________________
અવંતિનું આધિપત્ય આ ગાથામાં કરાયેલા મહાદાની વિકમાદિત્યના ઉલ્લેખ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે, ઈસુની બીજી સદીના મધ્યથી પૂર્વે થયેલા હાલ રાજાથી પહેલાં થઈ ગયેલે વિક માદિત્ય રાજા છે, પરંતુ પછીથી નહિ. અને જો એમ જ છે તે, ઈસુની બીજી સદી પછી થયેલા, જે રાજાઓએ “વિક્રમાદિત્ય” તરીકે પિતાનો ઉલ્લેખ કર્યો છે, તે તેમનું મુખ્ય નામ નથી, પરંતુ તેમની પૂર્વે થઈ ગયેલા કેઈ ગુણવિશિષ્ટ મનાયેલા વિક્રમાદિત્યની અનુકરણ રૂપે ધારણ કરેલી ઉપાધિ જ છે. એ રાજાઓએ “વિક્રમાદિત્ય” એ ઉપાધિ ધારણ કરતાં પહેલાં વિક્રમાદિત્યની કેટલીક ખાસીયતે; જેમકે, શકેને-શક જેવી વિદેશી જાતિને પરાજય, સંવત્સરનું પ્રવર્તન, નવ પુરષરત્નનું સંજન, વિગેરે અમુક રીતે પિતાનામાં સજાવી હતી. આ રાજાઓમાંને એક ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત બીજે પણ હતું. એણે પિતાના રાજત્વકાલમાં લેખ વિગેરે પર એક સંવતને નૈધ્યો છે, ઘણા ભાગે એણે જ એ સંવતને વ્યવહારમાં મુક્યા હશે. એ સંવતન મુકાયેલા અંકે એના રાજ્યારંભના સમય સાથે બંધબેસતા નથી. સંશોધકે કહે છે કે, “ચન્દ્રગુપ્ત બીજાએ પિતાના વડદાદા અથવા ખાસ કરીને પિતાના દાદા ચન્દ્રગુપ્ત પહેલાના રાજ્યાભિષેકથી (ઈ. સ. ૩૧૯વિ. સં. ૩૭૬ થી) એ આંક ગણે છે. કારણ કે, ચન્દ્રગુપ્ત બીજાના શિલાલેખોમાં વપરાયેલા ૮૨ અને ૯૩ એ અંકે મોટા હોઈ તેના પિતાના રાજ્યારંભથી ગણીને મુકાયેલા સંભવી શકતા નથી.” ચન્દ્રગુપ્ત બીજાએ આ સંવતને “ગુપ્ત” નામથી ઓળખાવ્યું છે. સંશોધકેએ સાચી અથવા ખોટી (મારી સમજ પ્રમાણે સર્વથા બેટી જ) એવી પણ શોધ કરી છે કે, વલભીના મિત્રક રાજાઓએ આ ગુપ્ત સંવતની પૂર્વે “ગુપ્ત’ના બદલે વલભી” નામ રાખી તેને વલભી સંવત તરીકે અપનાવી લીધું હતું. આમ ગુપ્ત રાજાએને વપરાશના માટે સ્વતન્ને પિતાના વંશને ગુપ્ત સંવત હતાં છતાં, કેટલાક સંશોધકે કેણ જાણે શા કારણથી, “તેની પૂર્વે સદીઓથી ચાલતા એક સંવતની સાથે ગુપ્તવંશના કેઈક “વિક્રમાદિત્ય” ઉપાધિધારીએ પિતાનું નામ જોડી દીધું.” આમ માની લીધું એ સમજી શકાતું નથી. ઈસુની પહેલી અથવા તે કેટલાકના મતે બીજી સદીમાં સમ્રાટ હાલ-શાલિવાહન જેવા દક્ષિણાપથેશ્વરથી “જાવત્તર” ગ્રન્થમાં ઉલ્લેખ કરાયેલા મહાદાની વિક્રમાદિત્યને આજથી ૨૦૦૪ વર્ષ પૂર્વે માનવામાં, “એને સંવત હાલ ચાલી રહ્યો છે અને એના પછીના એકદમ નજીકના સમયને એક મહારાજા એને પિતાના ગ્રન્થમાં કૈલેષાલંકારને સાધતાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરી રહ્યો છે.” આવા મજબૂત પુરાવા છે તેને છોડી દઈ, વિક્રમાદિત્યની ઉપાધિને અપનાવતા ગમે તે રાજાની સાથે એ જીના વિક્રમ સંવતને અસંગત રીતે લાગુ પાડી એના ખરા હકદારને એટલે બલમિત્ર (વિક્રમાદિત્ય)ને અંધારામાં ધકેલી દે, એ કેટલું બધું અનુચિત અને કૃતદનપણું છે. અર્થાત; જેના નામને સંવત હાલ ચાલી રહ્યો છે, જેના નામની ઉપાધિ ધારણ કરવા ઘણા ય મેટા ભૂપાળો લલચાયા છે, પરદુઃખભંજન એ ઉજજયિનીને સુપ્રસિદ્ધ અધિપતિ વિક્રમાદિત્ય ગર્દભિલ્લ વંશને છે; પરંતુ ગુપ્તવંશીય નથી, અને તેથી તે ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત અથવા અન્ય કોઈ ગુપ્તવંશીય મહારાજ નથી.