતી કરી હતી અને ચાતુર્વર્યને સંકર અટકાવ્યું હતુંતેને ખજાને ભરપૂર હતું અને તે ધર્મથી ઉપાર્જિત કરેને વ્યવસ્થિત ઉપયોગ કરનારે હતે; તે આગમવેત્તા, સપુરુષોને આશ્રયદાતા અને અદ્વિતીય બ્રાહ્મણ હતો.” શક રાજા ચક્ટને શિવ શ્રીસારા કો ને હાથમાંથી સૌરાષ્ટ્ર વિગેરે દેશે લઈ

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328