________________
૨૦૬
અવંતિનું આધિપત્ય વાળી તેણે પિતાના તાબાના મુલક પર ચઢી આવનાર પ્રતિષ્ઠાનમાં રહી રાજય કરતા શક રાજાને મારી નાખ્યું હતું. અને પ્રતિષ્ઠાનના પ્રદેશને પાછો તાબામાં લીધું હતું. આવી રીતે શોને જીતવાથી તે શકરિ કહેવાય, પરંતુ ઉજજયિનીના વિક્રમાદિત્યને મદદગાર અને દક્ષિણ ભારતમાં રાજય કરતા તેને ઉજજયિનીપતિ વિક્રમાદિત્ય માની શકાય નહિ.
દ્વીપ પછી (૦૯). અરિષ્ટ (ગૌતમીપુત્ર સાતકર્ણિ) આારાજા થયે. શ્રીયુત, કે. પી. જાયસ્વાલજીએ આ રાજાને ઉજજયિનીને શકારિ વિક્રમાદિત્ય ઠરાવવા ભારે આગ્રહ રાખી બહુ જ મંથન કર્યું છે. તેમણે પિતાનું મન્તવ્ય સિદ્ધ કરવા આન્ધરાજવંશાવલીને ઉલટસુલટ ગોઠવી છે અને આ રાજાને નાશિકના લેખવાળી રાજમાતા ગૌતમી બાલશ્રીને પુત્ર માને છે. મને નથી લાગતું કે તેમને એ પ્રયત્ન બરાબર હેય. આ રાજાએ નાશિક, પુના વિગેરે જિલ્લાઓના શકને જીતી તાબે કર્યા હતા તેથી તે શકારિ છે, પરંતુ તેનું રાજ્ય દક્ષિણ ભારતની ઉત્તરમાં હતું જ નહિ. તેનું રાજનગર બેકટક હતું. તે ઉજજયિનીપતિ બન્યું જ નથી, તેમ તેની ઉપાધિ વિક્રમાદિત્ય હોય એ કઈ પુરા પણ નથી, અને તેથી તે કઈ પણ રીતે ચાલુ વિક્રમ સંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય નથી.
(નં ૯) અરિઝ (સાક) પછી (નં. ૧૦) હાલ (શાલવાહન) આદ્મરાજય પર આવ્યો હતે. પહેલાં વિદેશી જાતિઓમાંના શકલોકે મહારાષ્ટ્રમાં સત્તાધીશ હતા. તેઓમાંના ઘણાખરાઓને દ્વીષિ અને અરિષ્ટ સત્તાવિહીન કર્યા હતા, પરંતુ તેઓ અને ક્ષહરાટે, હાલ રાજ પોતાની ગાદી બેન્નાટકથી પ્રતિષ્ઠાનમાં લાગે ત્યારે, ત્યાં પથરાયેલા પડ્યા હતા. હાલ રાજાના શૂર અને વફાદાર મન્ત્રી શુદ્રકે એ સર્વને દબાવી દીધા હતા. આ શુદ્ધકે અપરાન્તકને જીતી લઈ ત્યાંની પણ વિદેશી જાતિઓને તાબે કરી હતી. વળી તેણે વિક્રમાદિત્યના મૃત્યુ બાદ પાછળથી અવનિતની સત્તાને નહિ ગાંઠતી લાટ વિગેરે દેશોની અને હજુ એછાવત્તા પ્રમાણમાં સત્તા પર રહેલી સૌરાષ્ટ્ર વિગેરે દેશોની શકાદિ વસાહત જાતિઓને તાબે કરી લીધી હતી. સિન્ધના શકેને પણ તેણે જીતી લીધા હતા. તેણે એક પાર્થિયન રાજાને પણ જીત્યું હતું કે જે મથુરાને શાસક હેવા સંભવ છે. કારણ કે, મથુરા જીતવાની પિતાના સ્વામી હાલ રાજાની આજ્ઞા થતાં તેણે લશ્કરના બે વિભાગથી ચઢાઈ કરી એક જ સમયે દક્ષિણ મથુરા (મદુરા) અને ઉત્તર મથુરા પર વિજય મેળવ્યો હતે. વળી તેણે મુલતાનના પ્રદેશમાં કારૂર આગળ શકેને-કુશાનેને હરાવ્યા હતા. અર્થાત; શુદ્રકે પશ્ચિમ ભારતના અને મધ્ય ભારતની ઉત્તરના શક, પાણિગન, કુશાન, વિગેરે વસાહતી કે આક્રમક વિદેશીઓને જીત્યા હતા. એને એ વિજય એના સ્વામી હાલ-શાલિવાહનને જ ગણાય, અને એ વિજિત જાતિઓમાં મોટે ભાગ શકોને હતે અથવા એ જાતિઓ ભારતવાસીઓથી બહુધા શકે તરીકે ઓળખાતી હતી તેથી એ વિજયને શકવિજય જ ગણાય. આમ હાલ રાજાને શકારિ કહી શકાય, પરંતુ તેના વિક્રમાદિત્ય હવા વિષે નિશ્ચય નથીકુન્તલરાજ પણપતિ આ હાલ સાતવાહન