________________
૨૭૦
અવતિનું આધિપત્ય તરીકે લખાઈ રહ્યો છે. આ સંવતને પ્રવર્તક કોણ, એ બહુ જ વિવાદને વિષય છે. તેના પર સંશોધકોએ ચર્ચા કરવામાં અને પિતપતાને નિર્ણય આપવામાં મનફાવતું ઘણું ય લખ્યું છે. એ સંવત ક્ષત્રપ સામતિક કે ચષ્ટનના રાજ્યારંભથી ગણાય છે, એવી મારી સમજ છે. ચણનના પૌત્ર દ્રદામાએ અને એ વંશના પાછળના રાજાઓએ “શક” એવા ઉલલેખ વિનાને જે અંકે સેંકડે વર્ષ સુધી વાપર્યા છે, તેને ગણનાએ સંબંધ સામેતિક કે ચટ્ટનના રાજ્યારંભની સાથે જ ઘટી શકે છે. કેટલાકે ઈ. સ. ૭૮ થી ગણાતા અને હાલ “શાલિવાહન શાકે” તરીકે લખાતા સંવતને કેઈ આન્ધ રાજકર્તાનેશાલિવાહનને સંવત ગણે છે તે કેટલાકે તેને કુશાણ રાજા કનિષ્કને સંવત ગણે છે, પરંતુ એ માન્યતા બંધબેસતી નથી.
રાજા શિવની પૂર્વેના અને પછીના આન્દ્ર રાજાઓએ પિતાના લેખોમાં લેખ લખાયાને સમય દર્શાવતાં પિતાના રાજયનાં વર્ષ લખ્યાં છે તેથી સમજાય છે કે, તેમનામાંથી કોઈના નામે તે કઈ સંવત વહેતે કરાય જ નથી. આથી સ્પષ્ટ થાય છે કે, ચષ્ટનવંશીઓ ઈ. સ. ૭૮ થી શરૂ થયેલ જે સંવત કેવળ અંક તરીકે જ લખતા હતા અને તે પછીના લેખકે જે સંવતને “શકતૃપકાલ” તરીકે અંક આપી જણાવતા હતા, તે શાક સંવતની સાથે પાછળના લેખકે એ શાલિવાહનનું નામ જોડી દીધું છે અને એ રીતે શાલિવાહનના નામને અમર કરવા પ્રયત્ન કર્યો છે. પાછળના એ લેખકે, શાલિન વાહનના વંશ જ શિવના રાજ્યારંભના સમયની એટલે ઈ. સ. ૭૮ ની લગભગમાં સંવત ચલાવવાની શક્યતાને લાયક શકવિજય અને અવન્તિવિજયના જે મહાન બનાવ બન્યા હતા, તેને લક્ષમાં રાખીને ઉપરોક્ત પ્રયત્ન કર્યો હશે એમ લાગે છે.
આ બદગ્ગા (હિન્દુકુશની ઉત્તરે તુખાર દેશનું રાજનગર) થી પુરુષપુર (પેશાવરમાં)માં રાજધાની લઈ જનાર રાજા કનિષ્કના રાજ્યારંભથી શરૂ થયેલી અને તેના વારસોએ અપનાવેલી એક કાલગણના એ સમયના લેખમાં જોવા મળે છે, પરંતુ તેમાં વપરાયેલા અંક ઈ. સ. ૭૮ ને આદિમાં રાખીને નથી. કારણ કે, કનિષ્કને રાજ્યારંભ ઈ. સ. ૭૮ પછી ૪૦ વર્ષે યા તેથી પણ વધારે વર્ષ પાછળ થયો હતો. કુશાન વિમને રાજયારંભ ઈ. સ. ૭૮ વર્ષે થયું હતું, પરંતુ તેના સમયમાં જૂના કેઈ સંવતને ઉપયોગ કરવામાં આવ્યું છે અને તેના જ અંક જ્યાં ત્યાં મુકાયા છે, નહિ કે તેના રાજ્યારંભના સમયની આદિના. વળી તેની પછી આવનાર કુશાણુ મહારાજા કનિષ્ક વિમના રાજ્યારંભના સમયથી નહિ, પરંતુ પિતાના રાજ્યારંભના સમયથી જ કાલગણનાના અંક મુકયા છે. આ પરથી સમજાશે છે કે, ઈ. સ. ૭૮ થી ગણાતા સંવતને અને કુશાન રાજાઓને કાંઈ લાગતું વળગતું નથી.
રાજા શિવે ૨૮ વર્ષ રાજ્ય કર્યું હોઈ તે મ. નિ. પ૭૩ (ઈ. સ. ૧૦૬) વર્ષે